🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૪: બાળકોના ક્લ્યાણ માટે...

આગળનાં ભાગમાં આપણે જોયું કે માતા-પિતાની જવાબદારી સંતાનના આત્માનો વિચાર અને આત્મહિતનો પ્રયત્ન કરવો એ જ છે….

આ ભાગમાં આપણે જોઇએ કે

જો મા-બાપ બાળકનું કલ્યાણ ઇચ્છતા હોય તો કઇ કઇ બાબતનું ધ્યાન રાખવું?

 • પ્રક્રુષ્ટ પુણ્યોદયે જ બાળક્નો જન્મ જૈન કુળમા થાય છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે તે એક કોરા પુસ્તક જેવું હોય છે… ત્યાર બાદ ધીરે ધીરે તે આજુ-બાજુ ના વાતાવરણમાંથી સંસ્કારો ગ્રહણ કરતો થાય છે..

 • તે જે જુએ છે તે જ ધીરે ધીરે તે કરતો થાય છે.. તે જેવું સાંભળે છે તેવું જ તે બોલતો થાય છે…

 • જરૂરી નથી કે તેમને આ સારા કે નરસાં સંસ્કારો માત્ર માતા-પિતા પાસેથી જ મળે, તેમની આજુબાજુ નાં દરેક લોકો પાસેથી તે ગ્રહણ કરે છે… જેમ કે સ્કુલનાં સાહેબો, તેમના મિત્રો વગેરે…

એટલે જે મા-બાપ બાળકનું કલ્યાણ ઇચ્છતા હોય તેમને નાનપણથી જ નીચેની બાબતોનું ખાસ​ ધ્યાન રાખ​વું…

 • બાળકને સમય આપો:
  • રોજ ઓછામા-ઓછું એક કલાક પરિવાર સાથે બેસવું, કેટલીક વાર એવું બનતું હોય છે પિતા ધંધા પાછળ અને માતા કિટી પાર્ટીની પાછળ હોય તો બાળક કદાચ ટી.વી અને ઇન્ટરનેટ પાછળ પડી જાય…. (જો હાલ બાળકને સમય આપ​વામાં ન​ આવે તો યુવાનીમાં તે બાળક સમય આપે તેવી અપેક્ષા પણ ન રાખ​વી…)
 • બાળકને ખોટા સંસ્કારો ન આપો:
  • ધણીવાર પિતા ધરમા હોવા છતાં કોઇ ઘરે આવ્યું હોય તો બાળકને કહેવામાં આવે છે કે પિતા ધરમાં નથી એમ કહી દે તો બાળકમાં જુઠનાં સંસ્કારો પડશે….
  • ઠ્ઠ​ઠા-મશ્કરી અને બીજાને ઉતારી પાડવાના સંસ્કારો ન આપો… (એમ કર​વાથી એ યુવાનીમાં જુઠ બોલતા અને બીજા લોકોને ઉતારી પાડતા ખચકાશે નહીં)
  • તેને બદલે ઘરમાં મહાપુરૂષોનાં ફોટા, ધર્મનાં ઉપકરણ હોય, સ્તોત્રો, ગીતો બોલાતા હોય, અતિથી, સાધુ, દીનદુ:ખીની સરભરા થતી હોય, સામાયિક, સ્વાધ્યાય, તપ, જપ વગેરે ક્રિયાઓ ચાલતી હોય તો બાળકોમાં ઉત્તમ સંસ્કાર પડે.
 • બાળકોનાં આહાર સાત્વિક અને વસ્ત્રો મર્યાદાવાળા જ​ હોવા જોઇએ …
  • બાળકને નાનપણથી જ કંદમુળ, અભક્ષ્ય અને રાત્રિ-ભોજન ત્યાગ તરફ વાળવા જોઇએ..
  • એવી જ રીતે પહેર વેશની પણ ચિત ઉપર બહુ મોટી અસર પડતી હોય છે .. ઉદભટ વસ્ત્રો પહેરવાથી લજજા નાશ પામે છે… પછી દુર્ગુણો આવે છે… (જો વસ્ત્રો અંગે નાનપણથી જ ચીવટ નહીં રાખ​વામાં આવે તો યુવાનીમાં ટુંકા અને ક્ષોભ​-જનક કપડાં પહેરીને જતી દિકરીને રોકી નહીં શકાય..)

વધુ આવતાં ભાગમાં….
શેર કર​વા નીચે ક્લિક કરો