🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જીવનભર ત્યાગ કરવા જેવી વસ્તુઓ

(૧) જીલેટીનઃ પ્રાણીઓનાં હાડકાનો પાવડર છે, જેનો ઉપયોગ જેલી, આઈસ્ક્રીમ, પિપરમેન્ટ, ચુઈંગ ગમ, ટૂથપેસ્ટ વગેરેમાં થાય છે.

(૨) જેલી પીપર: રંગબેરંગી, રબ્બર જેવી નરમ અને સાકર લગાડેલી પીપર. તે જીલેટીનના મિશ્રણથી નરમ બને છે, જે ખાવા જેવી નથી. દેરાસરમાં કોઈપણ પીપર નૈવેધ તરીકે ચડાવાય નહીં. ખડી સાકર ચડાવી શકાય.

(૩) એકસ્ટ્રા સ્ટ્રોંગ સફેદ પીપરમેન્ટ: જીલેટીનનું મિશ્રણ, હાડકાંના પાવડરનું મિશ્રણ તેમાં વપરાયું હોય છે.

(૪) સેન્ડવીચ સ્પ્રેડ તથા મેયોનીઝઃ તેમાં ઈંડાનો રસ મિક્સ કરાય છે.

(૫) બટર: માખણમાં અસંખ્ય ત્રસ જંતુ છે જે વિકાર અને રોગ કરે છે.

(૬) ચાયના ગ્રાસ: જે દરિયાઈ વનસ્પતિ લીલ સેવાળનાં મિશ્રણથી બને છે.

(૭) વાઈન બિસ્કીટ: તેમાં ઈંડાના રસનું મિશ્રણ હોય છે, તે અભક્ષ્ય છે.

(૮) એનીમલ ટાઈપ બિસ્કીટઃ જુદા જુદા પશુઓના આકારના જેમ કે હાથી, ઘોડો, વાંદરો, માછલું વિગેરે આકારના હોય છે. તે ખાવાથી મેં ઘોડો ખાધો, સિંહ ખાધો, એવા હિંસક સંસ્કારો બાળકોમાં પડે છે માટે ખાવાં નહીં.

(૯) ક્રાફટ ચીઝ: રેનેટ ફોમ કાઉઝ (૨-૩ દિવસનાં) જન્મેલા વાછરડાંની હોજરીના રસનાં મિશ્રણથી બને છે. તેનો ઉપયોગ બ્રેડ ઉપર લગાડવામાં તથા પીઝા બનાવવામાં થાય છે. માંસાહારનો દોષ લાગે છે.

(૧૦) આઈસ્ક્રીમ પાવડર: તેમાં જીલેટીન આવે છે અને તેના મિશ્રણથી આઈસ્ક્રીમ બને છે તદુપરાંત જુદા જુદા કેમીકલ્સ રસાયણના મિશ્રણ આઈસ્ક્રીમમાં થાય છે જે આંતરડાને બગાડી આરોગ્યનો નાશ કરે છે.

(૧૧) ચુઈંગ ગમ: તેમાં બીફ ટેલો અને હાડકાંનો પાવડર હોય છે (બીફ ટેલો ‌ ગાય વગેરેની ચરબી-માંસ)

(૧૨) નુડલ્સ(સેવ) પેકેટઃ જેમાં ચિકન ફ્લેવર(કૂકડીનો રસ) ભેળવવામાં આવે છે. કાંદા-લસણ અને ઈંડાનું મિશ્રણ થાય છે. નાસ્તાની આઈટમ તરીકે વપરાય છે. તે વર્જ્ય છે, લોટનો કાળ વિતી જવાથી પણ અભક્ષ્ય છે.

(૧૩) સુપ પાવડર: જેમાં ચીકન ફ્લેવરનું મિશ્રણ થાય છે. તે સુપ બનાવવામાં વપરાય છે જે માંસાહારનો એક પ્રકાર છે.

(૧૪) સાબુદાણા: સાબુ દાણાના કંદને સેલમ બાજુ કલંગ કહે છે, છાલ કાઢ્યા પછી ખુલ્લામાં ૪-૬ માસ પડી રહેતાં જેમાં ઘણી લીલ ફૂગ થયા કરે છે. પાર વિનાના કીડા ઈયળો ઉપજે છે. અનંતા જીવોની ઘોર હિંસા થયા બાદ પગથી ખુંદેલા રસમાંથી સાબુદાણા બને છે.

(૧૫) ઈસ્યુલીન ઈજેક્શનો: કતલ કરેલાં ઘેટાં બકરાં-ભૂંડના પેન્ક્રિયાસ નામના અવયવમાંથી બને છે.

(૧૬) કસાટા આઈસ્ક્રીમ: તેમાં ઈંડાના રસવાળી કેક વપરાય છે. રાસાયણિક દ્રવ્યનું પણ મિશ્રણ થાય છે. તે અભક્ષ્ય અને આરોગ્યને હાનિકારક છે.

(૧૭) સાબુ ન્હાવાના: ઘણાં ખરામાં પ્રાણીજ ચરબી આવે છે જે ટેલોમાંથી બનાવવામાં આવે છે.

(૧૮) સૌંદર્ય પ્રસાધનો: લિપસ્ટીક, આઈબ્રો, શેમ્પુમાં જાનવરોના હાડકાંનો ભૂકો, લોહી તેમજ જુદા જુદા અવયવોના રસમાંથી અને ચરબીમાંથી તૈયાર થાય છે. સસલા-વાંદરા-ઉદર ઉપર તે પદાર્થોનો પ્રયોગ થાય છે. તેમાં અસંખ્ય જનાવરો મરી જાય છે. અંધ બની જાય છે માટે તેનો ત્યાગ જ હિતાવહ છે.

(૧૯) કસ્ટર્ડ પાવડર: ઈંડાના મિશ્રણથી બને છે. પુડિંગ, આઈસ્ક્રીમ, બાસુંદી, ફ્રુટ સલાડ વગેરે માં વપરાય છે. માટે તેનો ત્યાગ કરવો.

(૨૦) ગ્લિસરીન: પ્રાણીજ ગ્લિસરીન દવા-ટુથપેસ્ટ-ક્રીમ, કાજળ-શેમ્પુ-મલમ-રબર વગેરે માં વપરાય છે.

(૨૧) મીણ: મધમાખીના મધપુડામાંથી બનાવી બાટિક-કલા-લિપસ્ટીક વગેરેમાં વપરાય છે.

(૨૨) વિટામીન: “એ”, “ડી”, વાળી દવાઓ કોડલીવર ઓઈલ, શાર્ક ઓઈલ નામની અનેક દવાઓ માછલીના લીવર તથા પ્રાણીઓમાંથી તૈયાર થાય છે. જેનાથી રીએક્શન આવે છે. સ્વભાવ તામસી-ક્રોધી હિંસક બને છે. આના બદલામાં નિર્દોષ આયુર્વેદિક શક્તિની ઘણી દવા મળે છે.

(૨૩) એડ્રેનેલિન: (દમની દવા): કતલ કરેલા પશુના લીવર અને ગ્રંથીમાંથી બને છે.

(૨૪) પીઝા: પીઝામાં ૭ કે વધુ દિવસની વાસી મેંદાની કાચી રોટલી તથા સમોસા માટે મેંદાની વાસી પટ્ટીઓમાં અસંખ્ય જંતુઓનો નાશ હોઈ અભક્ષ્ય છે.

એઠું-જુઠું ખાવું-પીવું નહીં:

  • એઠાં પાણીમાં ધોવાયેલા ગ્લાસ-કપ-રકાબી-ડીસમાં શરબત-ચા પીવાથી, એક બીજાના ખાધેલા એંઠા પદાર્થો ખાવાથી, એંઠા પાણી, પીવાથી ‘હેલીકા બેક્ટર’ નામના ઝેરી બેક્ટરીયા શરીરમાં પ્રવેશી વિવિધ રોગો ઉત્પન્ન કરે છે.
  • થાળીમાં સાથે જમો નહીં.
  • એઠાં ગ્લાસ ઘડામાં નાંખો નહીં.શેર કર​વા નીચે ક્લિક કરો