🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩: સંસારમાં કોઇ સંપૂર્ણ સુખી છે?

આગળનાં ભાગમાં આપણે જોયું કે મનુષ્ય પોતાનાં જીવનકાળ દરમ્યાન જે ભાગ​-દોડ કરે છે, તે સુખ મેળ​વ​વા અને સુખી બની રહેવા જ કરે છે.

  • સંસારમાં સર્વ પ્રકારે સુખી મનુષ્યનો દાખલો મળવો મુશ્કેલ છે છતાં ધન, ઘરબાર, આરોગ્ય, મોટર, સ્ત્રી, પુત્ર -પુત્રી, પરિવાર, દાસ -દાસી વગેરેની પ્રાપ્તિને જો સુખ માનીએ તો આવી સર્વ સામગ્રી વાળા માણસો કેટલા?

  • જો મોટાભાગના ને પુછીએ તો કંઇક ને કંઇક તકલીફ બતાવશે.

  • ૯૯% લોકોને આ સંસારમાં કંઇક ને કંઇક તો દુ:ખ હોય જ છે.

  • અને બાકી રહેલા ૧% જે ભૌતિક સાધન-સામગ્રીની રીતે સુખી દેખાય છે શું તે પણ​ સંપૂર્ણ સુખી છે?

મનુષ્ય સંપૂર્ણ સુખી ક્યારે કહેવાય​?

  • જ્યારે તેમનું સુખ સતત હોય​
  • જ્યારે તેમનું સુખ સંપૂર્ણ હોય એટલે કે દુ:ખની છાંટ પણ ન હોય
  • જ્યારે તેમનું સુખ પોતાનાં કંટ્રોલમાં હોય એટલે કે સ્વાધીન હોય
  • જેમાં પરિણામે પણ દુ:ખ ન આવવાનું હોય,
  • આપણા કરતા બીજા પાસે વધારે ના હોય.

માનવ જન્મ પામીને જો સંસારનું સુખ જ જીવને ભોગવવાનું હોય તો માનવ જન્મ નકામો બની જાય છે. સંસારનું ભોગ-સુખ સ્વાધીન નથી, શાશ્વત પણ નથી, કર્મે દીધેલું હોય પરાધીન અને વિનાશી છે. આમ, સંસારનું પ્રત્યેક સુખ દુ:ખથી મિશ્રિત છે.

સંસાર સુખ એ તો મૃગજળ સમાન છે એ એક​ દ્રષ્ટાંત દ્રારા સમજીએ.

  • પાંજરામાં તો બંને હોય છેઃ સિંહ અને ઉંદર. પરંતુ પાંજરામાં અને પાંજરા બહાર બંનેની વૃત્તિ અને પ્રવૃત્તિમાં ભેદ હોય છે.
  • પાંજરામાં રોટલીનો ટુકડો જોઈને ઉંદર પાંજરામાં પેસવાનો વિચાર કરે છે અને પ્રવૃત્તિ કરે છે.
  • પાંજરામાં પેઠા પછી જ્યાં સુધી એને ખાવા-પીવાનું મળે છે ત્યાં સુધી તેમાંથી નિકળવાનો પ્રયત્ન પણ નથી કરતો.
  • જ્યારે, સિંહ પાંજરામાં ગમે તેવા શિકાર જુએ પાંજરામાં પેસવાનો વિચાર કે પ્રવૃત્તિ નથી કરતો, છળ કપટથી એ પુરાઈ જાય તો હર સેકન્ડે એ પાંજરામાંથી મુકત થવાનો વિચાર અને પ્રવૃત્તિ કરે છે, અને લાગ મળતાં ભાગી છુટે છે..
  • સંસાર પણ એક પાંજરુ છે ને પાંજરામાં વિવિધ પ્રકારની પાંચ ઇન્દ્રિયોના વિષયો જોઇને આપણને વિચાર આવે છે એ મેળવવાનાં.
  • આપણે સંસારના પાંજરામાં પુરાયેલા ઉંદર છીએ કે સિંહ?

  • શું આપણને સંસારના પાંજરામાં રહેલા મૃગજળ સમાન સુખ મેળવવાની લાલસાં છે કે સંસારના પાંજરામાંથી છટકી શાશ્વત સુખ મેળવવાની ઇચ્છા છે?

હ​વે પછીનાં ભાગમાં આપણે જોઇશું કે જીવનમાં આપણે સુખ અને દુઃખ શબ્દનો ઉપયોગ તો કરતાં જ હોઇએ છીએ પરંતુ શું આપણે વાસ્તવમાં જાણીએ છીએ કે સુખ અને દુઃખ શું છે?




શેર કર​વા નીચે ક્લિક કરો