સચિત્ત એટલે શું? - અચિત્ત એટલે શું?
સચિત્ત-અચિત્ત - ૧
સચિત્ત એટલે શું?
- જેમાં જીવ હોય તે સચિત્ત કહેવાય.
અચિત્ત એટલે શું?
- જેમાં જીવ ન હોય તે અચિત્ત કહેવાય.
શું સચિત્ત છે?
- સિંધાલુણ (સિંધવ) લાલ છાંટવાળું સચિત્ત.
- લીલા ચણા, મકાઈ, ઘઉં, મગફળી, પાપડી, બાજરી વગેરેનો પોંખ શેકેલો હોય તે મિશ્ર છે એટલે કે તેમાં સચિત્તપણું હોય છે, માટે સચિત્તના ત્યાગી કે એકાસણા-બેસણા કરનારે વપરાય નહીં.
- અજમો સચિત્ત છે.
- સરબતો, સોડા, ગુલાબજળ, કેવળાજળ સચિત્ત છે.
- શેતુર સચિત્ત છે.
- સીતાફળ સચિત્ત જ રહે છે, બી થી ગર જુદો પડતો નથી.
શું મહાસચિત્ત છે?
- કોઇ પણ અભક્ષ્ય પદાર્થ
- બોળ અથાળા મહાસચિત્ત છે.
- બરફ
- કરા
શું અચિત્ત છે?
- સંચળ અચિત્ત મનાય છે.
- સિંધાલુણ (સિંધવ) સ્ફટિક જેવું-ખડી સાકર જેવું એકદમ સફેદ હોય છે તે અચિત્ત મનાય છે.
- લવિંગ, સૂકા મરી અચિત્ત છે.
શું અચિત્ત થતું નથી?
- ગુવારનું અથાણું - તેમાં બીજ હોય તો બે ઘડી (૨ ઘડી = ૪૮ મિનીટ) પછી અચિત્ત થતા નથી.
- દાડમ - તેમાં મીંઝ હોવાથી બે ઘડી પછી પણ અચિત્ત થતા નથી.
- જામફળ પણ બે ઘડી પછીયે અચિત્ત થતું નથી.
- સુકાં અંજીર-અચિત્ત થતા નથી, તેથી સર્વથા ત્યાગ કરવો જોઇએ.
સર્વથા ત્યાગ
- સર્વથા ત્યાગ ના ૨ પ્રકાર છે:
- ૧. સચિત્ત સર્વથા ત્યાગ
- ૨. વસ્તુ સર્વથા ત્યાગ.
- જેને સચિત્તનો સર્વથા ત્યાગ હોય તેને અગ્નિ વગેરેથી અચિત્ત કરેલું હોય તો વપરાય.
- પણ વસ્તુ સર્વથા ત્યાગ હોય એટલે કે દાડમ, જામફળ વગેરે વસ્તુનો ત્યાગ છે તેણે તો સચિત્ત-અચિત્ત કંઇ ન વપરાય.
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶