🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૭: ત્રિકાળ પૂજા અને ૫ અભિગમ

આગળનાં ભાગમાં આપણે જોયું - ધર્મ જાગરિકા પછી દેરાસરે જઇ પરમાત્માના દર્શન​, પ્રણામ અને સ્તુતિ કરવી અને તે ઉપરાંત દેરાસરમાં જતા પહેલા ઘોર આશાતનાથી બચવા કઇ કઇ બાબતોનું ધ્યાન રાખ​વું એ વિશે જોયું.

ત્રિકાળ પૂજા

  • શ્રાવક પ્રતિદિન ત્રિકાળ પૂજા કરે એટલે કે પરમાત્માની ત્રણ વાર પૂજા કરે.
  • ૧. સવારે: સૂર્યોદય પછી વાસક્ષેપથી પૂજા કરવી.
  • ૨. બપોરે: દિવસના મધ્યભાગે ૮ પ્રકારના દ્રવ્યોથી પૂજા કરવી.
  • ૩. સાંજે: આરતિ-મંગલદિવો ઉતારવા દ્રારા સાંજે પૂજા કરવી.

  • અહીં વાસક્ષેપ પૂજા માટે હાથ - પગ - મૂખ વગેરે ધોઇને એટલે કે લઘુસ્નાન કરી જ્યારે સૂર્યોદય થયો હોય અને બરાબર અજવાળું થઇ ગયુ હોય… રસ્તા વગેરે સાફ નજરે આવતા હોય ત્યારે દેરાસર વાસક્ષેપ પૂજા કરવા અથવા દર્શન કરવા જવું જોઇએ.

૫ અભિગમ

  • હવે તે સર્વોત્કૃષ્ટ દેવોના દેવ તીર્થંકર પદવીને પામેલા અરિહંત પરમાત્મા પાસે જવાનું છે. તો તેના માટે આપણને ૫ અભિગમ એટલે કે ૫ પ્રકારના વિનય​/સભ્યતા બતાવેલી છે.

  • ૧. સચિત્તનો ત્યાગ
  • ૨. અચિત્તનું ગ્રહણ
  • ૩. ઉત્તરાસણ
  • ૪. અંજલિ
  • ૫. પ્રણિધાન

૧. સચિત્તનો ત્યાગ:

  • દેરાસરમાં પ્રવેશ કરનાર પોતાની સાથે સચિત્ત એટલે કે ખાવાનો કોઇ પણ પદાર્થ સાથે લઇને ન જાય.

    • શા માટે સચિત્ત એટલે કે ખાવાનો કોઇ પણ પદાર્થ ન લઇ જવો?
    • જેમ વ્યવહારમાં પણ આપણે કોઇ મોટી વ્યક્તિને મળવા જતા હોઇએ અને હાથમાં સેવ-મમરાનું પડીકું રાખી સેવ-મમરા ફાક્તા હોઇએ તો શું આપણે અદબ જાળવી કહેવાય? કેમ કે ખાવું એ તુચ્છ પ્રવૃતિ છે અતુચ્છ વ્યક્તિની સામે તુચ્છ પ્રવૃતિ ન જ કરાય! તે પ્રવૃતિ કરવાનું સાધન પણ ત્યારે ન રખાય!
    • કેમ કે હું તો પરમાત્માનો દાસ છું, પરમાત્માની સામે મારી કોઇ જ મહત્તા ન હોઇ શકે… આવા પ્રકારનો ભાવ આ વિધિથી સચવાય છે.
    • તો શું પરમાત્મા પાસે સાવ ખાલી હાથે જવું?
    • ના… એ માટે બીજા પ્રકારનો વિનય બતાવ્યો છે. એનું નામ છે અચિત્તનું ગ્રહણ

૨. અચિત્તનું ગ્રહણ

  • અચિત્ત એટલે પરમાત્માની પૂજામાં ઉપયોગમાં આવતા પદાર્થો. જેવા કે, ચોખા - ધૂપ - દીપ - નૈવેધ - ફળ આદિ લઇ દેરાસરે જ​વું. તેમાં એટલું ધ્યાન રાખ​વું કે કોઇ વસ્તુ ખરાબ આવી ન જાય​. “આ તો ચાલશે” એમ માનીને ખરાબ વસ્તુને ઉપયોગમાં લેવાથી એક પ્રકારની આશાતના થાય છે અને તેનું ફળ મળતું નથી.
  • જે વસ્તુ પરમાત્માને ચડાવવા માટે લઇએ તે શુદ્ધ અને ઉત્તમ હોવી જોઇએ.

रिकतपाणिर्न गच्छेच्च राजानं दैवेतं गुरुम!

  • આ એક નીતિ વાક્ય છે. રાજા - દેવ - ગુરુ પાસે કદાપિ ખાલી હાથે ન જવાય એવો એનો ભાવાર્થ છે.

  • એટલે કે સમર્પણવિહોણી ભક્તિ હોઇ ન શકે. ત્યાગ - ભોગ - બલિદાનથી જ ભક્તિ ફળવતી બની શકે છે.

આ અંગે આપણે મયણાનું દ્રષ્ટાંત જોઇએ:

  • જ્યારે મયણા ને તેના પિતા એ ઘરમાંથી કાઢીમૂકી હતી ત્યારે મયણા પાસે કશું જ ન હતુ. જે કાંઇ હતુ તે પોતાના ભાવિ જીવનના ગુજારા માટે અત્યંત જરૂરી હતું છતા મયણા એ પોતાના જીવન તરફ નજર ન કરતા ભક્તિને મહત્વ દીધું અને પોતાના કંઠે ઝુલતો નવલખો હાર પરમાત્માચરણે ધરી દીધો અને તેના પરિણામે તેની ભક્તિ કેવી ફળવતી બની એ વાત છાનીછુપી નથી!

જ્યારે આપણી ભક્તિ કેવી?

  • આપણે તીર્થસ્થળે ગયા હોય, પણ પૂજાની સામગ્રી તો સાથે લીધી જ ન હોય!

આપણી મનોવૃતિ કેવી?

  • પૂજા કરવા માટેના કપડા તો દેરાસરના!
  • પૂજા કરવા માટેનું ચંદન તો દેરાસરનું!
  • પૂજા કરવા માટેનું ધૂપ તો દેરાસરનું!
  • પૂજા કરવા માટેનો દીપ તો દેરાસરનો!
  • બધુ જ દેરાસરનું….!

ઘરનું શું?

  • માત્ર પોતે જ!
  • પછી ક્યાંથી ફળે ભક્તિ.
  • ક્યાંથી ઉભરે ઉલ્લાસ​ ભક્તિમાં…?

  • આજે પણ કેટલાક ભાગ્યશાળીઓ સ્વદ્રવ્યે જ પૂજા કરી રહ્યા હોય છે.
  • તો તેમનો ચહેરો પ્રસન્નતા ભરેલો જણાય છે અને પૂજાના કામમાં આવતા દરેક ઉપકરણો પોતાના જ હોવા જોઇએ અને પોતાની સાથે લઇને જવું જોઇએ.

  • પરંતુ મોટા ભાગના ભાગ્યશાળીઓ પૂજા કરવા તો જાય પણ દેરાસરના જ દ્રવ્ય વાપરતા હોય અને તે ઉપરાંત દેરાસરના સાધારણ ખાતા કે જેમાંથી આ દ્રવ્યોની કિંમત ચૂકવાતી હોય તેમાં કદી કોઇ પૂરતો ફાળો લખાવતા ન હોય તો એ દ્રવ્યના ઉપયોગથી જે પૂણ્ય ઉપાર્જન થયું તે કોના નામે?

આવતા ભાગમાં આપણે ઉત્તરાસણ અભિગમ વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો