🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૦૬: ખરેખર આપણે જીવ​વા માટે પાપો કરીએ છીએ કે મોજ-શોખ કર​વા પાપો કરીએ છીએ?

આગળના ભાગમાં આપણે જોયું કે સુખનું ફળ મેળવવાની ઝંખના રાખવી, એ તો મોટામાં મોટી અજ્ઞાનતા છે​….

હ​વે આગળ​,

જો કોઇ એવું માને કે જીવવાને માટે તો પાપો કર​વા જ પડે ને !!!

 • જેમ કે દુનિયામાં ચોર ચોરી કરે છે તો તે જીવવાને માટે જ કરે છે ને? જીવવાને માટે જો એ ચોરી વગેરે કરતા હોય, તો શું આપણે તેઓને આપણે સારી દષ્ટિએ જોઇએ?

 • પોતાની ઈચ્છાનુસાર જીવવાને માટે, એને પૈસાની જરૂર હતી
 • મહેનત કરવા છતાં પણ એને જે જોઈતું હતું તે મળ્યું નહિ
 • જરૂરી પૈસા મેળવવાની બીજી કોઇ ખાસ આવડત એનામાં હતી નહિ.. હ​વે જો આપણે એમ કહીએ કે જીવવાને માટે તો પાપો કર​વા જ પડે એવું માનીએ તો, ચોર પણ જીવવાને માટે પાપો કરે (એટલે કે ચોરી કરે) તો વાંધો શું?
 • ખરેખર તો આપણે જીવ​વા માટે પાપો કરીએ છીએ કે મોજ-શોખો કે અન્ય જરૂરિયાતો પુરી કર​વા પાપો કરીએ છીએ?

પાપ કરવું જરૂરી લાગે અને પાપ કરવા જેવું નથી એમ લાગે, તેમાં ભેદ છે.

 • જીવવાને માટે, પાપ તો પાપ, પણ તે કરવું જ જોઈએ, આવું માનનારો, કયું પાપ ન કરે?
 • પાપ કરવા છતાં પણ, જેને પાપ ડંખે છે, તે તો પાપથી બચવાના પ્રયત્ન કર્યા વિના રહે નહિ
 • અને પાપથી બચવાનો પ્રયત્ન કરવા છતાં પણ જે પાપથી એ બચી શકે નહિ, તે પાપોને માટે એ એમ પણ કહી શકે કે

પાપને આચર્યા વિના જીવાય તેમ નથી, પણ જીવવાને માટે અનીતિ આદિ મોટાં પાપો તો નહિ જ કરવાં જોઈએ!

પાપથી વિરામ પામવાની ભાવના

 • જૈન હોય તે પાપ કરે જ નહિ, એમ કહેવાય નહિ પણ જે જૈન હોય તેને પાપ કરવાનું ગમે નહિ અને પાપથી છૂટવાનું એનું દિલ હોય,
 • પાપ કરવું પડે એવાં કર્મોને બાંધીને આવ્યો હોય તે પાપથી વિરામ પામવાના પરિણામો પ્રગટે નહિ એ બને, પણ જૈનપણાને પામ્યો હોય તો એ પાપને પાપ માને જ અને પાપથી છૂટવાના ધ્યેયવાળો પણ એ જરૂર હોય જ.

જીવવાને માટે કદાચ પાપ કરવાં પણ પડે, તોય એનું એને દુઃખ થયા વિના રહે નહિ.

 • એક યા બીજી રીતિએ બંધાએલાં પાપોના નિવારણ માટે, પ્રતિક્રમણ કરવાનું વિધાન છે.

સામાયિક શા માટે?

 • પાપ ઓછાં થાય
 • પાપને તજવાની વૃત્તિ સતેજ બને
 • અને સમભાવના સાચા સુખને અનુભવ કરી શકાય, એ માટે સામાયિક છે.

પૌષધ કરનારમાં પણ એ ભાવ હોવો જોઈએ કે

આમ તો આપણે પાપમાં જ જીવીએ છીએ, પણ બે-પાંચ તિથિ પાપથી બચીએ, એ માટે પૌષધ છે.

આમ મનુષ્યભ​વનું લક્ષ્ય પાપરહિત થ​વાનું, જેમ બને તેમ પાપોનો ત્યાગ કરાય અને ન છુટકે જે કંઇ પણ પાપ કર​વું પડતું હોય તેનું હૈયે દુ:ખ હોય તો આપણો જન્મ કિંમતી ગણાય​.

વધુ હ​વે પછીના ભાગમાં…
શેર કર​વા નીચે ક્લિક કરો