🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૫: તિલક જિનશાસનની વફાદારીનું અને પરમાત્માની આજ્ઞાનું પ્રતિક છે...! પ્રતિક ભૂંસાયુ એટલે વફાદારી ભૂંસાઈ...

આગળનાં ભાગમાં આપણે આજ્ઞાચક્ર વિશે જોયું..

આ ભાગમાં આપણે તિલક વિશે શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપ્યું છે, તે જોઇએ…

 • તિલક અંગે ભુતકાળના ઇતિહાસમાં તો આપણા પૂર્વજો એ પ્રાણ પણ ન્યોચ્છાવર કરી દીધા હતા. એ અંગે આપણે જૈન ધર્મના દુશ્મન​ અને મહાક્રુર રાજા અજયપાલ અને તેના સામ્રાજ્યમાં જૈન ધર્મના આરાધક કપર્દી મહામંત્રી હતા.

કપર્દીના ક્પાળે જૈન ધર્મના પ્રતિક સમાન રચાયેલું તિલક અજયપાલની નજરમાં આવ્યું.

 • અજયપાલ: મહારાજા કુમાળપાળની સતા હવે નષ્ટ બની છે તો જૈન ધર્મ પણ નષ્ટ જ સમજો…! હવે મહારાજા અજયપાલનું સામ્રાજ્ય ચાલે છે તો તમારા કપાળે આ તિલક શોભતું નથી.
 • મહામંત્રી કપર્દી: મહારાજા કુમારપાળ ચાલ્યા ગયા એ વાત માન્યામાં આવે છે પરંતુ જૈન ધર્મ માટેનો આપનો ખ્યાલ હું માનુ છું ત્યાં લગી બરાબર નથી… જૈન ધર્મ તો આજે પણ હયાત છે… અને એનું જ પ્રતિક આ તિલક છે.
 • અજયપાલ: પરંતુ મારે આ તિલક ન જોઇએ.
 • મહામંત્રી કપર્દી: તો આપ ન લગાવો. અમારો ક્યાં આગ્રહ છે.
 • અજયપાલ ગુસ્સામાં કહ્યું,: મંત્રી! મારે નહીં… કોઇના કપાળે આ તિલક ન જોઇએ…
 • મહામંત્રી કપર્દી: એ તો શી રીતે બની શકે મહારાજ!
 • અજયપાલ: કેમ ન બને? મારી આજ્ઞાથી અને મારા આદેશથી એ પણ બનશે.
 • મહામંત્રી કપર્દી: હરગીઝ નહીં મહારાજ!
 • અજયપાલ રાડ પાડીને: શું બોલો… છો? મારી આજ્ઞા તમે નહીં માનો?
 • મહામંત્રી કપર્દી: બીજી બધી આજ્ઞા માટે હરપલ તૈયાર છીએ.. પરંતુ ધર્મ​-નિરપેક્ષ આજ્ઞા માટે તો હું જ માત્ર નહીં, મારા જેવા બીજા ઘણાય નહીં માને.
 • અજયપાલ (આવેશમાં): મં…ત્રી…! હવે આગળ બોલોમાં! મારી સ્પષ્ટ આજ્ઞા છે આવતી કાલે આ તિલક હું નહીં સાંખી લઉં.
 • મહામંત્રી કપર્દી: તિલક તો અમર રહેશે… મહારાજ!
 • અજયપાલ: તો એનું પરિણામ બહું જોખમી આવશે તેની નોંધ રાખશો.
 • મહામંત્રી કપર્દી: વફાદારને તો વફા જ વહાલી હોય છે મહારાજ. પરિણામની ફિકર વફાદાર તો કદી કરતો જ નથી.
 • અજયપાલ: એમ છે?
 • મહામંત્રી કપર્દી: (જોશ નો જવાબ એવા જ હોંશથી દીધો) જી મહારાજ.

 • વાત વાયુવેગે આખા પાટણમાં પ્રસરી ગઇ. જૈન સંઘ એકત્રિત થયો તેમાં કપર્દીએ પોતાની જોશીલી અને નેકીલી ભાષામાં સંબોધન કર્યું.

“તિલક જિનશાસનની વફાદારીનું અને પરમાત્માની આજ્ઞાનું પ્રતિક છે…!” પ્રતિક ભૂંસાયુ એટલે વફાદારી ભૂંસાઈ….

 • અને વફાદારી વિહોણી આરાધના એ કાયરતાનું સૂચક છે.
 • આવા અવસરે જૈન કાયર બને એ ભારે નાલેશી છે…….
 • સીધી સીધી રીતે આરાધના અને વફાદારીને ઝીલવી એ આસાન વાત છે…
 • પરંતુ આવી કટોકટીની વેળાએ વફાને વળગી રહેંવું એ જ ખરી મર્દાનગી છે…

તિલકની સુરક્ષાએ શાસનની સુરક્ષા છે.

 • શાસનની સુરક્ષાની આ ઘડીએ બલિદાનની બાંગ પોકારી છે…..
 • પોકારના એ ખોંખારને પડકાર​વો એ આજની સભાનું સુત્ર છે…. આ માટે શ્રી સંધ પોતાનો નિર્ણય જણાવે…

શું આવ્યો નિર્ણય​? તે વિશે આવતા ભાગમાં જોઇએ.
શેર કર​વા નીચે ક્લિક કરો