ભાગ ૧૧: મહામંત્રી પેથડશાહ 'નિસીહી' ના કર્તવ્યને કેવી રીતે અદા કરતા હતા?
ભાગ ૧૦માં આપણે નિસીહી એટલે શું અને શા માટે? તે વિશે જોયું તે અંગે દ્રષ્ટાંત દ્રારા જોઇએ…
માંડવગઢના મહામંત્રી શ્રી પેથડશાહનું એક દ્રષ્ટાંત
- પેથડશાહ માંડવગઢના મહામંત્રી હતા.
- માથે મોટી જવાબદારી હોવા છતાં પૂજાના કર્તવ્યનું તેઓ અચૂક પાલન કરતા… અને એ પણ ઉત્કૃષ્ટ.
- પૂજા કરવા જાય ત્યારે સાથે ચોકીદાર રાખતા.
-
ચોકીદારને સ્પષ્ટ આદેશ દીધેલો કે મારી પૂજાની વિધિ દરમ્યાન મને મળવા કોઇપણ વ્યક્તિને (ખુદ મહારાજા જયસિંહ આવે તો પણ) અંદર આવવા દેવા નહીં.
- દુશ્મન રાજા સૈન્ય સાથે યુદ્ધ કરવા ગુપ્તમાર્ગે આવી રહ્યો છે એવા સમાચાર મહારાજા જયસિંહ ને મળ્યા.
- મહારાજા જયસિંહે તપાસ કરાવી કે આપણું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે કે નહીં, ત્યારે મહારાજાને જાણવા મળ્યું કે સૈન્યને તો કોઇ જ સમાચાર મળ્યા નથી.
- એટલે રાજા સૈન્યની કોઇ તૈયારી ન હોવાથી મહામંત્રી ઉપર ગુસ્સે ભરાયા અને મહામંત્રી પેથડશાહને બોલાવવા સુભટો મોકલ્યા..
-
પરંતુ તે સમય હતો પૂજાનો… એટલે ઘરેથી સમાચાર મળ્યા, “હમણા નહીં આવે, પૂજા કરવા પધાર્યા છે”
- સુભટ દેરાસર ગયો, ચોકીદારે રોકતા કહ્યું, “મંત્રીશ્વરને નહી મળાય… હાલ પૂજા ચાલે છે.”
સુભટ પરત થયો અને મહારાજાને વાત જણાવી.
- રાજ્ય ઉપર આફત ઉતરી હોય ત્યારે પૂજાનો અવરોધ શો? અને મહારાજા વિચારે છે, આ જગતમાં એવું કોણ મહાન છે કે ના જ પાડ્યા કરે છે!
- મહારાજાના મનમાં એમ છે કે જગતમાં મારાથી મોટો કોઇ હોય જ નહીં. અધીરાઇથી અકડાઇ ગયેલા મહારાજા સ્વયં મંત્રીને મળવા દેરાસરે આવ્યા.
-
ચોકીદારે નમ્રતાપૂર્વક રોક્યા.
- મહારાજા મંત્રીની આ મર્યાદાથી મુગ્ધ બન્યા… એમણે વિચાર્યું કે
“લાવ જોઉં તો ખરો કેવી છે મંત્રીની પૂજાવિધિ?”
- દેરાસરમાં ગયા ત્યારે પુષ્પપૂજા ચાલતી હતી.
- ગભારા બહાર પૂજાવિધિથી માહિતગાર માળી ફૂલની છાબ લઇ બેઠેલો.
- મહામંત્રી પાછલા પગે એની પાસે આવતા. જાણકાર માળી ઉચિત ફૂલ મંત્રીના હાથમાં મૂકતો.
-
મંત્રી તે ફૂલ પરમાત્મા ને ચઢાવતા.. વળી પાછા ફરતા… વળી માળી ફૂલ આપતો… અને પરમાત્માને ફૂલ ચઢાવતા…
- મંત્રીશ્વરની આવી અદભુત અદાથી મહારાજાનો આવેશ ઠંડો પડ્યો…
- તેઓને બહુમાન જાગ્યું અને પૂજામાં મદદ દેવા તેઓએ માળીને ઇશારો કરી ઉઠાડ્યો…
- એના સ્થાને પોતે બેઠા.
- મંત્રીશ્વરનું ધ્યાન સતત પરમાત્મા તરફ કેન્દ્રિત હતું માળીની થયેલી ફેરબદલીનો એમને ખ્યાલ ક્યાંથી આવે?
- ફૂલ ચઢાવી બીજું ફૂલ લેવા મહામંત્રી પાછા પગે માળીની જગ્યાએ આવ્યા અને હાથ પાછળ ધર્યો.
- ફૂલના ક્રમથી અજાણ મહારાજાએ જોઇએ એના કરતાં બીજું ફૂલ હાથમાં દીધું…
-
મંત્રીએ ફૂલ ચઢાવ્યું ત્યારે ખબર પડી કે આ ફૂલ ક્રમવિહોણું છે… જોઇએ તેવું નથી…
- આવો ફેરફાર થવાથી મંત્રીનું ધ્યાન ચલિત થયું તેથી પાછળ નજર કરી એ જાણવા કે માળીથી ભૂલ કેમ થઇ..? ત્યાં તો મહારાજા નજરે પડ્યા.
આશ્ચર્યચકિત બનેલા મંત્રીએ મહારાજાને વાત કરવા બહાર પધારવા ઇશારો કર્યો.
-
છેક દેરાસરની બહાર જઈ બંને એ મસલત કરી, ત્યારે મહારાજાને ધરપત થઈ.. સંતોષ થયો…!
- આમ, મહામંત્રી પેથડશાહ “નિસીહી” ના કર્તવ્યને કેવી સુંદર રીતે અદા કરતા હતા!
- આપણે તો યુદ્ધ જેવી કોઇ કટોકટી તો હોતી જ નથી તો આપણે નિસીહી ના કર્તવ્યને કેવી રીતે અદા કરીએ છીએ…?
હવે પછીનાં ભાગમાં જોઇએ નિસીહી ના કર્તવ્ય વિશે…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶