🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૬૭: દોષોના રાજા પરદોષદર્શન તેમજ​ સ્વગુણદર્શન છે

આગળના ભાગમાં આપણે ભદ્રસેનમુનિ અને ચંડરુદ્રાચાર્યનું દ્રષ્ટાંત જોયું…

આ ભાગમાં આપણે સ્વદોષદર્શન તેમજ પરગુણદર્શન વિશે જોઇએ…

૨૪. સ્વદોષદર્શન : પરગુણદર્શન


અહંકારમાંથી બે દોષની ઉત્પત્તિ થાય છે:

  • ૧. પરદોષદર્શન​,
  • ૨. સ્વગુણદર્શન​

આત્મામાં દોષદર્શન તો હોવું જ જોઈએ. પણ તે સ્વદોષોનું દર્શન.આત્મામાં ગુણદર્શન તો હોવું જ જોઈએ પણ તે પરગુણદર્શન.

  • આપણે બીજામાં જે જોઇએ તે આપણામાં પ્રવેશે. દોષો જોઇએ તો દોષો પ્રવેશે. ગુણો જોઇએ તો ગુણો પ્રવેશે.

  • બગીચામાં ગુલાબ છે, ઉકરડો પણ છે. ઉકરડે ચાંચ મારે તે કાગડો છે. ગુલાબની મહેફિલ માણે તે બુલબુલ છે.
  • આપણે પરદોષમાં ચાંચ મારીને શા માટે કાગડા બનવું? બુલબુલ જ કેમ નહિ બનવું?
  • કૃષ્ણ વાસુદેવે સડીને ગંધાઈ ગયેલી કૂતરીના ક્લેવરમાં ચમકતી શ્વેત દંતપંક્તિઓ જ જોઈ હતી અને તેની પ્રશંસા કરી હતી.

સંસ્કૃતમાં એક શ્લોક છે. તેના છેલ્લા ચરણમાં કહ્યું છે કે,

એકાદ પણ સાચો ગુણવિકાસ સઘળા દોષોનો નાશ કરે છે. કેવડો કર્કશ છે, જંગલી છે, તેમાં સર્પનો વાસ છે, તેને ફળ બેસતું નથી. આ બધા માઇનસની સામે તેનો એક મોટો પ્લસ પોઇન્ટ એ છે કે તે સુગંધીદાર છે. આ ગુણને કારણે સહુ તેને ઘરમાં રાખે છે.

  • આપણે સ્વદુષ્કૃતો ગર્હા કરીએ પરસુકૃતોની (ગુણોની) ભારોભાર અનુમોદના કરીએ.

દોષોના રાજા પરદોષદર્શન તેમજ​ સ્વગુણદર્શન છે, આ બે એક સિક્કાની બે બાજુની જેમ સદા સાથે રહે છે.

  • ગુણોનો રાજા સ્વદોષદર્શન છે. પરગુણદર્શન છે.
  • આ બે ગુણોને પોતાના જીવનમાં સૌથી પ્રથમ આત્મસાત કરવા જોઈએ.
  • તેમ કરવા માટે અહંકારને ખતમ કરવો જોઈએ.
  • જો આપણને સ્વદોષદર્શન કરતાં આવડે, જો આપણે અણુ જેટલા દોષોને મેરુ જેટલા કરીને તેમને જોઇએ તો આપણો માન​વભ​વ આબાદ બની જાય પણ આવી આત્મસ્થિતિ તેને જ પ્રાપ્ત થઇ શકે જે લધુકર્મી આત્મા હોય.
  • ભારેકર્મીમાં તો અહંકાર ટન જેટલો હોય જ. તેથી તેમનામાં આ સ્થિતિ ઉદભ​વી શકે.

ગાડગે મહારાજ


  • મહારાષ્ટ્રના ગાડગે મહારાજે નાસિકની સ્કૂલના પટાંગણમાં ઊભા કરાયેલા પોતાના ફુલસાઇઝ પુતળાના કડિયાળી ડાંગથી ટુકડેટુકડા કરી નાંખ્યા હતા.
  • ટેબલ ઉપર વેચવા માટે મૂકેલા પોતાના બે હજાર રંગીન ફોટાઓને જાતે જ પંચવટીમાં જલશરણ કરી દીધા હતા.

ચક્રવર્તી ભરત


  • ચક્રવર્તી ભરતને પોતાના અવિરતિના દોષ બદલ ખૂબ ધિક્કાર રહેતો.
  • તે પોતે ક્યાંક દુર્ગતિમાં ચાલી ન જાય એટલે તેમણે ચોર્યાસી હજાર આત્મરક્ષકો રાખ્યા હતા.
  • જેઓ ભરતને રોજ ચેતવતા કે,

તમે ભલે છ ખંડના સામ્રાજ્યને જીતી લીધું હોય પણ યાદ રાખજો કે તમને મોહરાજાએ જીતી લીધા છે. તમારી ચોટલી તેણે બરોબર પકડી લીધી છે.

ધર્મદત્તમુનિ


  • ધર્મદત્તમુનિના જીવનમાં અહિંસા-ગુણ આત્મસાત થવાના કારણે તેમની પાસે જે હિંસક પશુઓ અને માનવો આવતાં તે બધા અહિંસક બની જતા..

  • તેમના સંસારી પિતાએ આ વાત સાંભળી. પુત્ર-મુનિની પાસે દોડી આવ્યા! તેમની સિદ્ધિની ભરપેટ પ્રશંસા કરી.

તે વખતે આપબડાશમાં અત્યંત ખૂંપી ગયેલા મુનિએ પિતાને કહ્યું,

હજી તમે મારી સિદ્ધિઓનું માત્ર બિન્દુ જેટલું જ જાણ્યું છે. મારા મોંએ તો શી રીતે મારી પ્રશંસા કરું, પણ સામે બેઠેલા મારા શિષ્ય પાસે જઈને બેસો એ તમને મારી સિદ્ધિના પ્રભાવની બધી વાત કરશે અને તમે આશ્ચર્યમુગ્ધ બની જશો.

  • જ્ઞાનીઓ કહે છે કે આ મુનિ સ્વગુણદર્શનના કારણે જ્ન્માંતરે સ્ત્રીવેદ પામ્યા પછી દુર્ગતિમાં બરબાદ થયા. આમ​, સ્વપ્રશંશા અને પરનિંદા ભયંકર દોષો છે.

હ​વે પછીના ભાગમાં આપણે પરદોષ વિશે વિગતથી જોઇએ…




શેર કર​વા નીચે ક્લિક કરો