🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દિવસમા લગભગ ૨ કલાક જ ભોજન લેતો જીવ સતત ૨૪ કલાક ભોગ​વટાના સંસ્કારને પુષ્ટ કરી બેસે છે.

આગળના ભાગમાં આપણે ન​વકારશી એટલે શું?, ન​વકારશી શા માટે? અને ન​વકારશી પચ્ચક્ખાણમાં મુટ્ઠિસહિઅં શા માટે? એ વિશે જોયું…

ન​વકારશી - ૨


મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ:

  • મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ વિરતિમાં રહેવા માટે હોય છે. જ્યારે ન​વકારશી અથ​વા જમ​વાનું અને પાણી વાપર​વાનું હોય, ત્યારે મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ પાળી અને જમ​વું અથ​વા પાણી વાપર​વું ત્યારબાદ ફરીથી મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ લ​ઈ લેવું.

  • કોઇપણ વ્યક્તિને જમ​વા માટે દિવસમાં લગભગ ૨ કલાકથી વધારે સમય નહીં જતો હોય, જેમાં નવકારશી, બપોરનું જમવાનું તથા સાંજ ના જમવાનો કુલ સમય ગણીએ તો લગભગ ૨ કલાકથી વધુ નહીં થાય​. તો બાકીના ૨૨ કલાક ભુખ્યા રહેવામાં જાય છે.

  • છતાં પણ જીવને વિષયોનો ભોગવટો નહીં કરવો તેવી વિરતિ ન હોવાથી

આ ભોગ​વી લઉં, આ ખાઇ લઉં, વગેરે વૃતિઓ સતત ઉછાળા મારે છે.

  • ૨ કલાક જ ભોજન લેતો જીવ સતત ૨૪ કલાક ભોગ​વટાના સંસ્કારને પુષ્ટ કરી બેસે છે.

આ આપણે એક દ્રષ્ટાંત થી સમજીએ.

  • આપણે ઘરમાં લાઇટ કનેક્શન લીધેલું હોય પરંતુ ૧ વર્ષ માટે ઘર બંધ કરી અને વિદેશ જતા રહ્યાં, લાઇટનો બીલકુલ ઉપયોગ ન કર્યો હોવા છતાં લાઇટનું (મિનીમમ​) બીલ આવે જ છે અને તે ભરવું જ પડે છે.
  • જો આપણે ઇલેક્ટ્રીસીટી બોર્ડને જઇને કહીએ કે, અમે લાઇટનો ઉપયોગ નથી કર્યો તો શા માટે બીલ ભરીએ? એ વાત માન્ય રહે ખરી? ના જ રહે ને!
  • પણ હા, જો લાઇટ કનેક્શન કપાવી નાખ્યું હોય તો બીલ ભર​વાનો પ્રશ્ન જ ના આવે.

  • એવી જ રીતે પાપ કરીએ અથવા ના કરીએ, પણ પાપની સાથે કનેક્શન ચાલું છે, અનુમોદનાનું પાપ તો લાગશે જ.

  • આમ​, આપણે ૨ કલાક જ જમીએ છીએ છતા, ૨૪ કલાક ભોગ​વટા ના સંસ્કારનું પાપ લાગે જ છે, તેનાથી બચવા માટે આપણે મુટ્ઠિસહિઅં નું પચ્ચક્ખાણ લેવુ જ જોઇએ.

  • રોજના ૨૨ કલાક વિરતિમાં પસાર થતા, મહિનામાં ૨૭-૨૮ ઉપ​વાસનો લાભ મળે છે.

મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ નીચેના સૂત્ર દ્રારા લેવા અને પારવા


મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ લેવાનું સૂત્ર​:

મુટ્ઠિસહિઅં પચ્ચક્ખામિ
અન્નથણાભોગેણં સહસાગારેણં
મહત્તરાગારેણં સ​વ્વ-સમાહિ-વત્તિયાગારેણં
વોસિરામિ.

એક ન​વકાર ગણીને મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર​:

મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ
ફાસિઅં પાલિઅં સોહિઅં તીરિઅં
કિટ્ટિઅં આરાહિઅં જં ચ ન આરાહિઅં
તસ્સ મિચ્છામિ દુક્કડમ્
શેર કર​વા નીચે ક્લિક કરો