ભાગ ૬૦: શું આપ શાલિભદ્રના વૈભવ વિશે જાણો છો?
આપણે ગયા ભાગમાં જોયુ કે અભયકુમારે ભદ્રામાતાને કહ્યું કે માતા ! તમારા પુત્રને રાજા નિરખવા માગે છે….
૨૨G. અહંકાર
હવે આપણે આગળ જોઇએ.
- મંત્રીવર ! પરમ અમારો પુણ્યોદય કે રાજાએ અમને યાદ કર્યા…
- પણ મારો પુત્ર જેને સુખ અને વૈભવ સિવાય કાંઇ જોયું નથી તેને કેમ બોલવું, કેમ વાત કરવી, આની કાંઈ ખબર નથી.
અહીં એવો ભ્રમ થાય છે કે શાલિભદ્રને સંસારના વ્યવહારો સંબંધી કોઇ જ્ઞાન ન હતું કારણ કે તેઓ સાતમાં માળથી નીચે ઉતર્યા જ ન હતા.. એટલે કે શાલિભદ્ર ગામડાનાં ગમાર જેવો હશે….
પરંતુ ખરેખર તો શાલિભદ્રજી પ્રખર બુધ્ધિમાન હતા. એમનું જ્ઞાન, એમની કુશળતા અને ચાતુર્ય પણ અપૂર્વ હતું…. પણ એમનું પુણ્ય જ એવું પ્રબળ હતું કે એમને માત્ર ભોગસુખો ભોગવવાના હતા.. તેના માટે કોઇ જ પુરૂષાર્થ કરવાની આવશ્યક્તા ન હતી…
- આપ યુક્તિપૂર્વક રાજાને અમારે ઘરે બોલાવી અમારું ઘર પાવન ન કરાવો ?
- હમેશાં રાજાઓ મંત્રીઓની આંખે દેખનારા હોય છે.
- અભયકુમારને આ વાત આકરી લાગી પણ વિચાર કરી કહ્યું.
તમે કોઈ ચિંતા ન કરશો હું બધું ઠીક કરી લઇશ.
અભયકુમાર રાજમહેલે ગયો અને શ્રેણિકને શાલિભદ્રને ત્યાં લાવવાના વિચારમાં પડયો.
- મહારાજ !
શું શાલિભદ્રની સમૃદ્ધિ !
શું એનો વૈભવ ! - શાલિભદ્રને અહિં નિરખવા કરતાં તો તેને ઘરેજ આપણે જઈ નિરખીએ તોજ એની સમૃદ્ધિનો ખ્યાલ આવે.
- શાસ્ત્રમાં દેવોની ઋદ્ધિ-સમૃદ્ધિનાં વખાણ સાંભળ્યા છે પણ અહિં તો દેવ એટલે શાલિભદ્ર અને દેવ ભવન એટલે શાલિભદ્રની હવેલી.
- મહારાજા ! એણે હજી નથી પગ મુકયો જમીન ઉપર કે નથી એને દુનિયાની કોઈ રીતરસમનું ભાન.
- રાજાનું મન શાલિભદ્રને ત્યાં જવાનું થયું અને ભદ્રા શેઠાણીએ વિનંતી કરી તેને રાજાએ વધાવી લીધી.
- ડગલે પગલે સત્કાર પામતો શ્રેણિક રાજા ગોભદ્ર શેઠની હવેલીએ આવ્યો અને એક પછી એક માળ ચડતાં રાજાનું મન ચકડોળે ચડયું.
- રાજગૃહીનો પ્રતાપી ગણાતો હું શ્રેણિક ખરેખર આ ધનાઢ્ય આગળ રંક છું.
દુનિયાના ભોગો, ભોગ-રસિકો કેવી રીતે ભોગવે છે તેનું સ્વપ્નમાં પણ મને ભાન નથી તે હું અહિં નિહાળું છું.
- શું આ હવેલીનાં રત્નજડિત ચિત્રો !
શું આ હવેલીનો વૈભવ !
ઝામરો !
સ્ફ્ટીક રત્નમય ભૂમિ !
એક પછી એક માળ ચડતાં રાજા, મનુષ્યગતિનો પામર માનવી, એક પછી એક દેવલોકમાં જતો હોય તેમ તેને લાગ્યું. ચોથે માળે રાજા સિંહાસન ઉપર બેઠો.
તેણે આસપાસ નજર કરી ભદ્રાશેઠાણીને પુછ્યું,
શાલિભદ્ર કયાં ?
- મહારાજ ! બોલાવી લાવું. ઉપર તે સાતમે માળે છે !
- વત્સ ! કહી માતા સાતમે માળે ગઇ. પુત્ર બેઠો થયો.
- માતા ભાગ્યેજ ઉપર આવતાં તેથી શાલિભદ્રને લાગ્યું કે જરૂર કોઇ અવશ્ય કામે માતા પધાર્યા છે.
શાલિભદ્ર માતાને ચરણે પડયો અને પુછયું,
માતા શી આજ્ઞા ?
હવે પછીનાં ભાગમાં આપણે આગળ જોઇએ….
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶