ભાગ-૨: જૈન ધર્મની દ્રષ્ટિએ ઉકાળેલું પાણી શા માટે?
આગળના ભાગમાં આપણે જોયું કે ઉકાળેલું પાણી પીવાથી અસંખ્યતા જીવોને અભયદાન આપવાનું શક્ય બને છે.
જૈન ધર્મની દ્રષ્ટિએ ઉકાળેલા પાણીની જયણા
- ઉકાળેલા પાણીની પરાતો ઠારવા માટે જ્યાં મુકવાની હોય તે જમીન પેલા ઝાડુથી વાળી લેવી.
- ઠારવા માટેની પરાતો બરાબર પૂંજી લેવી, તે કાચાપાણી વાળી ન હોય તે બરાબર તપાસી લેવું.
- કાચું પાણી લેવા માટેનો જગ કે અન્ય વાસણ ભુલથી પાકા પાણીમાં નખાય ન જાય તેનું ધ્યાન રાખવું.
- ઠારેલા પાણી ઉપર જાળી ઢાંકવી.
- ઠારવા માટે બને તો તાંબાની પરાતનો ઉપયોગ કરવો.
- ઠારેલા ઉકાળેલા પાણીમાં કાચા પાણીના ટીપાં ન પડી જાય કે વરસાદના છાંટા ન પડે તેનું ધ્યાન રાખવું.
ઉકાળેલા પાણીની કાળ મર્યાદા:
- કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ સુધી: ૪ પ્રહર
- ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ સુધી: ૫ પ્રહર
- અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ સુધી: ૩ પ્રહર
અહીં પ્રહર નો સમય નીચે મુજબ ગણી શકાય:
- જો સૂર્યોદય ૭:૦૦ વાગે થાય અને સૂર્યાસ્ત ૭:૦૦ થાય તો કુલ દિવસનો સમય:
- ૭:૦૦ થી ૭:૦૦ = ૧૨:૦૦ કલાક
- દિવસના કુલ ૪ પ્રહર હોય.
- તો ૧ પ્રહર = ૧૨:૦૦ કલાક / ૪ પ્રહર = ૩ કલાક
આ રીતે તમારા શહેરના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય મુજબ ગણવું.
નોંધ:
- ચોમાસામાં પહેલા કાળનો સમય પૂર્ણ થતા વધેલું પાણી કાઢી નાખવું અને પહેલા કાળના પરાત, ઘડો, તપેલું, જગ વગેરે તમામ વાસણો ચોખ્ખા કપડાથી લૂંછી નાખવાં.
- પહેલા કાળનું અને બીજા કાળનું માટલું અલગ રાખવું.
- શિયાળામાં ઉકાળેલા પાણીનો કાળ ૪ પ્રહરનો હોય છે અને ચોમાસાની જેમ બે કાળની પાણીની અલગ વ્યસ્થા હોતી નથી તેથી પાણી સવારે બહુ વહેલું ન ઉકળે તે ખાસ ધ્યાન રાખવું. ૪ પ્રહરથી વધારે ન રહે અને ૪ પ્રહર પૂર્ણ થતા પહેલા તેનો ઉપયોગ થઇ જાય તેની કાળજી રાખવી.
આગળના ભાગમાં આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઇશું.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶