ભાગ ૩: નારકીના જીવોથી અનંતગણું દુ:ખ નિગોદના જીવો પામે છે.
આગળનાં ભાગમાં આપણે જોયું કે નિગોદ ના એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે.
આ ભાગમાં આપણે જોઇશું કે શું નિગોદ નાં જીવો પણ દુઃખ ભોગવે છે? તેમજ અવ્યવહાર રાશિ, વ્યવહાર રાશિ વિશે જોઇશું
- નારકીના જીવો જે દુ:ખ પામે છે તેથી અનંતગણું દુ:ખ નિગોદના જીવો પામે છે
- નિગોદનું જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકા પ્રમાણ જેટલું હોય છે (એક શ્વાસોચ્છવાસમાં સાડી સત્તર ભવ)
- નિગોદના જીવોને આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, વિષય(મૈથુન)સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞા અવ્યક્તપણે હોય છે. વળી તેઓને ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય પણ અવ્યક્તપણે હોય છે.
- નિગોદના જીવો મિથ્યાષ્ટિ હોય છે. તેઓને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. તેઓ વિચાર કરવાને અશક્ત હોવાથી તેઓને અસંજ્ઞી જીવો કહેવામાં આવે છે. તેઓને છ લેશ્યામાંથી ફક્ત કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણ લેશ્યા હોય છે.
- નિગોદના જીવોને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન હોય છે.
પ્રભુએ કહ્યું હતુ,
નારકીમાં નારકીના જીવો જે દુ:ખ પામે છે તેથી અનંતગણું દુ:ખ નિગોદના જીવો પામે છે. આમ, સંસારમાં સૌથી વધુ દુ:ખ નિગોદ ના જીવોને હોય છે.”
- અવ્યવહાર રાશિ: જૈનદાશૅનિકો સુક્ષ્મનિગોદ ને અવ્યવહાર રાશિ કહે છે. તેમાં એવા પણ અનંતા જીવો છે, કે જે અનંતકાળથી તે જ અવસ્થામાં રહેલા છે અને રહેવાના છે. જેઓ કદાપિ સુક્ષ્મ-નિગોદમાંથી બહાર નીકળ્યા જ નથી. તેઓ ગુફામાં જન્મ્યા અને ગુફામાં મૃત્યુ પામ્યાની પેઠે અવ્યવહારી છે.
- વ્યવહાર રાશિ: સૂક્ષ્મનિગોદમાંથી નિકળી ને સ્થુલમાં-બાદર માં આવવું એટલે જ વ્યવહાર રાશિમાં પ્રવેશ કરવો
વ્યવહાર રાશિ, અવ્યવહાર રાશિ અને મોક્ષ:
- વ્યવહારરાશિમાં રહેલા સર્વે મોક્ષે જવાના છે એ નિશ્ચય નથી, કારણ કે–તેમાં અનાદિકાળથી બાદર-નિગોદ રહેલી છે, કે જેનો અનંત ભાગ જ મોક્ષે ગયેલ છે અને જવાનો છે. તેમજ વ્યવહાર રાશિમાં રહેલા અનંતા અભવ્ય જીવો છે, કે જેઓ કદાપિ મોક્ષે જવાના જ નથી
- અવ્યવહારરાશિમાં રહેલા સર્વ જીવો મોક્ષે જવાના નથી એમ પણ નથી, કારણ કે-વ્યવહારરાશિમાંથી એક જીવ મોક્ષે જાય ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિમાં આવે છે.
- એ અચળ ક્રમ છે માત્ર જે જીવો “જાતિભવ્ય છે અને તથા પ્રકારની સામગ્રીને અભાવે અવ્યવહારરાશિમાંથી નીકળવાના જ નથી, તેથી જ તેને મોક્ષની સામગ્રી મળવાની નથી અને તેવી સામગ્રીના અભાવથી તે (જાતિભવ્ય) જીવો મોક્ષે પણ જવાના નથી. જો સામગ્રી મળે તો તેઓ મોક્ષે જઈ શકે તેવા સ્વભાવવાળા છે.
હવે પછીનાં ભાગમાં આપણે ગતિ-આગતિના સિદ્ધાન્ત, Evolution-વિકાસ સિદ્ધાંત તેમજ જાણીશું કે કપોત લેશ્યાવાળો પૃથ્વીકાય ત્યાંથી મરી, મનુષ્ય બની મોક્ષે જઇ શકે?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶