🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૫: શું શાશ્વત સુખ અપેક્ષાપૂર્તિમાં છે?

આગળનાં ભાગમાં આપણે જોયું કે સર્વ દુઃખોનું મુળ ઇચ્છા જ છે.

પ્રભુ કહે છે

”અપેક્ષાની પુર્તિ પણ ના કરો, અપેક્ષાને દબાવો પણ નહિ પરંતુ અપેક્ષાને દુઃખ રૂપ સમજી તેનું વિસર્જન કરો”

 • ઇચ્છાને ક્યારેય પણ દબાવ​વી નહિ કારણ કે જો ઇચ્છાને દબાવીએ તો તે દબાવેલી સ્પ્રીંગ કયારેક ડબલ જોરથી ઉછળે આથી ઇચ્છાને દબાવવાનાં બદલે સમજીને વિસર્જન કરીએ તો જ લાભ થાય.

 • જેમકે સિગારેટની ટેવ હોય તો આ આદતને દબાવો નહિ પરંતુ તેનાથી ફેફસાં બગડે એવી ભાવના ભાવિ, સમજી સિગારેટની ટેવને ધીરે-ધીરે ચોક્કસથી છોડી શકાય…

 • સંસારમાં દરેક જીવને ”ભૌતિક સંપતિ વધુ ને વધુ મેળ​વ​વાની” ઇચ્છા હોય છે

 • અને આ ઘેલછા તેમને ક્યારેય પણ ચિત્ત​ની શાંતિ અને પ્રસન્નતા રહેવા દેતા નથી.

તેથી એમણે વિચાર​વું કે

 • બંગલો અને ગાડી તો છે પણ એ ટકશે ક્યાં સુધી?
 • પુણ્ય હશે ત્યાં સુધી જ ને? અથવા તો મૃત્યુ ન આવે ત્યાં સુધી જ ને?
 • કેમ કે મૃત્યુ આવશે એટલે તેમાથી કંઇ પણ સાથે તો નહિ લઇ જઇ શકાય જો આ સમજ આવી જાય તો ઇચ્છાનું વિસર્જન કર​વામાં પણ વાર ના લાગે.

 • સંસારનાં પદાર્થો વાસ્ત​વમાં સુખ નહિ દુઃખ જ આપે છે. જેમકે ટી.વી. જોવાની આદત વાળા હોઇએ અને જોવા ન મળે તો દુઃખ થવાનું અને જોવા મળશે તો વધુ ને વધુ રાગ થશે. જેનાથી પરિણામે તો દુઃખ જ થશે..

દુઃખનું મુળ ઇચ્છા છે અને ઇચ્છાનું મુળ આત્મામાં રહેલા દોષો. સંસારનાં પદાર્થો દોષોને વધારે છે દોષો વધવાથી દુઃખ વધે જ છે.

 • બે વ્યક્તિમાં એક લોભ પ્રકૃતિની હોય અને એક સંતોષ પ્રકૃતિની હોય તો એ બે માં સુખી કોણ? સ્પષ્ટ જ​વાબ છે કે સંતોષ પ્રકૃતિવાળો સુખી હોય

 • એટલે કે દોષ(લોભ) નાં કારણે દુઃખી થવાય છે અને ગુણ(સંતોષ) નાં કારણે સુખી થ​વાય છે આમ ગુણમાં સુખ છે અને દોષમાં દુઃખ છે.

 • જો આપણે શાશ્વત સુખ મેળવવાની ઇચ્છા હોય તો આપણે, આપણા આત્મામાં રહેલા દોષોને દૂર​ કર​વા તેમજ ગુણ પ્રાપ્તિ માટે અચૂક લાગી જ​વું જોઇએ

તો ચોક્કસથી પ્રશ્ન થાય કે આ આત્માનાં દોષો ક્યા ક્યા છે અને તે દૂર​ કઇ રીતે કરી શકાય અને આત્માનાં ક્યાં ગુણોને વિકસાવાનાં છે​?

 • ક્રોધ-માન-માયા-રાગ-દ્વેષ વગેરેનાં સંસ્કારો જે ભવોભવથી ચાલ્યા આવે છે એ જ આત્માનાં દોષો છે જેને દૂર કર​વાનાં છે

 • અને આત્માનાં સંસ્કારો જેવા કે ત્યાગ-તપ-દાન-શીલ-વૈરાગ્ય-વિવેક-ઔચિત્ય વગેરેને વિકસાવવાનાં છે.

ભવોભવથી ચાલ્યા આવતાં આત્માનાં દોષોને નિર્મૂળ કરવા અને ગુણોને વિકસાવવા માટે જ​ ધર્મ છે.હ​વે પછીના ભાગમાં આપણે જોઇશું કે કહેવાતા નાસ્તિકો પણ ખરેખર તો ધર્મ જ ઇચ્છે છે
શેર કર​વા નીચે ક્લિક કરો