ભાગ ૧૬: પાઠશાળાની જવાબદારી
આગળનાં ભાગમાં આપણે જોયું કે “જો મા-બાપ બાળકનું કલ્યાણ ઇચ્છતા હોય તો કઇ કઇ બાબતનું ધ્યાન રાખવું?”
ધર્મના સંસ્કાર આપવા એ મા-બાપની જ પહેલી જવાબદારી છે.
- જેમાં આજકાલના યુવાન મા-બાપ ઘણા ખરા અંશે નિષ્ફળ જઇ રહ્યા છે.
- તેઓને પાછા જૈન ધર્મના માર્ગે લાવવા ઘણી બધી સંસ્થાઓ ખુબ જ પરિશ્રમ કરી રહી છે, જેમ કે,
- તપોવન દ્રારા E-Pathshala ચલાવવામાં આવે છે જ્યાં દરેક ઉંમરના લોકોને જુદા-જુદા કોર્ષો દ્રારા જૈન ધર્મ વિશે શીખવવામાં આવે છે અને તે પણ મફત. તો પણ શું આપણે તેમાં રૂચિ લઇએ છીએ?
- જૈન એલર્ટ ગ્રુપ બરોડા દ્રારા “પાઠશાળા ઉત્કર્ષ અભિયાન” ચલાવી બાળકોને પાઠશાળાના માર્ગે વાળવા ખુબ જ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તે વિશે વધુ માહિતી આપને નીચે આપેલ PDF માં મળશે.
- આ જ રીતે બીજી પણ ઘણી સંસ્થાઓ દ્રારા બાળકો અને તેમના મા-બાપને જૈન ધર્મ પ્રત્યે રૂચિ જાગૃત કરવા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, હવે મા-બાપની જ જવાબદારી રહી કે બાળકોમાં કેવા સંસ્કારનું સિંચન કરવું!
બીજી જવાબદારી જૈન સંસ્થાઓ અને પાઠશાળાના શિક્ષકોની પણ છે.
સંસ્થાઓની જવાબદારી:
- મહાવીર જૈન વિદ્યાલયો અને તેના જેવી સંસ્થાઓ દર વર્ષે હજારો ડોક્ટરો, એન્જિનિયરો વગેરે તૈયાર કરે છે તો તે યુવકોમાં થી ધર્મના જાણકાર તથા ફેલાવો કરનાર કેમ ન તૈયાર થાય?
- પાઠશાળાના શિક્ષકોને આપવામાં આવતું વેતન ખુબ જ ઓછું હોય છે.
- અંગત રીતે આપણે જોઇએ તો વ્યવહારિક શિક્ષણ પાછળ જેટલો ખર્ચ કરવામાં આવે છે તેના કેટલા % આપણે પાઠશાળા પાછળ ખર્ચ કરીએ છીએ એ પણ વિચારવાની બાબત છે.
પાઠશાળાના શિક્ષકોની જવાબદારી:
- પાઠશાળામાં પણ કેટલીક વખત ફક્ત ગાથા જ શિખવવામાં આવે છે પરંતુ જો બાળકોને પ્રથમ થી જ જૈન ધર્મ ના આચાર વિચાર અને એની તર્ક સંગતતા જો સમજાવામાં આવે તો બાળકોની ધર્મશ્રદ્ધા ગાઢ થશે અને યુવાનવયે ધર્મ નો આદર કરશે…
- પાઠશાળાના શિક્ષકોએ પણ ફક્ત ગાથા ગોખાવવાની જગ્યા એ તેનો ઉંડાણપૂર્વક અર્થ સમજાવે તો તે બાળકોનાં મગજમાં તરત ઉતરશે અને તેની જૈન ધર્મ પ્રત્યે ની રૂચિ પ્રતિદિન વધશે.
- જ્ઞાનની કોઇ કિંમત ના આંકી શકાય, તે અમૂલ્ય છે અને ઘણા બધા પાઠશાળાના શિક્ષકો સેવા આપતા હોય છે જ્યારે અમૂક શિક્ષકોનું જીવન નિર્વાહ પાઠશાળાના વેતન ઉપર નિર્ભર હોય છે. અહીં સંસ્થાઓ દ્રારા જ્યાં સુધી પૂરતુ વેતન ન આપવામાં આવે તો પણ તેમણે દ્રઢ નિષ્ઠાથી આ જૈન ધર્મના જ્ઞાનની ગંગા વહેડાવતા જ રહેવું જોઇએ, તેમાં જરાપણ કચાસ ન રાખવી જોઇએ.
જ્ઞાનદાન કે અભયદાન, બેમાં મુખ્ય કોણ?
- અભયદાનનું કારણ પણ જ્ઞાનદાન છે. માટે જ્ઞાનદાન મુખ્ય છે.
- જ્ઞાનદાન આવે એટલે અભયદાનમાં પાવરધો બને.
- માટે જ્ઞાનદાન શ્રેષ્ઠ છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶