ભાગ ૫: અનંતકાય
આગળનાં ભાગમા આપણે અવ્યવહાર રાશિ, વ્યવહાર રાશિ વિશે જોયું. આ ભાગમાં આપણે જોઇશુ કે નિગોદના જીવોને અનંતકાળ સુધી પહોંચે તેવા કર્મ શાથી બંધાય છે?
નિગોદના જીવોને મન નથી છતાં અનંતકાળ સુધી પહોંચે તેવા કર્મ શાથી બંધાય છે?
- નિગોદના જીવોને મન નથી પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને કાયયોગ જે કર્મબંધના હેતુ છે તે હોય છે.
- જેમ આપણે ખોરાક ખાઇએ છીએ તો પાચન મનના ચિંતન વિના અનાભોગથી થાય છે તેમ અનાભોગથી કર્મ પણ બંધાય છે.
- જો વિષ જાણતા અથવા અજાણતા લીધું હોય તો પણ તે મારે છે.
- જો જાણતા લીધું હોય તો પોતે અથવા બીજા ઉપાય કરે તો કદાચ બચી જાય પરંતુ અજાણપણે લીધેલું તો મારી જ નાંખે.
- તેવી જ રીતે મન વિના ઉત્પન્ન થયેલું પરસ્પર વેર અનંતકાળે પણ ભોગવતાં પૂરું થાય નહીં.
નિગોદના જીવો અનંતકાળ સુધી અતિદુખિત કેમ હોય છે?
- આ પ્રશ્નનો જવાબ તો કેવળી ભગવંત સિવાય કોઇ આપવા સમર્થ નથી. છતાં કર્મ પ્રકારના આધારે તેઓ નિકાચિત્ત કર્મ બાંધે છે. - જે ઉગ્ર પણે બંધાય છે જેમ કે ચોરને મરાતો અથવા સતીને અગ્નિમાં પ્રવેશ કરતી કુતૂહલથી જોનારા દ્રેષ વિના પણ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે જે ખરેખર અનેક જીવોને એકી સાથે ભોગવવું પડે છે.
- તો પછી નિગોદના જીવોએ પરસ્પર બાધાજન્ય વિરોધથી અનંત જીવો સાથે બાંધેલા કર્મોનો પરિપાક અનંતકાળ વિત્યા છતા પણ પૂરો ન થાય તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી.
૩૨ અનંતકાયનાં નામો:
- (૧) સૂરણકંદ
- (૨) વજ્રકંદ
- (૩) લીલી હળદર
- (૪) લીલો આદું
- (૫) લીલો કચૂરો
- (૬) શતાવરી
- (૭) વિરાણી
- (૮) કુંવાર પાઠું
- (૯) થોર
- (૧૦) ગળો
- (૧૧) લસણ
- (૧૨) વાંસ કારેલાં
- (૧૩) ગાજર
- (૧૪) લૂણી
- (૧૫) ગરમર
- (૧૬) મૂળા
- (૧૭) બટાટા
- (૧૮) પિંડાલુ(ડુંગળી વગેરે)
- (૧૯) અમૃતવેલ
- (૨૦) બિલાડીના ટોપ
- (૨૧) કુંણી આંબલી (કચુકો ન બંધાયો હોય ત્યાં સુધી)
- (૨૨) થેગ
- (૨૩) પાલક
- (૨૪) ભોંયકોળું
- (૨૫) પદ્મિની કંદ
- (૨૬) ટાંકો - વથુલાની ભાજી (વત્થુલા પ્રથમ વારનો અનંતકાય છે પણ વાઢ્યા પછી ફરી ઉગેલ હોય તો નહીં)
- (૨૭) કુંપળો
- (૨૮) કુંણા ફળ
- (૨૯) ખરિંશુકા (ખરસઇઓ)
- (૩૦) લીલી મોથ
- (૩૧) ભમરછાલ
- (૩૨) ખિલ્લુડો
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶