🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૮: શું આપને ખ્યાલ છે કે પ્રદક્ષિણા દેતી વખતે શું બોલ​વાનું હોય છે?

આગળના ભાગ ૧૭ માં આપણે જોયું કે મૂળનાયક પ્રભુજીની જમણી બાજુથી અને આપનારની ડાબી બાજુથી ઇર્યાસમિતિના પાલન પૂર્વક એટલે કે નીચે જોઇને પ્રદક્ષિણા આવપી જોઇએ. હવે આ ભાગમાં જોઇએ કે પ્રદક્ષિણા દેતી વખતે:

  • પ્રદક્ષિણા દેતી વખતે મૌન રાખીને અથવા ધીરા અને મધુર સ્વરમાં પ્રદક્ષિણાના દુહા બોલતા… બોલતા.. પ્રદક્ષિણા આપવી.

પ્રથમ પ્રદક્ષિણા:

કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણનો નહીં પાર,
તે ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર;
ભમતિમાં ભમતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય,
દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય (૧)

બીજી પ્રદક્ષિણા:

જન્મ મરણાદિ સ​વિ ભય ટળે, સીઝે જો દર્શન કાજ,
રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ;
જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત,
જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્વ સંકેત. (૨)

ત્રીજી પ્રદક્ષિણા:

ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ,
ચારિત્ર નામ નિર્યુક્તે કહ્યું, વંદો તે ગુણ ગેહ;
દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી નિરધાર,
ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર. (૩)

પ્રદક્ષિણા વિધિ-અવિધિ:

  • દર્શન પૂજાની યોગ્ય સામગ્રી હાથમાં રાખીને પ્રદક્ષિણા આપવી.
  • શક્ય હોય તો દેરાસર ના પૂર્ણ પરિસરને અથવા મૂળનાયક પ્રભુજીને અથવા ત્રિગડામાં બિરાજમાન પ્રભુજીને પ્રદક્ષિણા આપવી.
  • પ્રદક્ષિણા આપતી વખતે કપડા સરખા કરવા, આડું-અવળું જોવું વગેરે કરવાથી પ્રભુની આશાતના થાય.
  • પ્રદક્ષિણા ન આપવી અથવા એક જ આપવી અથવા અધુરી આપવી અથવા પૂજા કર્યા પછી આપવી તે અવિધિ કહેવાય.
  • વાતો કરતા કરતા પ્રદક્ષિણા આપવી તે પણ અવિધિ કહેવાય.

હ​વે પછીના ભાગમાં આપણે - દેરાસરમાં ધંટનાદ શા માટે કર​વામા આવે છે? એ વિશે જોઇશું.
શેર કર​વા નીચે ક્લિક કરો