🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૦૪: આ જીવન પાપ કરીને જીવવાને માટે નથી​

આગળના ભાગમાં આપણે જોયું કે જન્મ એ દુઃખનું કારણ છે, એમ જેને ન લાગે, તેને મુક્તિનો ખપ ન હોય.

હ​વે આગળ,

આજ્ઞા


માન​વભ​વ દુર્લભ છે પણ જન્મ તરીકે મનુષ્યજન્મનાં વખાણ થતા નથી….

 • જ્ઞાનિઓએ જન્મને દુઃખ રૂપ કહ્યો છે, છતાં પણ મનુષ્યજન્મનાં વખાણ કર્યા છે.
 • તો જન્મને દુઃખ રૂપ કહેનારા જ્ઞાનિઓએ, મનુષ્યજન્મનાં વખાણ કેમ કર્યો ?
  • જ્ઞાનિઓએ મનુષ્યજન્મનાં જે વખાણ કર્યા છે, જો તેના હેતુને આપણે સમજીએ નહિ, તોે સારી વસ્તુ પામવા છતાં પણ, એના યોગે મળવો જોઇતો લાભ, આપણે મેળવી શકીએ નહિ
  • અને આવી સામગ્રી ન મળી હોત, તો જે નુકશાન થવાની સંભાવના નહોતી, તે નુકશાન આપણને કદાચ આવી સારી સામગ્રીના યોગમાં પણ થઈ જાય.
 • જેમ દુર્ભાગિને પેઢી(ધંધો) એટલા માટે મળે કે એ માર્ગે એની પાયમાલી થવાની હોય. પૈસા ખોવાને માટે અને ચિન્તામાં સળગ્યા કરવાને માટે દુર્ભાગિને પેઢી મળે, એમ પણ બને ને ?
 • સુખે નોકરી કરતા હોય અને સારી રીતે પોતાનો તથા પોતાના કુટુંબનો નિર્વાહ કરતા હોય, કષાયને વશ બનીને શેઠ થવા ગયા, તો આજે પોતે પણ રીબાય છે અને એના કુટુંબની રીબામણનો ય પાર નથી.
 • એવી જ રીતે જો આર્યકુળમા જન્મી, અને કષાયને વશ બનીને જો આપણે આપણો જન્મ પસાર કરીશું, તો શું આપણે પણ એ દુર્ભાગિ શેઠ જ નહીં કહેવાઇએ?

મનુષ્ય જન્મનાં વખાણ, એ જન્મ તરીકે વખાણ નથી

 • જન્મમાં દુઃખ અને જીવવાને માટે પાપનું આચરણ, છતાં આ મનુષ્યજન્મ સારો શી રીતે?

 • પાપ કર્યા વિના પણ જીવી શકાય એ રસ્તો છે. જીવો, પણ પાપ ન થાય એવી રીતે જીવે, એમ આ શાસન કહે છે.

પાપ વગર કેમ જીવી શકાય

 • એ માર્ગ આપીને જ, આ શાસને

આ જીવન પાપ કરીને જીવવાને માટે નથી

 • એવી વાત કરી છે.

 • જીવવાને માટે ઘણું પાપ કરવું પડે છે, તે ખરાબ છે, એ વાત જેને હૈયે બેઠી હોય અથવા જેને આ વાત સાંભળતાં સાંભળતાં પણ, જીવવાને માટે જે પાપો કરવાં પડે છે તે ડંખે અને પાપથી છૂટવાનું મન થઈ જાય, તેને જ આ માર્ગ જચે.

 • એક વસ્તુના રાગથી દુનિયાની તમામ ચીજના રાગનું પાપ લાગે છે… સામાયિકમાં બેઠા બેઠા પણ સ્વિઝરલેન્ડ, પેરિસ ના રાગનું પાપ લાગે (જો તે સ્થળોનો રાગ હૈયામાં બેઠો હોય તો….)
 • પાપબંધ - કર્મબંધ પ્ર​વૃતિથી નહીં પણ પરિણામથી થાય છે…

અહીં સામગ્રી એવી કે જો માણસ ધારે અને ભવિતવ્યતાદિનો સુયોગ હોય, તો માણસ બહુ ખૂશીથી પાપ વગર જીવી શકે.

જેમ કે

 • પર્વતિથીઓમા લીલોતરી નો ત્યાગ કર​વો
 • કંદમુળ તથા અભક્ષ્યનો ઉપયોગ ન કર​વો
 • રાત્રિભોજનનો ત્યાગ કર​વો, વગેરે વગેરે

રસોઇનું પાપ કરતાં સ્ત્રીઓને થાય કે

 • રસોઈ કરતા કરતા પણ જેટલાં પાપોથી બચી શકાય તેમ હોય, તેટલાં પાપોથી બચવાની કાળજી રાખ​વી. જેમ કે
  • કોઇ પણ ચીજ લે-મૂકે તો તે પૂંજીને લે અને પૂંજીને મૂકે.
  • ચૂલો-સઘડી સળગાવતાં પહેલાં, તેના ઉપર કે તેની આજુબાજુ ક્યાંય જીવ જંતુ છે કે નહિ, તે પણ જોઈ લે અને પછી પૂંજે પણ ખરી.
  • વાસી, દ્વિદળ આદિ ન થઈ જાય, તેની કાળજી પણ રાખે.
 • આમ પાપથી બચવાના બનતા ઉપાયો કરે…

જીવવાને માટે કરવાં પડતાં પાપો જેને ડંખે નહિ, તેને ચાંલ્લો શોભે નહિ

વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો