🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૪: દુખનું મૂળ શું છે?

આગળનાં ભાગમા આપણે જોયું કે સંસારનું પ્રત્યેક સુખ, દુ:ખથી મિશ્રિત છે.

શું આપણે ક્યારેય વિચાર્યુ છે કે વાસ્તવમાં આ સુખ અને દુઃખ શું છે?

  • ઈચ્છાની પુર્તિ થાય તો આપણે સુખ માનીએ છીએ.
  • ઈચ્છાની પુર્તિ ન થાય તો આપણે દુઃખ માનીએ છીએ.
  • દેખીતી રીતે ઈચ્છાની પુર્તિમાં સુખ લાગતું હશે પરંતુ પરિણામે તો એ દુઃખ જ છે.
  • કારણ કે એક ઇચ્છા પુરી થાય ત્યા બીજી ઇચ્છા તો ઉભી જ હોય છે. આમ ઇચ્છાની કયારેય પણ​ સંપૂર્ણ પુર્તિ થતી જ નથી.

આ અંગે આપણે કપિલ બ્રાહ્મણ​નું દ્રષ્ટાંત જોઇએ

  • કપિલના પિતા રાજપુરોહિત હતા. પણ કપિલ ભણ્યો નહીં તેથી તેના પિતાનું સ્થાન એને ન મળ્યું. પિતાના સ્થાને બીજાની રાજપુરોહિત તરીકે નિમણૂક થઈ, તેથી કપિલની માતાએ કપિલ ને ભણ​વાં માટે મોક્લે છે.
  • કપિલને ત્યાં દાસી સાથે પ્રેમ થયો. તહેવારનાં દિવસે દાસી કપિલને નવા વસ્ત્રો લાવી આપ​વાનું કહે છે. કપિલ પાસે પૈસા નથી તેથી મૂંઝવણમાં મુકાય છે. દાસી સમજી જાય છે. તે કહે છે કે, “આ નગરના શેઠ દયાળુ છે. સવારે જે બ્રાહ્મણ સૌથી પહેલાં તેની પાસે જાય તેને બે સોનામહોર આપે છે. તમે તેમની પાસે જાઓ ને સોનામહોર લઈ આવો.”
  • કપિલને પણ આ વાત ગમી ગઈ એ વિચારે છે કે, “જો મારાથી પહેલાં બીજો કોઈ શેઠ પાસે પહોંચી જશે તો મને સોનામહોર પ્રાપ્ત નહીં થાય.”
  • રાત્રે બાર વાગે છે અને કપિલ રાજમાર્ગમાં પહોંચી જાય છે. કોટવાળની નજરે ચડી જાય છે અને એને ચોર સમજી કોટવાળે કારાગારમાં પૂરી દીધો.
  • સવારે રાજા સમક્ષ એને હાજર કરવામાં આવ્યો. રાજાએ પૂછ્યું કે, “તું કોણ છે?” કપિલ રાજાની સમક્ષ પોતાની સઘળી વાત જણાવે છે. રાજા એ વિચાર્યુ કે આ ચોર નથી પરંતુ કોઇક સજ્જ્ન માણસ છે.
  • રાજાને દયા આવે છે અને કહે છે તને જે જોઇએ તે હુ આપીશ તું માંગ ત્યારે કપિલ રાજાને કહે છે કે હું વિચારીને આવું.
  • આમ બે સોનામહોર મેળ​વ​વા માટે નિક્ળેલ કપિલ વિચારે છે કે બે સોનામહોર તો વસ્ત્રોમાં જ પુર્ણ થઇ જશે. એને બદલે સો સોના મહોર માંગુ તો મારો એક મહિનો શાંતિથી પસાર થઇ જાય વિચાર આગળ ચાલે છે.
  • હજાર સોના મહોર માંગુ તો મારે રોજ માટે સુખ શાંતિ પણ પાછો આગળ વિચારે છે, હજાર થી પણ કામ નહિ ચાલે. મારે દિકરા-દિકરી થશે તો એને નિભાવાનો ખર્ચ થશે માટે ૧ લાખ સોના મહોર માંગી લઉં.
  • પાછો આગળ વિચાર, દિકરા ના દિકરાઓ થશે, ખર્ચા થશે, તેથી લાખ સોના મહોરથી નહિ ચાલે તેના કરતા અડધું રાજપાટ માંગી લઉં
  • પાછો વિચાર આગળ ચાલે છે અડધું રાજ માંગીશ તો રાજા બળ​વાન છે લડાઇ કરી મારૂ રાજ્ય લઇ લેશે તો? માટે આખું રાજ્ય જ માંગી લઉં.
  • રાજા ક્ષત્રિય છે એટલે એક વાર બોલે પછી ફરે નહિ તેથી હું રાજ્ય માંગીશ તો પણ મને આપશે.

અહિ કપિલ ઘરેથી બે સોના મહોર લેવા માટે નિકળ્યો હતો પણ તેની ઇચ્છા વધતી વધતી રાજ્ય સુધી પહોંચી

  • તૃષ્ણા નું મોઢું બહુ મોટું છે.
  • એનું મોઢું માપીને એટલા માપની ચીજ​ ભરી દેવામાં આવે તો એથી ચાર ગણું એ મોટું થઇ જાય છે.
  • આપણે ભરતા જઇશું અને એ વધુ ને વધુ ફાટતું જશે.
  • આમ તો આપણે પણ આપણી ઇચ્છાઓ ને તપાસીસું તો માલુમ​ પડશે કે આપણે પણ કાંઇક આવું તો નથી કરી રહ્યા ને?

ઇચ્છાઓ પૂરી કરતા-કરતા ભવ પૂરો થઇ જશે પરંતુ ઇચ્છાઓ તો ક્યારેય પુર્તિ થશે જ નહી. આમ​ દુઃખનું મુળ ઇચ્છા છે.

ઇચ્છા પુર્તિ વિષે પ્રભુ શું કહે છે? એ આપણે હવે પછીનાં ભાગમાં જોઇએ




શેર કર​વા નીચે ક્લિક કરો