ભાગ-૩: આરોગ્યની દ્રષ્ટિએ ઉકાળેલું પાણી શા માટે?
આગળનાં ભાગમાં આપણે જોયું કે જૈન ધર્મની દ્રષ્ટિએ ઉકાળેલું પાણી શા માટે? તો હવે આરોગ્યની દ્રષ્ટિએ જોઇએ.
૨. આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉકાળેલું પાણી પીવું હિતાવહ છે. તે વિશે વધુ માહિતી મેળવીએ:
-
ગરમ પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નિકળી જાય છે. સવારે ખાલી પેટ અને સાંજે ભોજન બાદ ગરમ પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે અને ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી નથી.
-
ખાલી પેટે ગરમ પાણી પીવાથી મૂત્ર સંબંધી રોગો દૂર થઈ જાય છે. સાથે હૃદયની બળતરા પણ દૂર થાય છે. વાત્તથી ઉત્પન્ન રોગોમાં ગરમ પાણી અમૃત સમાન ફાયદાકારક હોય છે.
-
ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. પરસેવા વડે શરીરના તમામ ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે.
-
ચરક સંહિતા મુજબ તાવમાં તરસ લાગવાથી દર્દીએ ગરમ પાણી જ પીવું જોઈએ, તેનાથી તાવમાં બહુ લાભ થાય છે.
-
જો શરીરના કોઈ ભાગમાં ગેસને કારણે દુખાવો થઈ રહ્યો હોય તો ગરમ પાણી પીવાથી ગેસ શરીરમાંથી બહાર નીકળી જાય છે.
-
વર્તમાન સમયમાં પેટના રોગની સમસ્યા ઘણી વધી ગઈ છે. મોટાભાગની પેટ સંબંધી બીમારીઓ દૂષિત પાણીને કારણે થાય છે. જો પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવામાં આવે તો પેટની અનેક બીમારીઓથી બચી શકાય છે.
-
ગરમ પાણી સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે, ગરમ પાણી પીવાથી શક્તિનું સંચાર થાય છે. આનાથી કફ અને શરદી સંબંધી રોગોમાં પણ ફાયદો થાય છે.
-
ગરમ પાણી શરીરના ઝેરી પદાર્થોને બહાર કરે છે. આ પ્રક્રિયાથી શરીરની ગંદગીને સાફ કરવાની પ્રક્રિયા ઝડપી થાય છે અને કિડની દ્વારા ગંદકી બહાર નીકળે છે.
-
દમ, હેડકી વગેરે રોગોમાં ખારાશ અને તળેલા ભોજન ખાધા બાદ ગરમ પાણી પીવાથી ઘણો લાભ થાય છે અને અનેક સમસ્યા દૂર થાય છે.
-
વજન ઘટાડવામાં પણ ગરમ પાણી બહુ મદદ કરે છે. જમ્યાના એક કલાક બાદ ગરમ પાણી પીવાથી મેટાબોલિઝ્મ વધે છે
-
ગરમ પાણી પીવાથી કબજિયાત દૂર થાય છે અને સાથે-સાથે રક્ત પરિભ્રમણ પણ સંતુલિત થાય છે
આમ ધર્મની દ્રષ્ટિએ તેમજ આરોગ્યની દ્રષ્ટિએ ઉકાળેલું પાણી પીવું ખુબ જ લાભદાયી છે તો આજથી આપણે સંકલ્પ કરીએ કે દરરોજ ઉકાળેલું પાણી જ પીવું.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶