ભાગ ૩૯: પ્રભુ પ્રત્યેની આપણા ભકિત-પ્રેમ કેવા હોવા જોઇએ?...
આપણે આગળના ભાગોમાં દેવપાલ, અર્હનક શ્રાવક, રાવણ, સુદર્શન અને આદ્રકુમાર ની શ્રેષ્ઠ ભકિત વિશે જોયું…
આ ભાગમાં આપણે પ્રભુ પ્રત્યેની આપણા ભકિત-પ્રેમ કેવા હોવો એ વિશે જોઇએ…
૧૬D. ભક્તિ કેવી?
- અનંતા જન્મ મરણ આપણે કર્યા, દુ:ખો વેઠયા, સુખો માટે ખુબ જ મહેનત કરી છતા સાચું સુખ નથી મળી શક્યું તે સાચુ સુખ પરમાત્મા એ બતાવેલા માર્ગે ચાલવાથી પ્રાપ્ત થશે અને એ માર્ગ જ પરમાત્માનો ઉપકાર છે અને એને જ પરમાત્મા ઉપકારી લાગશે.
- પરમાત્માએ બતાવેલો માર્ગ જે જાણે તેને અવશ્ય પરમાત્મા ગમે. આવો જીવ પરમાત્મા ભક્તિ માટે શું ન કરે? એક માં પોતાના દિકરાના પ્રેમમાં જે કરે છે તે આપણે હીરાકણી ના દ્રષ્ટાંતમાં જોઇએ.
હીરાકણી દ્રષ્ટાંત
- હીરાકણી નામની સ્ત્રી એકવાર કંઇક કામ માટે નગરની બહાર સંધ્યાકાળે ગઇ હતી અને પાછા ફરતા મોડું થઇ ગયું હતુ ત્યારે નગરના કિલ્લાના દરવાજા બંધ થઇ ગયા.
-
પહેલાના સમયમાં નગર કિલ્લાવાળા રહેતા અને રોજ સાંજે ચોક્કસ સમયે તે કિલ્લાના દરવાજા બંધ થઇ જતા અને સવારે ખુલતા. જેનાથી ચોર-શત્રુ વગેરેથી સુરક્ષા રહેતી.
-
હીરાકણીને મોડું થઇ જવાથી દરવાજા તો બંધ થઇ ગયા એટલે તેણે દ્રારપાલને દરવાજો ખોલી આપવા વિનંતી કરી પણ દ્રારપાલ કહે છે રાજાની આજ્ઞાની ઉપરવટ જઇને હું દરવાજો ખોલી ન શકું.
- હીરાકણી કહે છે,
મારો દીકરો એકદમ નાનો છે, જો હું તેને હું આખી રાત સ્તનપાન નહીં કરાવું તો તે ભૂખ્યો-તરસ્યો મરી જશે.
- છતા દ્રારપાલ ના જ પાડે છે એટલે હીરાકણી નગરીને ફરતા કિલ્લાની ચારે બાજુ ફરે છે, જો ક્યાંકથી અંદર જવાનો રસ્તો મળી જાય તો કામ થઇ જાય.
- નગરીની ત્રણ બાજુ કિલ્લો જ હતો પણ એક બાજુ ડુંગર હતો પણ તે ડુંગર એટલો બધો ખતરનાક હતો કે એની ઉપર ચડીને કોઇ જ નગરમાં આવી ન શકે એટલે જ રાજાએ ત્યાં કિલ્લો બંધાવ્યો ન હતો.
- હીરાકણીને પૂત્રનો પ્રેમ જબરજસ્ત હતો આથી ડુંગર ઉપર સડસડાટ ચડી ગઇ અને બીજી બાજુ નગરીમાં ઉતરી ઘરે પહોંચી ગઇ.
-
જ્યાં કોઇ માણસ ચડી ન શકે ત્યાં હીરાકણી રાત્રીના અંધારામાં ચડી ગઇ અને બીજે દિવસે સવારે પાણી ભરવા નગરીની બહાર જતી હતી ત્યારે દ્રારપાલ તેને જોઇ ગયો અને પુછ્યું કે તું રાત્રે તો બહાર હતીને? અંદર ક્યાંથી ગઇ? શું કિલ્લામાં ક્યાંય બાકોરૂં પડેલું છે?
- હીરાકણી કહે છે,
દીકરાની ચિંતામાં હું આખો ડુંગર ચડીને નગરમાં પહોંચી ગઇ.
- આમ કહીને હીરાકણી તો નીકળી ગઇ પણ દ્રારપાલ ચિંતામાં પડ્યો, તેને થયું જો એક સ્ત્રી આ ડુંગર ચડી શકે તો શત્રુ કે ચોર માટે તો ડુંગર ઓળંગવો રમતવાત ગણાય.
- એટલે એ ગયો રાજા પાસે, અને રાજાને બધી વાત કરી.
- રાજા કહે,
આવું બને જ નહીં. આજ સુધીમાં કોઇ દુશ્મન પણ આ ડુંગરને ઓળંગી આ તરફ આવ્યો નથી તો એક સ્ત્રી રાત્રીના અંધારામાં કેવી રીતે આવી શકે..
-
દ્રારપાળ કહે છે કે, તે સ્ત્રીએ ખુદે મને વાત કરી છે,
- એટલે રાજા હીરાકણીને બોલાવીને પૂછે છે, તું રાત્રે ડુંગર ચડીને આ તરફ આવી છે?
- હીરાકણીએ સહજતાથી હા કહી. રાજાને વિશ્વાસ થતો નથી એટલે હીરાકણીને લઇને ડુંગર પાસે પહોંચ્યો અને તેણે હીરાકણીને કહ્યું, ફરીથી આ ડુંગર ચડી બતાવ! ડુંગર જોઇને જ હીરાકણીના તો મોતીયા મરી ગયા.
- હીરાકણી: આ ડુંગર હું ચડી શકું નહીં
-
રાજા: કેમ રાત્રે ચડી હતી ને?
- પણ હીરાકણીને તો પર્વત સામે નજર કરી અને ચક્કર આવવા લાગ્યા અને તેણે રાજાને કહ્યું કે હું આ ડુંગર ચડી જ નહીં શકું.
- આના ઉપરથી આપણે એ સમજવાનું છે કે, દિકરા પ્રત્યે પ્રેમ હોવાથી દિકરા પાસે પહોંચવા માટે અશક્ય એવા ડુંગરને પણ હીરાકણી ચઢી ગઇ. આમ, એ કામ સહેલું બની ગયું. આપણે પણ પરમાત્મા પ્રત્યે પ્રેમ કેળવવાની જરૂર છે. આમ જો પ્રેમ પાવરફૂલ હોય તો સત્વ આવી જાય અને ધાર્મિક ક્રિયા પણ પાવરફૂલ બને.
હવે પછીનાં ભાગમાં આપણે ભકિત અને બહુમાન ના ભેદનું દ્રષ્ટાંત જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶