ભાગ ૯: કોઇ પણ ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી?
આગળનાં ભાગમા આપણે જોયું કે જૈન ધર્મ આપણને શું શીખવે છે તો ચાલો હવે આપણે જૈન ધર્મ ને કસોટીની એરણ પર લઇ જઇએ…
આપણે જૈન ધર્મને કસોટીની એરણ પર લઇ જઇએ એ પહેલા આપણે જોઇએ કે ઉત્તમ ધર્મ કોને કહેવાય?
ઉત્તમ ધર્મનાં ત્રણ લક્ષણો:
૧. અહિંસા - ધર્મમાં અહિંસાને કેવું સ્થાન પ્રાપ્ત થયેલું છે?
- જે ધર્મમાં પ્રાણીઓને યજ્ઞમાં હોમવા, પ્રાણીઓની કુરબાની કરવી, દેવ દેવીઓને પ્રસન્ન કરવા પ્રાણીઓનો વધ કરવો અથવા તો એક યા બીજા પ્રકારે હિંસાની હિમાયત કરી હોય તો તે ધર્મ ઉત્તમ ધર્મ નથી…
૨. સંયમ - ધર્મમાં સંયમને કેટલું સ્થાન છે?
- જે ધર્મમાં એક યા બીજા પ્રકારે મોજશોખ કે ભોગવિલાસની છૂટ આપવામાં આવી હોય અને ઇન્દ્રિયોને દમવા પર ખાસ ભાર મૂકાયો ન હોય, તો સમજવું કે તો તે ધર્મ ઉત્તમ ધર્મ નથી…
૩. તપ - ધર્મમાં તપને કેટલું સ્થાન અપાયેલું છે?
- જે ધર્મમાં તપ પર ખાસ ભાર મૂકાયો ન હોય તો એ ધર્મ કર્મનો નાશ કરી શકશે નહિ તો સમજવું કે તે ધર્મ ઉત્તમ ધર્મ નથી…
કોઇ પણ ધર્મની પરીક્ષા કઇ રીતે કરવી?
-
જેમ સોનાની પરીક્ષા કષ, છેદ અને તાપથી થાય છે તેમ ધર્મની પણ પરીક્ષા કષ, છેદ અને તાપથી જ થાય છે….
-
જેમ સુવર્ણને પહેલા કસોટીના પત્થર ઉપર કસવામાં આવે છે તે તેની કષ પરીક્ષા છે.
-
પછી તેને કાપીને તે સોનું છે કે બીજું છે તે તપાસે છે તે છેદ પરીક્ષા છે.
-
અને પછી છેલ્લે અગ્નિમાં નાંખે છે તેમાં જો તે કાળું ન પડે પણ તેવું ને તેવું રહે તો તે તાપ પરીક્ષા છે.
-
આ ત્રણ પરીક્ષા દ્વારા સુવર્ણનો યથાર્થ નિર્ણય કરી શકાય છે.
હવે પછીનાં ભાગમા આપણે કષ, છેદ અને તાપ વિષે વિસ્તારથી જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶