🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૪: આજ્ઞાચક્ર - વિશિષ્ટ જ્ઞાનશક્તિ

આગળનાં ભાગમાં આપણે તિલક વિધિ વિશે જોયું.

  • આપણી પાસે માત્ર બે જ આંખ નથી, એક ત્રીજી પણ આંખ છે.
  • દેખીતી આ બે આંખ માત્ર પોતાની સામે આવેલી ચીજ​વસ્તુને જ અને તે પણ વર્તમાનકાળે જ અને મર્યાદિત ક્ષેત્ર પૂરતી જ જોઇ શકે છે.
  • જ્યારે અદ્રશ્ય રહેલી ત્રીજી આંખ ઘણું બધું અને ઘણા બધા સમયનું પણ જોઇ શકે છે, એની ક્ષમતા ઘણી મોટી છે. એનું સ્થાન છે આપણી બંન્ને આંખોની વચ્ચે છટ્ઠા (આપણા શરીરમાં કુલ ૭ ચક્ર હોય છે.)

  • આજ્ઞાચક્રનું સ્થાન પણ તેનાથી જરા ઉપર છે. આ સ્થાને રહેલી ત્રીજી આંખ વિશેષ પ્રકારની પ્રક્રિયા દ્રારા જાગૃત થાય છે - ખુલે છે અને ત્યારે આપણું જ્ઞાન - આપણી દ્રષ્ટિ વિશાળ આયામને પામે છે.

  • પરોક્ષ વસ્તુ ત્યારે પ્રત્યક્ષ બને છે અને ભૂતમાં થયેલી અને ભવિષ્યમાં થનારી ક્રિયાનું સચોટ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. વર્તમાનકાળની જેમ જ એનું દર્શન થાય છે.
  • આ પ્રક્રિયાને સિદ્ધ કરવા માટે તિલક પણ એક મહત્વનો ભાગ ભજવે છે.

  • તિલક લગાવવાથી તિલકનું સ્મરણ વારંવાર થતું જાય છે અને જો ન થાય તો પણ તિલકને વારંવાર સ્મરણમાં લેવાનું છે.
  • તિલકનું વારંવાર સ્મરણ કરવાની ટેવ પાડવાથી સંસારના અન્ય પદાર્થોનું સ્મરણ ઓછું થતુ રહે છે…
  • અને આમ થતા ધીરે ધીરે સ્થિતિ એ આવે છે કે તિલકના સ્મરણની પાછળ શરીરનું સ્મરણ પણ ઓઝલ બને છે અને તિલકની સ્મૃતિ જ્યારે આટલી બધી પાવરફૂલ બની જાય ત્યારે…
  • આપણી શક્તિ તે જગ્યા એ કેન્દ્રિત બને છે.

એક નિયમ એવો છે કે જેનું સ્મરણ વધારે, તે તરફ આપણી પ્રવૃતિ સ્વયં વિશેષ બની જતી હોય છે…!

  • તિલકની જગ્યા ઉપર જ્યારે આપણી સ્મરણશીલતા વેગીલી બને છે ત્યારે આપણામાં રહેલી શક્તિઓ પણ તે તરફ વધુ ગતિમાન બનતી હોય છે અને આ રીતે આપણી શક્તિઓનું કેન્દ્રીકરણ તિલકના સ્થાને થાય એટલે આપણું શક્તિકેન્દ્ર પણ ગતિમાન બની જાય છે…!

  • અત્યારે આપણી શક્તિઓ કામ - વાસના - વિકારો તરફ વધુ પ્રવાહશીલ છે… કેમ કે આપણી શક્તિઓ અત્યારે કામચક્ર તરફ કેન્દ્રિત થયેલી છે. તેના બે કારણ છે:

    • ૧) કામચક્રનું સ્તર નીચું છે એટલે પ્રવાહને નીચે ઢળવામાં મદદની જરૂર નથી પડતી.
    • ૨) આપની અનાદિકાલીન વાસના પણ તે તરફ જ ઝુકાયેલી છે. કામવાસના અને વિકારોની આદત આપણને અનાદિકાળથી છે. એટલે કામચક્ર તરફ આપણી શકિતઓનું ઢળવું ખૂબ સરળ છે.

એ શક્તિઓને શક્તિકેન્દ્ર તરફ ઉંચી ઉઠાવવી એ મુશ્કેલ કામ જરૂર છે પણ નામૂમકિન તો નથી જ!

  • વિશેષ પ્રકારની વ્યવસ્થિત પ્રક્રિયાથી શક્તિઓને ઊંચે લઇ જઇ શકાય છે…! અને ક્રમશ: શક્તિકેન્દ્ર ગતિમાન બની શકે છે અને આ રીતે શક્તિકેન્દ્ર ગતિમાન થાય એટલે એને લગભગ વળગેલું સહસ્ત્રાર-ચક્ર (સાતમું ચક્ર) કે જે શરીરના એકદમ ઊંચા ભાગ ઉપર એટલે ચોટલીની જગ્યા નીચે આવેલું છે તે પણ પ્રવૃતિશીલ બને છે.
  • અને તે પ્રવૃતિશીલ બને એટલે આપણું સુષુપ્તમન - જેમાં અજબ-ગજબની શક્તિઓ હોવા છતા સાવ જ નિષ્ક્રિય છે તે ક્રિયાવાન બને છે! એટલે પોતાની તાકાત​નો પરચો બતાવવા માંડે છે ત્યારે આપણને ન સમજાય તેવી અને ન કળાય તેવી શક્તિઓ ક્રિયાશીલ બનતી હોય છે…!

જેને દુનિયા ચમત્કાર કહે છે તેવી તો જાતજાતની પ્રવૃતિઓ આપણે પોતે કરી શકીએ છીએ…! એ સુષુપ્ત મનની જાગૃતિથી…

  • આ શક્તિઓને જાગૃત કરવા માટે સહસ્ત્રારચક્રને ગતિમાન કરવાની જરૂર છે.
  • સહસ્ત્રારચક્રને ગતિમાન કરવા માટે આજ્ઞાચક્રને જાગૃત કરવાની જરૂર છે અને એવા પ્રકારની જાગૃતિ માટે આપણી શક્તિઓના પ્રવાહને તે સ્થાન તરફ વહાવવાની જરૂર છે અને તેની સિદ્ધિ માટે તિલક એ સમર્થ માધ્યમ બની શકે છે.

હ​વે પછીનાં ભાગમાં આપણે તિલક વિશે શાસ્ત્રમાં આપેલા દ્રષ્ટાંત વિશે જોઇશું




શેર કર​વા નીચે ક્લિક કરો