ભાગ ૧: રાત્રિભોજન એ સામાન્ય પાપ નથી પરંતુ મહાપાપ છે.
રાત્રિભોજન એટલે શું?
- સૂર્યાસ્ત પછી જો ભોજન કરવામાં આવે તો તેને રાત્રિભોજન કહે છે.
- જૈનાચાર્યો એ કહ્યું છે કે સૂર્યાસ્ત પહેલા ૪૮ મિનીટ પૂર્વે ભોજન કરવું હિતાવહ છે.
- સર્વજ્ઞ પરમાત્મા રાત્રિભોજન વિશે જણાવે છે કે દિવસે પણ અંધારામાં કે સાંકડા મોઢા વાળા વાસણમાં જમવાથી રાત્રિભોજનનો દોષ લાગે છે.
રાત્રિભોજન શા માટે નહીં?
- રાત્રિભોજન ના કરવું જોઇએ, તે વિશે આપણે ૩ અલગ - અલગ દ્રષ્ટિએ જોઇએ:
- ૧. વિજ્ઞાનની દ્રષ્ટિએ.
- ૨. આરોગ્યની દ્રષ્ટિએ
- ૩. ધર્મની દ્રષ્ટિએ
-
૧. વિજ્ઞાનની દ્રષ્ટિએ:
- વૈજ્ઞાનિકો પણ કહે છે, “જ્યાં સૂર્યપ્રકાશ નથી ત્યાં પુષ્કળ જંતુઓ હોય છે.” ફ્લડ લાઇટને પણ સુક્ષ્મ જંતુઓ ગણકારતા નથી, લાઇટ પ્રકાશમાં રાત્રિભોજન કરવામાં હિંસા નથી તેવું કદી માનવું નહીં.
-
હીરા ના પાણીનું માપ પણ સૂર્ય પ્રકાશમાં જ કરાય છે, ફ્લડ લાઇટમાં નહીં.
- સર્વજ્ઞ ભગવંતોએ પોતાના જ્ઞાનથી રાત્રિભોજન એ મહાપાપ છે તેવું કહ્યું છે તેવું હવે આજના વૈજ્ઞાનિકો સ્વીકારે છે, તે નીચેના મુદ્દાઓ પરથી માલુમ પડશે.
જૈનાચાર્યો એ કહ્યું છે કે સૂર્યોદય બાદ ૪૮ મિનીટ પછી અને સૂર્યાસ્ત પહેલા ૪૮ મિનીટ પૂર્વે ભોજન કરવું હિતાવહ છે. કારણ કે સૂર્યાસ્ત અને સૂર્યોદય સુધીના સમયમાં પૃથ્વી ઉપર અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણો પ્રભાવહીન બની જાય છે. સૂર્યપ્રકાશમાં જે અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણો હાજર હોય છે તે વાતાવરણને સૂક્ષ્મ જીવાણું રહિત બનાવે છે.
-
રાત્રિભોજનકરવા વાળી વ્યક્તિઓને ૧૨ કલાક સુધી સૂર્યોના અલ્ટ્રાવાયોલેટ કિરણો નહીં મળવાથી વિટામીન D ના અભાવને લીધે ભોજનમાં રહેલા તત્વોને તેઓના શરીર ગ્રહણ નથી કરી શકતા તથા પચ્યા વગર જ મળ દ્રારા વિસર્જન થઇ જાય છે. આ વિટામીન D ના અભાવે તેઓના હાડકાઓ કમજોર થઇ જાય છે અને રક્તનો પણ અભાવ થાય છે.
-
ભોજન પચાવવા માટે ઓક્સીજન અત્યંત આવશ્યક છે જે ખાસ કરીને સૂર્યપ્રકાશથી જ મળે છે. આથી દિવસ દરમ્યાન ભોજન કરવું શ્રેયસ્કર છે. ભોજન આદિ પચાવવાની શક્તિ તથા અન્ય ગુણધર્મો ઉત્પન્ન કરનારા તત્વો સૂર્યશક્તિથી જ મળે છે નહીં કે કૃત્રિમ પ્રકાશથી.
-
દિવસે ભોજન લેવાથી લાળ વધુ થાય છે અને ભોજન દ્વારા ટાયરોલીન અમીનો એસીડની ઉપલબ્ધતા પણ રહે છે. આ ઉત્પન્ન થતા એસીડો દ્વારા ભોજનમાં પાચક રસો ભળતાં અન્નનું પાચન સારું થાય છે.
-
રાત્રિ દરમ્યાન ગંદકીવાળા સ્થળોમાં વાયુમંડળમાં અનેક જાતના વાયરસ બેક્ટેરીયાની ઉત્પત્તિ થાય છે જે આપણા ભોજન બનાવવાના સમયે, આરોગતી વખતે અથવા પીરસતી વખતે ભોજનના રાસાયણિક તત્વોમાં ભળી શરીરના એન્ઝાઈમ અને જીવાણુઓમાં ભળી નવા એન્ઝાઈમ અને જીન બનાવે છે અને આનું પરિણામ મનુષ્યના સ્વભાવમાં પરિવર્તન લાવે છે.
-
રાત્રિભોજન ત્યાગ અથવા ઉપવાસ કરવાથી શારીરિક પ્રતિરોધક તંત્ર શક્તિશાળી બને છે કારણ કે એ તંત્રમાં કામ કરવાવાળા રક્તના ફ્રેનાસાઈટ્સ અને લીમ્ફોસાઈટ્સ કણોની ક્ષમતામાં અદભુત વૃદ્ધિ થાય છે.
આરોગ્યની દ્રષ્ટિએ તેમજ ધર્મની દ્રષ્ટિએ વિશે વધુ આપણે હવે પછીનાં ભાગમાં જોઇએ.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶