🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩૮: અનાર્યદેશમાં જન્મેલા આદ્રકુમારને વીતરાગ પ્રભુદર્શન અને સંયમ સાધના એવા કિંમતી લાગ્યા કે બીજું બધુ તુચ્છ લાગ્યું...

ગઇ કાલના ભાગમાં આપણે રાવણની પ્રભુભકિત વિશે જોયું…

આ ભાગમાં આપણે શ્રેષ્ઠ ભકિત કરનારા સુદર્શન તેમજ આદ્રકુમાર વિશે જોઇએ…

૧૬C. ભક્તિ કેવી?


સુદર્શનની ભક્તિ

  • મહાવીર ભગવાન વિચરતા વિચરતા એક નગર બહાર પધાર્યા છે એમના દર્શને સુદર્શન શ્રાવકને જવું છે, પરંતુ માતાપિતા કહે

“ભાઈ હજી અર્જુનમાલીએ સાત હત્યા પૂરી કર્યાનો ઘંટ નથી વાગ્યો, તેથી ઘરની બહાર નીકળવામાં ભય છે કે એ આકાશમાંથી નીચે ઊતરીને મોગરના ઘાથી મારી નાખે!”

  • ત્યારે સુદર્શન કહે

“બાપુ ફિકર ન કરો, પ્રભુની દયાથી કશો વાંધો નહિ આવે, મારે તો પ્રભુ પધાર્યાનું સાંભળ્યા પછી પ્રભુનાં દર્શન વિના બેસી રહેવાય નહિ, કે બીજું કશું કામ થાય નહિ. આપ મારા માથે હાથ મૂકો, આશીર્વાદ આપો જેથી મારે હેમખેમ દર્શન થાય.”

  • સુદર્શન કહીને ચાલ્યો, અધરસ્તે સામે ઉપર આકાશમાંથી અર્જુનમાલી મોગર ઉલાળતો આવતો દેખાયો.
  • સુદર્શનને કોઈ પસ્તાવો નથી કે “હાય ક્યાં આ જોખમમાં આવ્યો?” એ તો વિચારે છે “મારે પ્રભુદર્શનની તીવ્ર ભાવના છે, એમાં કદાચ અહીં મૃત્યુ પણ​ થઈ જાય તો ધન્ય મૃત્યુ ધન્ય અવતાર” આ જગતમાં મોત તો ઘણા દેખ્યા, પરંતુ આવું પ્રભુદર્શનની ભાવનામાં મૃત્યુ ક્યારેય નહિ મળ્યું હોય! નહિતર તો મારા આત્માનો ઉદ્ધાર થઈ ગયો હોત….
  • આમ વિચારી સુદર્શન ત્યાં અનશન કરી કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભો રહી જાય છે અને ત્યાં ચમત્કાર એવો થયો કે સુદર્શનના ધર્મતેજથી અર્જુન માળીના શરીરમાં રહેલો દેવ અંજાઈ ગયો, તે ત્યાંથી ભાગી જ ગયો ને અર્જુનમાળી ઊંચેથી નીચે જમીન પર પડયો.
  • ઊઠીને સુદર્શન પાસે આવ્યો, મહાન શ્રાવક સુદર્શન એને સમજાવીને મહાવીર પરમાત્મા પાસે લઈ ગયો, ત્યાં અર્જુન માળીએ પ્રભુ પાસે શરણું માગ્યું, ચારિત્ર માગ્યું, ને પ્રભુએ એને ચારિત્ર-દીક્ષા આપી.
  • સુદર્શનની પ્રભુદર્શનાર્થે આ ઝંખના હતી કે આવા ધોર હત્યારા અર્જુન માળીથી પોતાની હત્યા થવાનો ભય ભલે હોય, પણ પ્રભુ પધાર્યા છે તો પહેલુ કામ પ્રભુના દર્શન કર​વાનું તે કર​વાનું. સુદર્શનની જેમ આપણને કોઇ આફત ન દેખાતી હોય છતા પહેલું કામ પ્રભુ દર્શનનું એમ હૈયામાં નિર્ધાર ખરો?

આદ્રકુમારની ભક્તિ

  • આદ્રક દેશ જયાં હાલ કાબુલ છે, ત્યાં આદ્રક રાજા રાજ્ય કરતા હતા અને તેમને આદ્રકુમાર નામનો ગુણ​વાન પુત્ર હતો.
  • એક વખત આદ્રક રાજાની સભામાં શ્રેણિક રાજાના મંત્રીઓ આવ્યા અને તેમને શ્રેણિક રાજાએ મોકલેલી કેટલીક ભેટો ધરી.
  • આદ્રક રાજાએ પણ કહ્યું,

“હું તમોને મારા દેશની ઉતમ વસ્તુઓ આપુ છુ તે મારા મિત્રને આપશો…”

  • ત્યારે આદ્રકુમારે પેલા મંત્રીઓને કહ્યું,

“તમારા રાજાના પુત્ર - અભયકુમારને મારા વતી ભેટ આપજો”

  • અભયકુમાર વૈરાગ્ય વાસિત હતો.. તેથી તેને વિચાર કર્યો કે મારે આદ્રકુમારને પ્રભુની એક સુંદર પ્રતિમા આપ​વી.એટલે ફરી જ્યારે મંત્રીઓ જતા હતા ત્યારે અભયકુમારે કહ્યું,

“આદ્રકુમારને કહેજો કે આ ભેટ તે ખાનગીમા જુએ”

  • આદ્રકુમારને જ્યારે ભેટ મળી ત્યારે તેને અનેક તર્ક​-વિતર્ક થયા અને જ્યારે પેટી ઉધાડી ત્યારે તેને પ્રભુની પ્રતિમા જોઇ, પહેલા તો તેને કંઇ ખબર ના પડી, પણ જ્યારે ધારી-ધારી પ્રતિમા ને ફેર​વી ફેરવી જેમ જેમ વિચાર કરતો ગયો તેમ તેમ તેનું મગજ ઘેરાતું ગયું અને થોડી વારે ભાન ભુલી મુર્છિત થઇ પડયો….
  • ત્યાર બાદ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું.
  • જ્યારે તે મુર્છામાથી બેઠો થયો અને મનમા બોલ્યો,

“અભયકુમાર તું મારો સાચો મિત્ર, હું પુર્વભ​વ મા મગધ દેશના વસંતપુર ગામમાં સામયિક નામે ખેડુત હતો અને મારે બંધુમતી નામે પત્ની હતી… સંસારથી એક વખત અમને ઉદ્વેગ જાગ્યો… અને અમે બંને એ ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા લીધી… બંધુમતી સાધ્વીઓ સાથે વિચર​વા લાગી.. અને હું ધર્મઘોષસૂરી સાથે વિચર​વા લાગ્યો… વિહાર કરતા કરતા અમારો એક બીજાનો ભેટો થયો… બંધુમતીમાં વૈરાગ્યનું તેજ હતું અને મને ફરી ગૃહ​વાસ સાંભર્યો… અને હું માર્ગ ભુલી ગૃહ​વાસ સ્વીકારવા તૈયાર થયો…

  • બંધુમતીએ આ વાત જાણી અને તેને થયું, “ચિંતામણી રત્ન જેવું ચારિત્ર શા માટે ફેંકી દો છો? મદિરા માણસને ગાંડો બનાવે તેમ વિષય પણ માણસને ગાંડો બનાવે છે… વિષયીને થોડું જ હિતાહિતનું ભાન હોય છે? અને હું જે કહીશ તે રાખમાં ઘી નાખ્યા બરાબર છે.. કારણ કે લુખી રાખ ઘી નાખ​વાથી ચીકણી નહીં જ બને… વિષયથી ધેરાયેલા મારા વચનથી તે પાછા નહીં વળે આમ મારૂ દર્શન જ ત્યાગમાં તેમને અંતરાય રૂપ નીવડ્યું”
  • આમ વિચારોમાં ને વિચારોમાં સાધ્વીએ અનશન કરી દેહ ત્યાગ કર્યો…
  • અને આ વાત જ્યારે મે સાંભળી કે મારી સંયમ રક્ષા ખાતર તેણે જીવ દીધો… ત્યારે મને થયું સતિઓ મરેલા પતિ પાછળ મરે છે… પણ તે તો સંયમથી મરેલા મારી પાછળ પ્રાણ આપી મને સજીવન કર્યો છે… પણ હું મહાપાપી! વિષયી! સાધ્વીનો હત્યારો!
  • મે અન્ન​-પાણી નો ત્યાગ કર્યો અને સંયમ વિરાધ્યું તેના પ્રતાપે હું મરી અનાર્ય દેશમાં ઉતપન્ન થયો ત્યાર બાદ આદ્રકુમારે પ્રતિમાની પૂજા કરી અને ફરી સંયમ લઇ શ્રેય સાધ​વાનો સંકલ્પ કર્યો…
  • આદ્રકુમારનું હ્રદય પલટાયું અને તેને અભયકુમારને મળ​વાની ઇચ્છા થઇ… એટલે પિતાજીને કહ્યું મને ભારત જ​વાની રજા આપો…
  • ત્યારે રાજા કહે છે,

“તું અમારો એક નો એક પુત્ર છે હું તને અળગો કરી શકું તેમ નથી અહીં રહી તું અભયકુમારને ભેટ મોકલ​..”

  • પણ પિતાની આ વાત આદ્રકુમારને ન ગમી તે રાજા સમજી ગયો. તેથી ૫૦૦ સુભટોને પુત્રનું ધ્યાન રાખ​વાથી સુચના આપી. શરૂઆતમાં સુભટો પુરેપુરી તકેદારી રાખતા. પરંતુ દિવસો જતા કુમારે તેમને વિશ્વાસ બેસાડ્યો અને કોઇક વાર ઘોડા દોડાવતા તે વિખુટો પડી જતો પણ પાછો એક બે કલાકમાં આવી જતો આથી સુભટોને પુરો વિશ્વાસ બેસી ગયો.
  • એક વખત આદ્રકુમારે વિચાર્યુ, બે ત્રણ કલાકનું અંતર ભારત પહોંચ​વા માટે હોડીમાં જ​વા પુરતું છે… તેથી એકવાર હોડી ભારત તરફ હંકારી તેણે વિચાર્યુ પુર્વભ​વમાં મે સંયમ વિરાધ્યું અને મળેલો માનવભ​વ હારી ગયો હતો તો આ ભ​વમાં શા માટે વિલંબ કરું? તેણે પ્રતિમા કોઇકને સોંપી અને સંયમ લેવા તૈયાર થયો અને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું.

  • આમ​, આદ્રકુમારને પૂર્વભ​વ અને ત્યાં પાડેલું સંયમ ખ્યાલમાં આવી ગયું અનાર્યદેશમાં જન્મેલાને વીતરાગ પ્રભુદર્શન અને સંયમ સાધના એવા કિંમતી લાગ્યા કે બીજું બધુ તુચ્છ લાગ્યું, તે દેશ મૂક્યો, કુટુંબ મૂક્યું, રાજવૈભ​વ મૂકી અનાર્યદેશમાંથી અહીં આર્ય​દેશમાં આવી, ચારિત્ર સંયમ લઇ લીધું અનાર્યદેશમાં જન્મેલો પ્રભુદર્શનમાંથી કેટલો આગળ વધી ગયો આર્યદેશમાં જન્મેલા આપણે પ્રભુદર્શન કેટલી હોંશથી કરીએ છીએ?

હ​વે પછીના ભાગમાં પ્રભુ પ્રત્યેની આપણા ભકિત-પ્રેમ કેવા હોવા જોઇએ? એ વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો