ભાગ ૧૩: આજનો યુવાન વર્ગ ધર્મ પ્રત્યે બેદરકાર કેમ બન્યો છે?
આગળનાં ભાગમાં આપણે જોયું કે પરમાત્માની કોઈ પણ વાત સંશોધનનો વિષય બની શકે તેમ નથી….
-
જો જૈન ધર્મ આટલો બધો શ્રેષ્ઠ હોય અને પરમાત્માની કોઇ પણ વાત સંશોધનનો વિષય બની શકે તેમ છે જ નહિ છતાં આજનો યુવાન ધર્મ પ્રત્યે બેદરકાર કેમ બન્યો છે?
-
આજે ઉપાશ્રયોમાં અને દેરાસરોમાં પ્રૌઢ અને વૃધ્ધ વર્ગ જ વધારે સંખ્યામાં નજરે ચઢે છે, યુવાન વર્ગ લગભગ દેખાતો નથી જે એક ચિંતાનો વિષય છે.
જો આપણે યુવાનોની ધર્મ પ્રત્યેની બેદરકારીનાં કારણો જોઇએ તો,
-
ભૌતિકવાદની વૃદ્ધિ અને તેને પોષતું જ શિક્ષણ પામવાથી.
-
વિલાસપ્રિયતા વધવાથી યુવાનોને મન પૈસો કમાવવો એ જ મુખ્ય પ્રવૃતિ થઇ જાય છે..
-
સ્વચ્છંદતા ને કારણે બંધનો ગમતા નથી
-
ધાર્મિક શિક્ષણ અને પાઠશાળાનો અભાવ અથવા તો અરુચિ.
-
આવા તો અનેક કારણોસર યુવકોમાં જૈન ધર્મમાં લગાવ રહ્યો નહી.
શું યુવાનોની ધર્મ પ્રત્યેની આ બેદરકારી માટે ક્યાંક માતા-પિતા તો જવાબદાર નથી ને?
-
બાળકનાં શારિરીક અને આર્થિક વિકાસની ચિંતા તો દરેક માતા પિતા રાખે છે પરંતુ શું તેના માનસિક અને આત્મિક વિકાસ માટે ચિંતા રાખે છે?
-
પશુઓ પણ તેમના સંતાનને જન્મ આપી ને ઉછેર કરે છે અને માણસ પણ જો આ જ કાર્ય કરે તો તે બંન્ને માં તફાવત શું? એટલે માતા-પિતાની જવાબદારી સંતાનના આત્માનો વિચાર અને આત્મહિતનો પ્રયત્ન કરવો એ જ છે.
આજ-કાલ પરિસ્થિતી એવી બની છે કે,
-
માતાપિતાને જોઇએ છે શ્રી રામચંદ્રજી અને મળે છે રાવણ…
-
માતાપિતાને જોઇએ છે ધર્મરાજ અને મળે છે દુર્યોધન…
-
માતાપિતાને જોઇએ છે મયણાસુંદરી અને મળે છે રત્નમંજરી…
-
શિલ્પી જેમ ટાંકણા મારીને પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે તેમ બાળકનું ધડતર કરવાની જવાબદારી મા-બાપ અને શિક્ષક ઉપર છે.
શ્રી ઉતરાધ્યાનમાં કહ્યું છે કે,
જે મા-બાપ પોતાના પરિવારોને આત્મહિતની દિશા બતાવવાનું કાર્ય નથી કરતા, ધર્મ નથી પમાડતા તે મા-બાપ કસાઇ કરતાં પણ ભુંડા છે, કેમ કે કસાઇ તો પશુને જબરદસ્તી લાવે છે અને કતલ કરે છે અને એક જ ભવ નુકશાન પહોંચાડે છે જ્યારે બાળકને જો ધર્મ-સંસ્કાર ન આપવામાં આવે તો એના આત્માનાં અનેક ભવ સુધી કતલ થાય છે.
હવે પછીનાં ભાગમાં આપણે જોઇશુ કે જો મા-બાપ બાળકનું કલ્યાણ ઇચ્છતા હોય તો કઇ કઇ બાબતનું ધ્યાન રાખવું?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶