ભાગ ૩૧: મનનું સમર્પણ એ જ ધર્મ ધ્યાન છે એમાથી શુક્લધ્યાનની, ક્ષપકશ્રેણીનું અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે..
આગળનાં ભાગમાં આપણે મન અને દર્શન(ધાર્મિક ક્રિયા) વિશે જોઇ રહ્યા હતા…
આ ભાગમાં આપણે મન અને દર્શન(ધાર્મિક ક્રિયા) વિશે વધુ તેમજ સમતા વિશે જોઇએ…
5B. મન અને દર્શન(ધાર્મિક ક્રિયા)
સ્વામિ તમે કાંઇ કામણ કીધું,
ચિતડું અમારું ચોરી લીધું
- હે પ્રભુ! તમે કાંઇ કામણ મારા પર કર્યુ છે મારું ચિત તમારી પાસે આવી ગયું છે એટલે કે મારું મન પ્રભુમય બની ગયું છે.
-
હવે તમે મારા મનને પાછું આપી રહ્યા છો એટલે મારું મન પ્રભુને છોડીને અન્ય પદાર્થોમાં જઇ રહ્યું છે પણ મારે તે સ્વીકારવું નથી તો પ્રભુ હવે તમારું મન જોઇએ છીએ…
- જે મનથી પ્રભુ આપે સર્વવિરતિની સાધના કરી…
- જે મનથી પ્રભુ આપે તીર્થંકર નામકર્મ બાંધ્યુ
- જે મનથી પ્રભુ આપે શુક્લધ્યાન ધ્યાયું
- જે મનથી પ્રભુ આપને કેવળજ્ઞાન થયું
- હે પ્રભુ! એ મન આપનું મને આપો!
- હે પ્રભુ! આપ તો મોક્ષમા જતા આપનું મન છોડી દીધું છે, આપને હવે એ કામનું નથી તો મને આપવામાં વાંધો શું? જો ન આપવું હોય તો લોહચુંબકથી જેમ અન્ય લોહ વાસિત થતા લોહચુંબક બને છે તેમ આપના એ મનથી મારું મન વાસિત કરી આપના મન જેવું બનાવો
- તેથી હે પ્રભુ! મારા મનને એવું બનાવો કે જેથી હું સમ્યકત્વ પામી સર્વવિરતિની સાધના કરી, ક્ષપકશ્રેણી આરોહણ કરી કેવળજ્ઞાન પામું મુક્તિના સુખને પ્રાપ્ત કરું…
મનનું સમર્પણ
- આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ એટલે તન અને ધન સમર્પિત કરીએ છીએ. પ્રભુની કે પ્રભુ શાસનની સેવા કરવી એ તનનું સમર્પણ છે અને પ્રભુ શાસનમાં ધનનો ઉપયોગ એ ધનનું સમર્પણ છે આ બંને આપણે શકિત અને ભાવ અનુસાર કરીએ છીએ
પણ હવે મનનું સમર્પણ…. એ દુર્લભ છે…
- મનનું સમર્પણ એટલે પ્રભુના વચનને અનુસાર મનની ગતિ, પ્રત્યેક પ્રસંગમા જિનવચનને અનુસાર વિચારવું એ મનનું સમર્પણ…
- પ્રભુ એ રાગ-દ્રેષ-કષાય વગેરેના ભયંકર અપાયો બતાવ્યા છે એટલે કર્મના ઉદયથી ઉઠતા કષાયો વખતે આપણે તેના અપાયને યાદ કરીએ એ પ્રભુ પ્રત્યે મનનું સમર્પણ
- મનનું સમર્પણ એ જ ધર્મ ધ્યાન છે એમાથી શુક્લધ્યાનની, ક્ષપકશ્રેણીનું અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે..
- પ્રભુ ભક્તિ અને પ્રાર્થના કરતા આપણે વારંવાર મનનું સમર્પણ વચનથી પણ કરીએ એમ કરતા ભાવ સમર્પણ પણ પ્રાપ્ત થશે…
૬. સમતા
ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ કહે છે કે,
“જબ લગ આવે નહીં મન ઠામ. તબ લગ કષ્ટ ક્રિયા સવિ નિષ્ફળ, જ્યોં ગગને ચિત્રામ”…
“સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્યનું કામ છાર ઉપર તે લીંપણું ઝાંખર ચિત્રામ!!”
(પુણ્યપ્રકાશ સ્તવન ઢા. ૬)
રાગદ્રેષના તોફાનો મનોરાજ્યમાં ચાલતા હોય ત્યારે કાયાથી ઉંચામાં ઉંચી ક્રિયા ચાલતી હોય અને વચનથી મંત્રમય સૂત્રોનો ઉચ્ચાર થતો હોય-છતાં વાસ્તવિક ફળ ક્યાંથી મળે? સમતા આવી જાય એટલે મનના તરંગો-ઉછાળાઓ-ખોટા ખ્યાલો-ગુંચવળો-ગોટાળાઓ-કાવાદાવા અને મેલી રમતો બધું જ દૂર થઇ જાય છે અને આત્મામાં અવલૌકિક શાંતિનું સામ્રાજ્ય સ્થપાય છે. એ શાંતિનું સ્વરૂપ શબ્દમાં મૂકી શકાય તેવું નથી - માત્ર અનુભવ ગમ્ય છે.
“શ્રીપાળ રાસ” માં શ્રીપાળને ધવલ શેઠ દરિયામા ફેકે એમના વહાણોને પચાવી પાડવાની પ્રવૃતિ કરે અને જ્યારે ધવલ શેઠને જેલમા પુરવા માટે લઇ જવાતા હોય છે ત્યારે શ્રીપાળ રાજસેવકોને કહે છે : “એમને છોડી દો! એ મારા ઉપકારી છે”
- અહીં પ્રશ્ન એ થશે ધવલ શેઠે શ્રીપાળ પર શો ઉપકાર કર્યો?
- જ્યારે શ્રીપાળના મનમા એમ થાય છે કે આનાથી મને સમ્યગદર્શન થયું છે કે નહી તેની ખબર પડશે, ધવલ શેઠ, શ્રીપાળની સમતાની પરિક્ષા માટે ગુરૂ પદે હતા.
- અહીં ધવલજીએ શ્રીપાળજી ને મદદરૂપ થવા કામ કર્યુ હતું અને શ્રીપાળ એમને ઉપકારી માને એ તો સામાન્ય વ્યક્તિ પણ કરી શકે પણ શ્રીપાળમાં ચૈતન્ય પ્રત્યે આદર હતો જ્યારે અહીં તો દરિયામા ફેંકવાની અને વાહનો પચાવી પાડવાની પ્રવૃતિ હોવા છતા, શ્રીપાળજીને ધવલ શેઠ પ્રત્યે સહેજ પણ તિરસ્કાર ભાવ ન ઉપજે …
- જ્યા ચેતના ત્યા આદર…
- આમા શ્રીપાળની સમતાના અદભુત દર્શન થાય છે…
આમ તો જીવનો અનાદર એ જિનનો જ અનાદર છે
હવે પછીના ભાગમાં આપણે બાહ્ય અને આંતરથી ક્રિયા તેમજ સાતત્યની સાથે ધર્મક્રિયા વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶