🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૪: નંદક દરરોજ​ જિનપૂજા કરતો હોવા છતાં તેનું પુણ્ય તેને ન મળ્યું…

આગળનાં ભાગમાં આપણે પૂજા અંગેની અગત્યની પ્રશ્નાવલી વિશે જોયું… હ​વે આગળ…

 • દેરાસરે દર્શન કરી બહાર નીકળ્યા બાદ ત્યાં એક ભિખારી હારમોનીયમ લઇ વગાડી રહ્યો હતો અને ગાઇ રહ્યો હતો. 

તિલક કરતા ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં.

તિરથ ફરી ફરી થાક્યા ચરણ, તોએ ન પહોંચ્યા હરિને શરણ.

 • ત્યાંથી આગળ જતા એક પટેલ મિત્ર મળે છે અને પૂછે છે,

“તમો તો દર્શન -પૂજા ઘણા વર્ષોથી કરો છો તો પ્રભુદર્શન પૂજાથી શું મળે? આપને શું મળ્યું? આપના જીવનમાં શું પરિવર્તન આવ્યું?”

 • તો જવાબ આપવાના બદલે, મનમાં એ વિચાર આવ્યો કે દર્શન -પૂજા તો રોજ અવશ્ય કરું છું પણ શું મળે અને શું મળ્યું એ તો ખબર નથી. અથવા તો ભક્તિમાં કઇ જાતની ત્રુટિ છે તે પણ ખબર નથી.

 • એને બદલે એક બીજી વાત વિચારીએ કે કોઇ બોર્ડમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જો આપણે પુછીએ કે મેથ્સમાં તને કેટ્લા માર્કસ મળશે? તો તે તરત જ જ વાબ આપશે, ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ મળશે. એ વિદ્યાર્થીને મહેનતના ફળમાં શ્રદ્ધા છે જ્યારે આપણને ધર્મના ફળમાં શ્રદ્ધા છે? નથી ને? તો આપણે દર્શન, પૂજા, ભક્તિ વગેરે કેવા કરવા જોઇએ? અને ફળ વિશે લેશમાત્ર પણ શંકા ન રહે તેવી શ્રદ્ધા કેળવવાથી ફળ અવશ્ય પણે મળે છે.

હવે આપણે ભક્તિના મહત્વના મુદ્દા વિચારીએ:

૧. શ્રદ્ધા​


 • કોઇ એક નગરમાં નંદક અને ભદ્ક નામે બે વ્યાપારી રહેતા હતા.
 • બંનેની દુકાનો સામ સામે આવેલી હતી નંદક પ્રભાતે જિનપૂજા કરવા જિનાલયમાં જતો ત્યારે ભદ્ક વિચાર કરતો હતો કે ધન્ય છે નંદક ને! તે સવારમાં બીજી બધુ કામ છોડીને નિત્ય જિન પુજા કરે છે અને હું મહાપાપી જીવ સવારમાં ઉઠીને પામર લોકોના મુખ જોઉ છું. મારા જીવતરને ધિકકાર છે. એમ પોતાની નિંદા અને નંદકની સ્તુતિ કરતો હતો.
 • નંદક હમેશા એવું વિચારતો હતો કે ભદ્ક સવારે વહેલો દુકાને પહોંચી જાય છે અને ઘણા બધા ગ્રાહકો મેળવી લે છે. ગ્રાહક પાસેથી ઘણું ધન મારી ગેરહાજરીમાં કમાઈ જાય છે. પણ હું શું કરું? મેં પૂર્વે મુર્ખપણાથી જિનપૂજાનો અભિગ્રહ લીધો એટલે હવે ભદ્કની જેમ દુકાને પણ વહેલો જઇ શકતો નથી અને ધન કમાય શકતો નથી. કોણ જાણે જિનપૂજાનું ફળ ક્યારે મળશે? આના કરતાં તો જિનપૂજા મુકી દેવી સારી જેથી તાત્કાલિક ઘન તો મળે…
 • આવા કુવિકલ્પથી નંદક જિનપૂજા કરતો હોવા છતાં તેનું પુણ્ય તેને ન મળ્યું.

દરેક વ્યક્તિએ દ્રઢ વિશ્વાસ રાખવા જેવો છે કે જેવો હું ધર્મ કરીશ તેવું ફળ ચોક્કસ મળશે જ અને ધર્મ ખુબ સારો કરવા સંકલ્પ કરવો જોઇએ.

 • અહીં જો કોઇ એમ કહે કે આવી રીતની શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહેવાય પણ તે ખોટું છે કેમ કે એમાં તો જ્ઞાનીને આત્મસમર્પણ છે, ત્યાં ભલે યુકિત-હેતુ વગેરે ન જાણ્યું છતા પ્રમાણ તો તત્વને જ કરે છે ને?
 • વિશ્વાસ તો સર્વજ્ઞના સત્ય વચન ઉપર જ કરે છે ને? એટલે આમાં લાભ જ થવાનો.
 • આવા વિશ્વાસને અંધ વિશ્વાસ કેવી રીતે કહેવાય?
 • એ વિશ્વાસથી તો શક્ય એવા ઉત્તમ ધાર્મિક અનુષ્ઠાનો આરાધે છે. અને જે સમજમાં ઉચ્ચ ધાર્મિક યોગના કર્તવ્યો અવશ્ય કરવાનું ન દેખાય તે સમજ આંધળી છે. 

 • જ્યારે આપણે બસમાં મૂસાફરી કરતા હોઇએ ત્યારે આપણે તે બસના ડ્રાઇવર ને ઓળખતા ન હોવા છતાં આપણને પૂરી શ્રદ્ધા હોય છે અને આપણે આરામથી મૂસાફરી કરતા ઉંધી પણ જઇએ છીએ. જો આપણને એક ડ્રાઇવર ઉપર આટલી શ્રદ્ધા હોય, તો સર્વજ્ઞ પ્રભુના વચનોમાં કેટલી શ્રદ્ધા?

હ​વે પછીનાં ભાગમાં આપણે ભક્તિના મહત્વના મુદ્દા વિધી વિશે જોઇશું
શેર કર​વા નીચે ક્લિક કરો