🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨: વીતરાગ કોને કહેવાય​?

આગળનાં ભાગમાં આપણે જોયું કે ઉપાસના કોની કર​વી? આ ભાગમાં આપણે જોઇએ વીતરાગ કોને કહેવાય​?

  • જે રાગ રહિત​ હોય​ એટલે કે સ્ત્રીને પોતાની પાસે ન રાખે,

  • દ્રેષને જીત્યો હોય અને જેઓ કોઇને પણ શત્રુ ન માનતા હોય તે પોતાના હાથમાં હિંસક હથીયારો રાખ​વાનો સ​વાલ જ ઉભો ન થાય.

  • જેમણે હાસ્ય, રતિ, અરતિ, ભય​, શોક અને જુગુપ્સા અને વેદ (એટલે કામ​વાસના) ને જીતી લીધા હોય એટલે કે વિકરાળ મૂખવાળા, બીહામણા ચહેરાવાળા પણ ન હોય​.
    • હાસ્ય ત્યારે જ આવે જ્યારે અંતરમાં કોઇપણ પ્રકારની કુતૂહલવૃતિ રહેલી હોય​.
    • રતિ-અરતિ એટલે હર્ષ અને વિષાદ​. એ ત્યારે જ થાય કે જ્યારે અંતરમાં અજ્ઞાન અને મોહનું પ્રાબલ્ય હોય​.
    • ભય નો અનુભ​વ ત્યારે જ થાય જ્યારે કોઇપણ પ્રાણી પ્રત્યે વેરનો અનુબંધ હોય​.
    • શોક ત્યારે જ થાય જ્યારે કોઇપણ વસ્તુ પ્રત્યે અત્યંત આશક્તિ હોય​.
    • જુગુપ્સા ત્યારે જ થાય જ્યારે અંતરમાં સુગ​, ઘૃણા કે તિરસ્કારની લાગણી વ્યાપેલી હોય​.
    • વેદ એટલ​એ કે કામ​વાસના ત્યારે જ પ્રગટ થાય જ્યારે અંતરમાં મોહનું સામ્રાજ્ય વ્યાપેલું હોય​.
  • આ બધા દોષો ચાલ્યા જતા ગંભીરતા, સમતા, નિર્ભયતા, વીતરાગમય આનંદ​, પ્રસન્નતા અને પવિત્રતા પ્રગટ થાય છે. તો તે વીતરાગ છે.
  • જિનદેવ છે એટલે કે, જેનામાં કોઇ દોષ રહ્યા નથી અને સર્વગુણો વિદ્યમાન છે.

જિનદેવ એ માન​વ જન્મનું ઊંચામાં ઊંચુ શિખર છે.

  • માન​વના આથી ઊંચા આદર્શની હજી સુધી કોઇ કલ્પના પણ કરી શક્યું નથી.
  • પ્રોફેસર નિત્શે એ કલ્પેલો સુપરમેન એ જિનદેવની સરખામણીમાં ઘણો નાનો લાગે છે.

  • ઉત્તમ મહાપુરૂષમાં પણ કર્તવ્યની અપેક્ષાએ બે ભાગ પડે છે:
    • ૧. સામાન્ય કેવળી
    • ૨. તીર્થંકર
  • તેમાં તીર્થંકર ઉત્તમ ગણાય છે કારણ કે તેઓ અપૂર્વ ધર્મદેશના વડે લોકોને સન્માર્ગે વાળે છે અને તેઓ એક ધર્મસંઘ - ધર્મતીર્થ ની રચના કરે છે.
  • અહીં ઉત્તમ મહાપુરૂષો એટલે તીર્થંકર, અર્હત કે જિન સમજવાના છે અને આધ્યાત્મિક પ્રગતિ, વિકાસ કે અભ્યુદય નિમિતે તેમનું જીવન નજર સમક્ષ રાખી તેમની બહુમાનપૂર્વક બને તેટલી આરાધના, ઉપાસના, સેવા કે ભક્તિ કરવાની છે.

તો પ્રશ્ન એ થાય કે આધ્યાત્મિક પ્રગતિ, વિકાસ કે અભ્યુદય તો સ્વબળથી જ સાધી શકાય છે તો જિનભક્તિ કરવાની જરૂર શું?

  • તો એના જવાબમાં કહી શકાય કે કોઇ પણ કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાન અને નિમિત બંન્ને કારણો હોય છે. જેમ કે
  • કુંડલ બનાવવામાં સુવર્ણ​ એ ઉપાદાન કારણ છે અને તાપ, એરણ, હથોડો તથા સુવર્ણ​કાર એ નિમિત કારણ છે.
  • તેવી જ રીતે ઘડાની ઉત્પતિમાં માટી એ ઉપાદાન કારણ છે અને ચાકડો, દંડ તથા કુંભાર નિમિત કારણ છે

તેમ આધ્યાત્મિક પ્રગતિ, વિકાસ કે અભ્યુદયરૂપ કાર્યની નિષ્પતિમાં સ્વબળ કે આત્મા એ ઉપાદાન કારણ છે અને જિનભક્તિ એ નિમિતકારણ છે.

ઉપાસનારૂપી ઉદ્યાનની ખીલવણી કરવા માટે દેવદર્શનની ક્રિયા પાણીના મોટા ધોરિયાનું કામ કરે છે અથવા તો એમ કહી શકાય કે દેવદર્શનની ક્રિયા વગર ભક્તિ, આરાધના કે ઉપાસનારૂપી ભવ્યભુવનમાં પ્રવેશ કરી શકાતો નથી.

તો હવે દેવદર્શન એટલે શું? તે હ​વે પછીનાં ભાગમાં સમજીએ.




શેર કર​વા નીચે ક્લિક કરો