🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧: નિગોદ એટલે શું?

નિગોદ એટલે શું?

  • ‘નિગોદ’ શબ્દ મુખ્યત્વે જૈન ધર્મમાં જ વપરાય છે. જીવના સ્વરૂપ વિશે જૈન ધર્મે કેટલી સૂક્ષ્મ​ અને ગહન મીમાંસા કરી છે તે નિગોદ ની વિચારણા પરથી સમજી શકાશે. દુનિયામાં અન્ય કોઈ ધર્મે આવી સૂક્ષ્મ વિચારણા કરી નથી.
  • આધુનિક વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે કે
  • વનસ્પતિમાં જીવ છે, પાણીમાં જીવાણુ છે અને હવામાં પણ જીવાણુ છે.
  • વિજ્ઞાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાણુ તરીકે એક કોષના શરીરવાળા ‘અમીબા’ ની શોધ કરી છે. તે નરી આંખે દેખી શકાતા નથી, તે જીવાણુઓ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે.
  • જૈન ધર્મે એથી આગળ જઈને કહ્યું છે કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જે ન જોઈ શકાય એવા સૂક્ષ્મતમ એક કોષના શરીરમાં પણ અનંત જીવો એક સાથે રહે છે. તેઓ બધા વચ્ચે એક જ શરીર હોય છે. આ એક સાધારણ દેહ વાળા જીવો તે જ ’નિગોદ’.

એક શરીર એક આત્મા અને એક શરીર અનંતા આત્મા

  • સાધારણ વનસ્પતિકાય સિવાયના તમામ જીવભેદો નાં એક શરીરમાં એક જ જીવ હોય છે,
  • જ્યારે સાધારણ વનસ્પતિમાં એક શરીરમાં અનંતા જીવો હોય છે, તેથી તેને અનંતકાય પણ કહેવામાં આવે છે. અનંતા જીવો વચ્ચે એક જ (સાધારણ) શરીર હોવાથી તથા તેમનું આહારગ્રહણ, શ્વાસોચ્છવાસ વગેરે એક સાથે જ થતાં હોવાથી તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. વળી તેને નિગોદ પણ કહેવામાં આવે છે, આમ અનંતકાય, સાધારણ વનસ્પતિ કે નિગોદ પર્યાયવાચી શબ્દો છે.

નિગોદ બે પ્રકારની છે સૂક્ષ્મ-નિગોદ અને બાદર-નિગોદ.

  • સૂક્ષ્મ-નિગોદ: સૂક્ષ્મ-નિગોદ તે સૂક્ષ્મ વનસ્પતિકાય જીવો સમજવા. સુક્ષ્મ-નિગોદ ચૌદ રાજલોકમાં સર્વત્ર સર્વ આકાશ પ્રદેશમાં રહેલી છે. કાજળથી ભરેલી ડાબડીની જેમ સકળ લોક આ જીવોથી ભરેલો છે.
  • બાદર-નિગોદ : તે કંદાદિકની માફક સાધારણ વનસ્પતિ તરીકે ઓળખાય છે. કંદમૂળ, લીલ-ફુગ વિગેરેને તેની અંદર સમાવેશ થાય છે. તે છદ્મસ્થ અને ચર્મચક્ષુવાળા જીવો ને દશ્ય છે, પરંતુ તેની અંદર પણ એક શરીરમાં અનંતા જીવોની સ્થિતિ છે.

જીવનું પ્રાથમિક​ સ્વરૂપ અને વિકસિત સ્વરૂપ

  • નિગોદની વાત બુદ્ધિથી સમજાય એવી હોય તો પણ એના સ્વીકાર માટે શ્રદ્ધા અનિવાર્ય છે. સમગ્ર સૃષ્ટિમાં ૮૪ લાખ જીવયોની છે
  • તેમાં સંસારી જીવનું અત્યંત પ્રાથમિક​ સ્વરૂપ એ નિગોદ અને
  • અત્યંત વિકસિત સ્વરૂપ એટલે મનુષ્ય​.
  • જ્યાં સુધી સંસારમાંથી મુક્તિ મળતી નથી ત્યાં સુધી જીવો મનુષ્ય​, દેવ​, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એમાં નિગોદ એ સૌ જીવો નું પહેલું શરીર રૂપી સહિયારું ઘર છે જેના એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે.

તો ચોક્ક્સથી તર્ક થાય કે નિગોદના એક શરીરમાં અનંત જીવો એક સાથે કેવી રીતે રહી શકે? તો આ વિષે આપણે વધુ આવતાં ભાગમાં જોઇશું




શેર કર​વા નીચે ક્લિક કરો