🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૫૮: શું આપ શાલિભદ્રના વૈભ​વ વિશે જાણો છો?

આગળનાં ભાગમાં આપણે દશાર્ણનગરના રાજા દશાર્ણભદ્રનું દ્રષ્ટાંત જોયું…

૨૨E. અહંકાર​


આપણે ભાગ ૪૪ માં જોઇ ગયા કે સંગમે ગદગદ દિલે ખીર વહોરાવી અને અનુમોદનાથી કર્મોની નિર્જરા કરી બીજા જન્મમાં એ મહાસમૃધ્ધ શાલિભદ્ર થયો….. અહીં આપણે શાલિભદ્રનો EGO(અહંકાર) કઇ રીતે Hurt થાય છે અને તેનાથી શું થાય છે તે આપણે જોઇશું….

પ્રકૃષ્ટ પુણ્યશાળીઓને ધન કમાવું પડતું નથી હોતું તેમને તે તેમનું પૂણ્યજ તેમને સંપત્તિ અને વૈભવ આપે છે.

 • તેવા પૂણ્યશાળીઓમાં પરમ પ્રકૃષ્ટ શાલિભદ્રને જન્મ રાજગૃહીના કરોડપતિ શેઠ ગોભદ્ર​ અને ભદ્રાને ત્યાં થયો હતો. ભદ્રાની કુક્ષિમાં આ જીવ અવતર્યો એટલે ભદ્રાએ સ્વપ્નમાં શાલિનું ભરેલું ખેતર દેખ્યું.
 • પુત્રના જન્મ બાદ સ્વપ્નને અનુસરી શેઠે તેનું નામ “શાલિભદ્ર” રાખ્યું.
 • શાલિભદ્ર પાંચ ધાવમાતાઓથી જતન કરાતો… મોટો થયો અને એક પછી એક બત્રીસ સ્ત્રીઓ પરણ્યો.
 • ગોભદ્ર શેઠે પોતાની પુત્રી સુભદ્રાને ધન્ના સાથે અને પુત્ર - શાલિભદ્રને ૩૨ કન્યાઓ સાથે પરણાવ્યો….
 • કરોડોની સંપતિથી ભરપુર ઘર શાલિભદ્રને સોંપી ગોભદ્ર શેઠે દિક્ષા લીધી…
 • ભદ્રાશેઠાણીને પુત્ર મોહને લીધે દીક્ષા ઉદય ન આવી. તે હમેશાં પુત્રની સારસંભાળમાં પરોવાયેલા રહેતાં. થોડાક દિવસના સુંદર ચારિત્રે ગોભદ્ર​ને મહર્ધિક​ દેવ બનાવ્યા.
 • ગોભદ્રે દેવગતિ પામી પૂર્વભવને યાદ કર્યો તે તેને શાલિભદ્ર સાંભર્યો. તેની ઉપર તેને મોહ​ જાગ્યો.

ધનવૈભવથી ભરેલ ઘર છતાં સુકોમળ ભોળો શાલિભદ્ર માન​વજીવનની રોજની જરૂરિયાતો માટે સામગ્રીઓને મેળ​વ​વાં શા માટે પ્રયત્ન કરે?

હું એને મનુષ્યજીવનમાં દેવ જેવું સુખ કેમ ન આપું?

 • એકમાં ઘરેણાં, બીજામાં સુંદર વસ્ત્રો અને ત્રીજામાં મધુર મિઠાઇઓ. રોજ આ ન​વ્વાણું(૩૩X૩) પેટીઓ શાલિભદ્રને ઘરે આવે.. બત્રીસ સ્ત્રીઓ અને તેત્રીસમાં શાલિભદ્ર તેનો ઉપભોગ કરે…
 • આજનાં વસ્ત્રો કાલે નહીં, આજના ઘરેણા કાલે નહીં તેવો વૈભવ શાલિભદ્રનો હતો….
 • આ ઉતરેલા વસ્ત્રો અને ઘરેણાં નાખ​વા માટે બે કુવા રાખ્યાં… કે જે ઉતરે તે તેમાં નાખી દેવાય​…

“લ્યો કંબલ લ્યો કંબલ​” બુમો પાડતા… ચાર નેપાળી વેપારીઓ શ્રેણીકનાં મહેલ પાસેથી પસાર થયા…

 • મહારાણી ચેલણાએ તેમને થોભાવ્યાં… અને તેમને એક કંબલની કિંમત પૂછી.
 • રાજમાતા ! આ કંબલ રત્નકંબલ છે. તેની કિંમત સવાલાખ સોનૈયા છે.

 • કંબલની વિશેષતાઓ (મહત્તા) સમજાવતાં વૃદ્ધ વ્યાપારીએ કહ્યું.

ચોમાસામાં વરસાદથી ભીંજાતી નથી.
ઉનાળામાં ઠંડક આપે છે.
શિયાળામાં ગરમી આપે છે.
અગ્નિથી બળતી નથી.
તે ત્રણેય ઋતુનાં રોગો હરે છે.
સદા શુદ્ધ રહે છે.

 • રાણી કંબલ ખરીદવાની માગણી કરે તે પહેલાં જ શ્રેણિકે વ્યાપારીઓને કહ્યું

વ્યાપારીઓ ! કંબલના ગુણ તે હશે પણ પહેરતાં જ ભરવાડ જેવા દેખાય તે કંબલરત્ન સવા લાખે લઈએ તે કરતાં સવાલાખ સોનામહોરે પુરૂષરત્ન કેમ ન સંઘરીયે કે જે અવસરે માર્ગ કાઢે.

 • વેપારીઓ ખુબજ નિરાશ થઇ ગયા…
 • રાજાએ આટલી કિંમતી શાલો ખરીદ​વાની ના પાડી તો લોકો પાસે તો આ ખરીદ​વાની સંપતિ તો ન જ હોય​…તેમ​ તેમાનો એક વેપારી બોલ્યો..
 • તેથી આ નગરમાંથી કોઇ આ શાલ ખરીદી નહીં શકે એમ માની પાછા ફર​વાનું નક્કી કર્યું…

 • આ શબ્દ નીચેના માળની ગોખે બેઠેલાં ભદ્રા શેઠાણીને કાને પડયા.

શેઠાણીએ દાસીદ્વારા વેપારીઓને બોલાવ્યા અને પુછયું શું વેચવા આવ્યા છો ?

 • માતાજી રત્નકંબલો.

શેઠાણી તે રત્નકંબલો લે છે કે નહીં તે આપણે આગળનાં ભાગમાં જોઇશું….
શેર કર​વા નીચે ક્લિક કરો