🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૬૧: શું આપ શાલિભદ્રના વૈભ​વ વિશે જાણો છો?

આગળનાં ભાગમાં આપણે જોયું કે, એક પછી એક માળ ચડતાં શ્રેણિક રાજા, મનુષ્યગતિનો પામર માનવી, એક પછી એક દેવલોકમાં જતો હોય તેમ તેને લાગ્યું. ચોથે માળે રાજા સિંહાસન ઉપર બેઠો. 

તેણે આસપાસ નજર કરી ભદ્રાશેઠાણીને પુછ્યું,  


શાલિભદ્ર કયાં ? 

મહારાજ ! બોલાવી લાવું. ઉપર તે સાતમે માળે છે ! 

પછી ભદ્રામાતા ઉપર સાતમે માળે શાલિભદ્રને બોલાવા જાય​ છે….

હ​વે આગળ​

૨૨H. અહંકાર​


 • પુત્ર ! આપણે ત્યાં શ્રેણિક રાજા પધાર્યા છે તેને તું ઓળખી પરિચય કર.
 • માતા ! એમાં મને શું પુછો છો?
 • શ્રેણિક હોય​, રાજા હોય કે ગમે તે હોય, તેની જરૂર હોય તો આપ વેચાતો ખરીદી લો અથ​વા તો વખારમાં નાખો.

આમ​, રાજા સબંધી પણ કોઇ વિકલ્પો જાગતા નથી કે વિચાર આવતા નથી એટલું સુખ એને છે.

 • મારે કાંઈ ઓળખ નથી કરવી અને પરિચય પણ​ નથી કરવો.

પુત્ર ! શ્રેણિક કાંઇ કરિયાણું નથી !!! કે આપણે વેચાતા લઇ લઇએ…

એ તો આપણા સ્વામિ, આપણા મહારાજા, આપણા નાથ​… એની મરજીએ આપણે ઘડીકમાં ઉખડી જઈએ…

 • શું માતા શ્રેણિક આપણો ઉપરી છે ? આપણો સ્વામિ ?
 • એની મરજીએ આપણે ઘડીકમાં રોળાઈએ, આપણે પામર?

 • શાલિભદ્રજીને આ શબ્દો હૈયામાં વાગ્યા છે. મારૂં સુખ કોઇકના હાથમાં છે, સ્વાધીન નથી.

માતાને લાગ્યું કે પુત્રને હું વધુ સ્પષ્ટ કરી દુ:ખી ન કરૂં…તેથી તેણે કહ્યું,

તું મારી સાથે ચાલ​.

 • શાલિભદ્ર અને ભદ્રા નીચે આવ્યાં.

 • મોર મેહ માટે તલસે તેમ તેના દર્શન માટે તલસતા શ્રેણિકે શાલિભદ્રને જોવા મુખ ઉંચું કર્યું…અને આખા પરિવારમાં વિજળીના ઝબકારો ક્ષણિક સૌને અજવાળે તેમ બધાને તેણે અજવાળ્યા….

 • શ્રેણિક ઉભો થયો શાલિભદ્રને ભેટયો… ત્યાં તો અગ્નિના સંપર્કથી માખણ ઓગળે તેમ તેને પરસેવાની રેલમછેલ રેલાં ઉતર્યા.

શ્રેણિકે શાલિભદ્રને છૂટો કર્યો અને કહ્યું,

પુત્ર યથેચ્છ વૈભવ ભોગ​વ​. આવા વૈભવથી અમે અને રાજગૃહી ગૌરવવંત છીએ…

રાજાને સ્નાન, ભોજન માટે નિમંત્રણ આપ્યું.

 • સ્નાન કરતાં રાજાની મુદ્રિકા પડી ગઈ….
 • ચકોર દાસી સમજી ગઇ કે રાજાની મુદ્રિકા ખોવાઈ છે.
 • તેણે તરત જ નિર્માલ્યના કુવામાંથી આભુષણો બહાર કાઢયા…
 • સોના હિરાના ઝળહળતા દાગીનામાં લોખંડની કડી જેવી રાજાની મુદ્રિકા દેખાઈ…

રાજાએ પુછયું

આ દાગીના કોના?

દાસીએ કહ્યું

રાજેશ્વર ! રોજ પહેરી, કાઢી નાંખેલ શાલિભદ્ર અને તેની સ્ત્રીઓના.

 • આ પછી રાજા ભોજન કરી પોતાના આવાસે ગયો…પણ જીવનપર્યત શાલિભદ્રની સમૃદ્ધિ વિસરી ન શકયો…

રાજા ગયો પણ શાલિભદ્રના મનમાંથી રાજા ન ખસ્યો…

 • મારો ઉપરી રાજા, હું પ્રજા એમ ધીરે ધીરે ઉપરી વિચારીને તેનો ઇગો હર્ટ થવા લાગ્યો… આ સમૃદ્ધિ આ વૈભવ તેની મરજીએ રોળાય તો વૈભવ શા કામનો?
 • શાલિભદ્ર​એ ત્યાંજ નિર્ણય કર્યો કે આ બધી સમૃદ્ધિ ન જોઈએ.

પણ હ​વે શાલિભદ્રના હૈયામાં ચેન નથી પડતું. મારૂં સુખ પણ મારા હાથમાં નહીં?

 • આ વિચાર એમના ચિત્તમાં સ્થિર બન્યો છે. એમને થયું કે મારૂં પુણ્ય નબળું છે.
 • આ સુખમાં મજા નહીં જેમને અત્યંત સુંદર એવી ૩૨ પત્નીઓ હતી, બે હાથ જોડીને જે સદાય એમના ચરણોમાં ઉભી રહેતી હતી. માં પણ અત્યંત પ્રેમાળ છે. સુખ એટલું છે કે સાતમા માળથી કદી નીચે નથી ઉતર્યા. આવા સુખમાં પણ એમને ખામી લાગી, પરાધીનતા લાગી.
 • એમણે વિચાર્યું કે મારે આ સુખ ન જોઇએ. મારે તો એવું સુખ જોઇએ જેના માટે બીજા કોઇની મને આધીનતા ન હોય, એવું સુખ તો માત્ર આત્મિક સુખ જ છે.

હ​વે પોતે ચિંતનમાં ચડ્યા છે…

 • સંસાર પરથી તેમનું મન ઉઠી ગયું છે, નિર્ણય કરીને માતાને કહે છે કે મારે દીક્ષા લેવી છે.
 • વહાલસોયા દીકરાના આ વચનો સાંભળીને માં બેહોશ થઇને નીચે ઢળી પડે છે.
 • શાલિભદ્રજી આ જુએ છે પણ એક ડગલું પણ આગળ વધતા નથી, માં પાસે જતા નથી. જ્યાં પોતે ઉભા છે ત્યાં જ સ્થિર રહ્યા છે.
 • શાસ્ત્રમાં એના માટે લખ્યું છે કે,

માં બેહોશ થઇને પડી છે તો પણ શાલિભદ્રજી ટસના મસ થતા નથી. જે માતા ને દીકરા પ્રત્યે અત્યંત પ્રેમ હતો, લાગણી હતી ! દીકરાને કેવો જાળ​વ્યો છે? એ દીકરો આજે માતા બેહોશ થઇ તો પણ એને સાંત્વન પણ આપતો નથી. તો શું આ યોગ્ય કહેવાય​?

શાલિભદ્રજીના હૈયામાં વૈરાગ્ય જાગ્યો છે તેથી વિચારે છે કે મારા પ્રત્યેના તિવ્ર રાગના કારણે માતા બેહોશ બની છે. આ જગતના કોઇપણ જીવને મારાથી દુ:ખ ન પહોંચે એવી અવસ્થાને મારે પામ​વી હોય, મારી માતાને પણ વાસ્ત​વિક સુખ સુધી પહોંચાડ​વી હોય તો મારે તેનો રાગ તોડાવ​વો જ પડે. જેને પણ સુખી થ​વું છે તેને આત્મિક સુખની પ્રાપ્તિ થાય તો જ તે સુખી બની શકે. મારી માતા પણ તો જ સુખી થાય અને તેના માટે મારે દીક્ષા લેવી પડે તો હું પણ સુખી થાવ​, માતાને પણ સુખી બનાવી શકું.

માતાને તેણે વાત કરી. માતા ! મારે શ્રેણિક કે કોઇ રાજાના પ્રજા તરીકે રહેવું નથી.

હ​વે કાલે જોઇએ કે શું શાલિભદ્ર નો સંસાર છોડવાનો નિર્ણય ભદ્રામાતા સ્વીકારે છે કે નહીં?
શેર કર​વા નીચે ક્લિક કરો