ભાગ ૮: જૈન કોને કહી શકાય?
આગળનાં ભાગમા આપણે જોયું કે ધર્મ એ જીવનનું અભિન્ન અંગ છે.
તો ચાલો હવે આપણે જૈન ધર્મનાં મૂળભુત સિધ્ધાંતો વિશે જોઇએ….
જૈન કોને કહી શકાય?
-
“જૈન” શબ્દ “જિ” ધાતુથી બનેલો છે. “જિ” નો અર્થ છે જિતવું.
-
જિતે તે “જિન”.
-
જેણે સંસારને જીત્યો છે, કર્મોને દૂર કર્યા છે, જેણે ક્રોધ, માન, માયા, લોભ, મોહને મારી ભગાડ્યાં છે, તેમનું નામ છે “જિન”.
-
જિનનો બતાવેલ જે ધર્મ, તેનું નામ છે “જૈન ધર્મ”
-
અને જે જૈન ધર્મનું પાલન કરનાર છે તે “જૈન”.
-
“જિન” ની આજ્ઞાનું પાલન કરનાર કોઈ પણ મનુષ્યને “જૈન” કહી શકાય છે.
જૈન ધર્મનો ઉપદેશ એટલો બધો સરળ છે કે આરાધના અને પાલન હર કોઇ કરી શકે છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, પંથ, દેશ, વેશનું તેમા કોઇ બંધન નથી. તેની સાધનાનાં દ્રાર સૌ માટે સદાય ખુલ્લાં રહે છે.
- જૈન ધર્મના પ્રારંભની કોઈ ચોક્કસ તિથિ કે તારીખ નથી. તેના આદ્ય પ્રવર્તક તરીકે કોઈ એક વિશેષ વિભૂતિ પણ નથી. કાળનું મૂળ કહી શકાય તો જૈન ધર્મનું મૂળ બતાવી શકાય. જૈન ધર્મ અનાદિ કાળથી ચાલ્યો આવે છે.
જૈન ધર્મ આપણને શું શીખવે છે?
૧. તમે દેતાં શીખો:
- મનુષ્ય કુદરત પાસેથી ઘણું બધુ લે છે તો તેના બદલામાં તેની પાસે સંપત્તિ, વિદ્યા કે કોઇ બીજી શક્તિ હોય તો તે યથાશક્તિ આપવી.
૨. તમારું આચરણ સુધારો:
- જીવોની હિંસા ન કરવી.
- જૂઠું ન બોલવું.
- ચોરી ન કરવી.
- પરિગ્રહ ન કરવો.
૩. ઇચ્છા ઉપર કાબુ રાખવો:
- ઇચ્છા ઉપર કાબુ ન હોય તો મનુષ્ય સુખી થતો નથી. આહારેચ્છાને પણ મનુષ્યે કાબુમાં રાખવી જોઇએ અને તે માટે વિવિધ પ્રકારના તપ કરવામાં આવે છે.
૪. સદવિચારોનું સેવન કરવું:
- મનુષ્ય જેવા વિચાર કરે તેવા થાય છે એટલે સદ વિચારોનું સેવન કરવાથી સજ્જન બનાય છે.
હવે પછીનાં ભાગમાં આપણે જૈન ધર્મ ને કસોટીની એરણ પર લઇ જઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶