નવકારશી શા માટે? નવકારશી પચ્ચક્ખાણમાં મુટ્ઠિસહિઅં શા માટે?
નવકારશી - ૧
નવકારશી એટલે શું?
સૂર્યોદય પછી ૨ ઘડી એટલે કે ૪૮ મિનીટ પૂર્ણ થયે જમણા હાથની મુઠ્ઠીવાળી અને જમીન પર રાખી શ્રી નવકાર મંત્ર ૩ વાર ગણી પ્રતિજ્ઞા પાડવી તે નવકારશી.
નવકારશી શા માટે?
-
સંપૂર્ણ આહારસંજ્ઞા તોડવાનું લક્ષ્ય લઇને આપણે બેઠા છીએ પરંતુ અત્યારે તેવી તાકાત નથી કે આહારને ફગાવી શકીએ એટલા માટે આહારસંજ્ઞાને તોડવાના લક્ષ્યથી નવકારશી કરવાની હોય છે.
-
ઉત્તમ સ્વાદ વાળા ભોજન નજર સામે હોય અને પોતાનું શરીર તથા મન આ બધા પદાર્થોના ભોગવટા માટે સજ્જ હોય પણ સૂર્યોદય પૂર્વે જ નક્કી થઇ જાય
હે જીવ, પરમાત્મા એ ૬ મહિનાનું તપ કરવાનું કહ્યું, પણ તારું એટલું સત્વ નથી તો કમસે કમ ૫…૪…૩…૨…૧… મહિના સુધી…
અરે છેવટે… ૧૬…૮…૩…૧… દિવસ ના ઉપવાસ નહીં તો છેવટે આયંબિલ… એકાસણું… પુરિમુડ્ઢ..
એ પણ નહીં તો છેવટે નવકારશી. મનની આસક્તિ ઉપર કાબુ મૂક. આવી ઉત્તમ ભાવનાથી સૂર્યોદયથી ૪૮ મિનીટ સુધી આહાર નો ત્યાગ તે સાચી નવકારશી.
- સામાન્ય બની ગયેલી નવકારશી ની પ્રતિજ્ઞા કેટલી બધી દુર્લભ છે.
- તીર્થંકર નામકર્મ નિકાચિત કરેલું તેવા શ્રી કૃષ્ણ મહારાજા, શ્રેણિક આદિ કર્મનિર્જરા કે આત્મકલ્યાણ માટે નવકારશી જેટલું પચ્ચક્ખાણ કરી નહોતા શકતા…
- એ જ સાબિત કરે છે કે નવકારશી આદિ પ્રતિજ્ઞા કરવા વિશિષ્ટ સત્વ જેમ જરૂરી છે તે જ રીતે કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ અને વિશિષ્ટ પુણ્યોદય પણ જરૂરી છે.
નવકારશી પચ્ચક્ખાણમાં મુટ્ઠિસહિઅં શા માટે?
- સૂર્યોદય પહેલાં નવકારશીનું પચ્ચક્ખાણ જ્યારે ગુરુભગવંત પાસે લઇએ ત્યારે ગુરુભગવંત મુટ્ઠિસહિઅંનું પચ્ચક્ખાણ બોલે છે કારણ કે નવકારશી નું પચ્ચક્ખાણ સૂર્યોદયથી ૪૮ મિનિટ સુધીનું જ છે
- તો નવકારશી આવી ગયા પછી નવકારશી નું પચ્ચક્ખાણ પૂરું થઇ જાય પણ જ્યાં સુધી ભોજન ન કરીએ ત્યાં સુધી પચ્ચક્ખાણમાં રહી શકીએ એ માટે મુટ્ઠિસહિઅંનું પચ્ચક્ખાણ ભેગું આપવામાં આવે છે.
- નવકારશીનું પચ્ચક્ખાણ આવી ગયા પછી પણ જ્યાં સુધી મુટ્ઠિવાળીને નવકાર ન ગણીએ ત્યાં સુધી પચ્ચક્ખાણમાં રહી શકીએ તે માટે બંને પચ્ચક્ખાણ ભેગા આપવામાં આવે છે.
નવકારશી નો લાભ
- નારકી નો જીવ નરકમાં જઇ ૧૦૦ વર્ષ સુધી પરમાધામી દ્રારા કરાયેલી ઘોર વેદના જેવી કે કરવત થી છેદાવવું, આગથી સેકાવું, ગરમ ધુળથી ભુંજાવું, વગેરે ભોગવે.
- તેનાથી જે કર્મો ખપે, તેટલા કર્મો પ્રતિજ્ઞાપૂર્વક સૂર્યોદય પછી ૪૮ મિનીટ સુધી આહારનો ત્યાગ કરવાથી ખપે છે.
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶