🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

શું કરવાથી સચિત વસ્તુ અચિત્ત થાય?

આગળના ભાગમાં આપણે જોયું કે સચિત્ત એટલે શું? - અચિત્ત એટલે શું? હ​વે આગળ​

સચિત્ત-અચિત્ત - ૨


શું કરવાથી અચિત્ત થાય?

  • ઘઉં, બાજરી વગેરે આટો થવાથી, શેકવા કે રાંધવાથી અચિત્ત બને છે.
  • ધાણા, જીરૂ, સુવા, અજમો વગેરે ખાંડવાથી કે અગ્નિનું શસ્ત્ર લાગવાથી અચિત્ત બને છે.
  • વરીયાળી સુકી હોય તો તે પણ શેકવાથી અચિત્ત બને છે.
  • ચોક-ખડી પાણીમાં ઉકાળી સુકવવાથી અચિત્ત બને છે.
  • લીલા દાંતણ સુકાં થવાથી અચિત્ત બને છે.
  • લીંબડાના પાન કઢીમાં રંધાયા હોય તો અચિત્ત બને છે.
  • તુલસી વગેરેના પાન ગરમ ઉકાળા વગેરેમાં બાફવાથી અચિત્ત બને છે.
  • કાકડીનું શાક બરાબર સીઝવવા (રાંધવા) માં આવે તો તે અચિત્ત બને છે.
  • બરાબર ત્રણ ઉકાળા કરેલ પાણી શિયાળામાં ચાર પ્રહર સુધી, ઉનાળામાં પાંચ પ્રહર સુધી અને ચોમાસામાં ત્રણ પ્રહર સુધી અચિત્ત રહે છે, તે પછી સચિત્ત બને છે. જો તે પહેલા ચૂનો ભેળવી દેવામાં આવે તો તે પાણી બીજા ૭૨ કલાક સુધી અચિત્ત રહે છે.
  • લીલા ચણા, મકાઈ, ઘઉં વગેરે બાફવાથી અચિત્ત બને છે.
  • શેકેલ ચણા તથા જુવારની ધાણી રેતીમાં ભુંજાય તો અચિત્ત થાય.
  • જામફળને અગ્નિનું શસ્ત્ર લાગે તો જ અચિત્ત થાય છે, છતાં શાક વગેરેમાં જામફળના કઠણ બી ગળતા નથી અને સચિત્ત રહે છે તેથી તેનો સર્વથા ત્યાગ કરવો.
  • પાકા કેળા લુમથી જુદા પડયા પછી અચિત્ત બને છે.

૨ ઘડી પછી થતું અચિત્ત: (૨ ઘડી =‌ ૪૮ મિનીટ)

  • કોથમીરની ચટણી કે ફુદીનાની ચટણીમાં મીઠું સચિત્ત હોય તો પણ બન્ને ખૂબ ઘુંટાયાથી પરસ્પર શસ્ત્ર બનીને બન્ને ય બે ઘડી પછી અચિત્ત બને છે.
  • દાડમનો અને શેરડીનો રસ કાઢયા પછી બે ઘડીએ અચિત્ત બને છે.
  • કેરીનો રસ ગોટલો જુદો પડયાં પછી બે ઘડીએ અચિત્ત બને છે.
  • જાંબુ, રાયણ, બોર, લીલી બદામ, લીલી દ્રાક્ષ, જરદાળુ વગેરે ઠળીયા કાઢ્યા પછી બે ઘડી બાદ અચિત્ત થાય છે.
  • પાકા સર્વ ફળો જેવાં કે ચીભડાં, સકર-ટેટી, પપૈયું, સફરજન, મોસંબી, ચીકુ, નારંગી વગેરે બધા બી કાઢયા પછી બે ઘડી બાદ અચિત્ત થાય છે.
  • પાકી આંબલી, ખારેક, ખજૂર, કાળી દ્રાક્ષ, રાતી દ્રાક્ષ વગેરે બી કાઢયા પછી બે ઘડી બાદ અચિત્ત થાય છે
  • બદામ, અખરોટ મીંજ કાઢયા પછી બે ઘડી પછી અચિત્ત થાય છે.
  • સોપારી ભાંગ્યા પછી બે ઘડી બાદ અચિત્ત બને છે.
  • ગુંદર ઝાડ ઉપરથી ઉતાર્યા પછી બે ઘડી બાદ અચિત્ત બને છે.
  • શ્રીફળ (નાળિયેર) નું પાણી કે ટોપરૂં છૂટું પાડ્યા પછી બે ઘડી બાદ અચિત્ત ગણાય.
  • સાકરનું પાણી બે ઘડી પછી અચિત્ત થાય છે, જો કોઇ વાર ઉકાળેલા પાણીની વ્યવસ્થા ના હોય તો સાકરનું પાણી અચિત્ત કરીને વાપરી શકાય. (તપમાં નહીં)
  • પીસ્તા, જાયફળ ઉપરના છોડામાંથી કાઢ્યા પછી બે ઘડી પછી અચિત્ત થાય છે.

મીઠું: સચિત્ત-અચિત્ત

  • કાચુ મીઠું નવા માટલામાં ભરી તેની ઉપર માટીની ઢાંકણી મૂકી, તેને કાચી ચીકણી માટીથી પેક કરી કુંભારના ઈંટના નિભાડાની વચમાં પકવવામાં આવ્યું હોય કે સખત ભઠ્ઠીમાં પકવવામાં આવ્યું હોય તો તે ૨-૪ વર્ષ કે તેથી પણ વધારે વખત અચિત્ત રહે છે.
  • તાવડી ઉપર બરાબર રીતે શેકેલું કે ચૂલે પાણીમાં ઓગાળીને ચાસણી કરીને પકાવેલું મીઠું ચોમાસામાં ૭ દિવસ, શિયાળામાં ૧૫ દિવસ અને ઉનાળામાં ૩૦ દિવસ સુધી અચિત્ત રહે છે, પછી સચિત્ત થઈ જાય છે.

જો મીઠું થોડીવાર શેકીએ તો અચિત્ત થાય?

  • ના, ન થાય. કારણ કે, મીઠાની યોની એટલી બધી સૂક્ષ્મ છે તેના માટે શાસ્ત્રકારોએ શ્રી ભગવતી સૂત્રના ૧૯ માં શતકનાં ત્રીજા ઉદેશામાં ફરમાવ્યું છે કે,

ચક્રવર્તિની દાસી વજ્રમય શીલા ઉપર વજ્રના લીસોટાથી મીઠું એકવીસ વાર વાટે, તો પણ તેમાંના કેટલાંક જીવોને કંઇ અસર થતી નથી.

  • માટે થોડી વાર શેકીને ઉપયોગ કરે તો તે મીઠું અચિત્ત થતું નથી. જો અગ્નિનું શસ્ત્ર બરાબર લાગે તો જ અચિત્ત થાય છે.
  • અચિત્ત મીઠું કાઢતી વખતે કોરા હાથ કરીને કાઢવું.
  • સચિત્ત પાણીનું એક ટીપું માત્ર અચિત્ત મીઠામાં પડી જાય તો તે સચિત્ત થઇ જાય છે.



શેર કર​વા નીચે ક્લિક કરો