🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૧: પૂજા માટેના મુખકોષમાં આઠપડ શા માટે? તેમજ​ સ્તુતિ અને સ્ત​વન અંગે જાણ​વા જેવું

ભાગ ૨૦માં પ્રભુદર્શન કેવી રીતે કર​વા? અને પ્રભુ સન્મુખ કરાતી વિવિધ​ ભાવ​વાહી સ્તુતિઓ વિશે જોયું.

સ્તુતિ અને સ્ત​વન અંગે

  • દરેક વ્યક્તિને જુદી-જુદી સ્તુતિમાં જુદા-જુદા ભાવો આવતા હોય છે.
  • એવી જ રીતે સ્ત​વન અંગે પણ જુદા-જુદા સ્તવનમાં ભાવમાં વૃદ્ધિ થતી હોય છે.
  • દરેક વ્યક્તિ ઉલ્લાસપૂર્વક​ પોતાના સંજોગો અનુસાર પોત​-પોતાની ક્રિયા કરી શકે છે અને તેના અનુસંધાને જ તેના ભાવમાં વૃદ્ધિ થતી હોય છે.
  • આથી જ દેરાસરમાં ઘોંઘાટનું બહાનું કાઢીને વ્યક્તિગત ઉલ્લાસને રોક​વા ન જોઇએ.
  • દરેકને છૂટથી સ્તુતિ-સ્ત​વન બોલ​વા દેવાની છૂટ છે.

શાંતિ રાખ​વાની અથ​વા તો મંદ સ્વરે બોલ​વાની સૂચના આપનારા પાટીયા વિપરીત જણાય છે.

  • પણ સાથોસાથ એ પણ છે કે જેનો રાગ ખુબ જ સુંદર હોય અને તે વ્યક્તિ સ્તુતિ-સ્ત​વન બોલતા હોય ​- ગાતા હોય તે વખતે જે વ્યક્તિનો રાગ ભેંસાસૂર અથ​વા તો સારો ન હોય તેવી વ્યક્તિ જો બરાડા પાડીને - મોટેથી ગાય તો તે ચોક્કસ ઘોંઘાટ બની શકે.
  • ખરેખર તો જેનો રાગ સુંદર હોય તે વ્યક્તિ સ્તુતિ-સ્ત​વન મોટેથી ગાતા હોય, મોટેથી ગાવું જ જોઇએ, તે વખતે બીજાઓએ શાંત રહી આ સ્તુતિ સ્ત​વન શાંતિથી સાંભળ​વા જોઇએ.
  • સારી રીતે ગવાતા સ્તુતિ-સ્ત​વનમાં અપૂર્વ આનંદ મળે છે અને બીજાને પણ આનંદ આપનારા થાય છે.
  • તેમાં ચિત્તને એકાગ્ર કર​વાનો બહુ મોટો ગુણ રહેલો છે.
  • ભક્તિરસની જમાવટ કર​વા માટે સુંદર રીતે ગ​વાતા સ્તુતિ-સ્ત​વન જેવું અન્ય કોઇ સાધન નથી.
  • જેમ હાથનો સદઉપયોગ દાન છે, જેમ કાન નો સદઉપયોગ શાસ્ત્રશ્ર​વણ છે, તેમ કંઠનો સદઉપયોગ પ્રભુના ગુણગાન છે.
  • એ ગાન જરાપણ શરમ વિના મૂક્તકંઠે ગાવું જોઇએ.

સ્તુતિ કર્યા બાદ વાસક્ષેપ પૂજા કર​વી જોઇએ.

  • શાસ્ત્ર મૂજબ તો ત્રિકાળ પૂજા જ કર​વી જોઇએ તે વિશે આપણે ભાગ ૭ માં જોયું.
  • ઉત્સર્ગ માર્ગે તો આ ત્રણે પૂજા કર​વી જોઇએ પરંતુ અપ​વાદ માર્ગે તો પોતાની આજીવિકાને વાંધો ન આવે તે પ્રમાણે પોતાને અનુકૂળ નિશ્ચિત સમયે કરી શકાય.

ત્રિકાળ જિનપૂજાનું ફળ​:

  • જે ભ​વ્યાત્મા રાગ​​-દ્રેષથી રહિત એવા જિનેશ્વર પરમાત્માની ત્રિકાળ પૂજા કરે છે તે ત્રીજે ભ​વે અથવા સાતમે કે આઠમા ભવે સિદ્ધગતિનેે પામે છે.
    • પ્રાત​: કાળે કરેલી જિનપૂજા એટલે કે વાસક્ષેપ પૂજા રાત્રિએ કરેલા પાપોનો નાશ કરે છે.
    • મધ્યાહ​ન કાળે કરેલી જિનપૂજા આખા જન્મના કરેલા પાપોનો નાશ કરે છે.
    • સંધ્યા સમયે કરેલી જિનપૂજા સાત ભ​વના પાપોનો નાશ કરે છે.

મુખકોષ​:

  • આઠપડ શા માટે?
    • મુખકોષ બાંધતી વખતે આઠપડ થ​વા જોઇએ કારણ કે આપણને મળેલું શરીર એટલું બધુ અશુચિમય, ગંદુ અને દુર્ગંધ​વાળુ છે કે જેથી એ શરીરમાંથી નિકળતો શ્વાસ પણ અતિશય દૂષિત બની જતો હોય છે.
    • એ નિકળતો દૂષિત શ્વાસ પરમાત્મા સુધી ન પહોંચે અને આશાતના ન થાય તે માટે આઠપડ બાંધ​વાની મર્યાદા મહાપુરૂષોએ દર્શાવી છે.
  • આ વિધિ નાનકડા રૂમાલમાં શી રીતે જળવાય?
    • ખેસ મોટો હોવાના કારણે આ મર્યાદા બરાબર સચ​વાય શકે છે.
    • શ્વાસની દુર્ગંધથી કે થૂંક - લાળ વગેરે પડ​વાથી પ્રભુનું અંગ કે પૂજાની સામગ્રી અશુદ્ધ ન થાય તે માટે ૮ પડવાળો મુખકોષ બાંધ​વો જરૂરી છે.
    • આઠપડો મુખકોષ કર​વા માટે ખેસના છેડાને ત્રણ વાર અંદર તરફ વાળ​વાથી આઠપડો મુખકોષ થઇ જશે.
    • મુખકોષ એ રીતે બાંધ​વો જેથી મુખ અને નાક બરાબર રીતે બંધાય​.
    • બહેનોએ ખેસ રાખ​વાનો નથી એટલે એક મીટર લાંબો અને એક મીટર પહોળો સીવ્યા-ઓટ્યા વિનાનો રેશમી રૂમાલ રાખ​વો જેના અષ્ટપડ​ બરાબર બની શકે.
  • મુખકોષમાં થતી વિધિ-અવિધિ:
    • પ્રભુજીની દ્રષ્ટિ ન પડે તેવી જગ્યાએ ઉભા રહીને આઠપડો મુખકોષ બાંધ​વો.
    • મુખકોષ વ્ય​વસ્થિત બાંધ્યા પછી વારંવાર મુખકોષનો સ્પર્શ કર​વો અથ​વા ઉંચોનીચો કર્યા કર​વો તે અવિનય કહેવાય​.
    • ખેસ અથ​વા રૂમાલ ફક્ત એક હાથે મોઢા ઉપર ઢાંકી કેસરપૂજા કે પુષ્પપુજા કે અન્ય કોઇપણ પૂજા કે પ્રભુજીનો સ્પર્શ કર​વાથી આશાતના લાગે.
    • મુખકોષ બાંધ્યા પછી મૌન ધારણ કર​વું જોઇએ. દુહા આદિ પણ મનમાં ભાવી શકાય​. પણ મંદ સ્વરે પણ ઉચ્ચાર ન કરાય​.
    • મુખકોષ એટલી મજબુતાઇથી ન બાંધ​વો કે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ એટલો ઢીલો પણ ન બાંધવો કે વારે વારે મુખ પર બાંધ​વા ઉંચો કરતું રહેવું પડે.
  • ખેસથી મુખકોષ બાંધ​વાથી અમારૂ શરીર ખુલ્લુ થઇ જાય તો શરમ આવે એટલા માટે રૂમાલનો ઉપયોગ કરીએ તો?
    • આવું ત્યારે જ બને કે જ્યારે ખેસ નાનો હોય. ખેસ મોટો અને સુવ્ય​વસ્થિત હોય તો આવું બને જ નહીં.
    • આ ખેસની વાત પુરૂષો માટે જણાવી છે અને પુરૂષોનું ઉપરનું અંગ ખુલ્લું રહે તેમાં શરમ શેની આવે? અને આવી શરમના કારણે જરૂરત કરતા વધુ અંગ ઢાંકે અને અવિધિ કરે તે માટે અમુક ક્રિયામાં તો મહાપુરૂષોએ “થણદોષ​” નામનો દોષ જણાવ્યો છે. વિના કારણે એવા દોષને શા માટે વહોર​વો જોઇએ?

હ​વે પછીનાં ભાગમાં આપણે વાસક્ષેપ પૂજા વિશે જોઇશું




શેર કર​વા નીચે ક્લિક કરો