ભાગ ૧૧૨: શું પરાણે ધર્મ કરાવાય તે સારું?
આગળના ભાગમાં આપણે જોયું કે
મેતારાજ મુનિના જીવે પૂર્વભવમાં સાધુપણે “ગુરૂએ ચારિત્ર સારું આપ્યું પણ પરાણે આપ્યું તે ખોટું” એવું વિચાર ધરાવતા હતા.
કાંઈ મારીને મુસલમાન કરાય?
મેતારાજ મુનિને ધર્મ પર સૂગ આવી કેવી રીતે?
સામાની રાજીખુશીથી ચારિત્ર અપાયેલું સારું પણ એના રાજીપા વિના બળાત્કારે અપાયેલું ચારિત્ર ખોટું
આ ભાવ એમાં ગર્ભિત હતો અને એમાં પરાણે અપાયેલા ચારિત્ર પર સૂગ આવી તો પરિણામ…
દુર્લભબોધિ થયા
- એનો જુલ્મ કેવો કે મેતારાજ ચરમશરીરી છે, સંસારમાં આ એમનો છેલ્લો જ ભવ છે, હવે એ મોક્ષે જ જવાના છે, છતાં એ પ્રારંભે તો દુર્લભબોધિ
- તે વચલા દેવભવે મિત્રદેવતા પાસેથી ધર્મ પમાડવાનો કોલ લીધેલ, એટલે દેવતા પ્રતિબોધ કરવા આવ્યો.
- બધું પૂર્વનું યાદ દેવડાવ્યું, છતાં! એમને ચારિત્રધર્મ આદરવાનું મન થતું નથી!
- ધર્મની સૂગ તો પૂર્વે ક્ષણવાર કરેલી, તે ય આડકતરી રીતે, પરંતુ અહીં ૪૦ વરસ સુધી ચારિત્રધર્મની રુચિ ન થવા દીધી.
-
ધર્મની આડકતરી અને ક્ષણવાર સૂગનો કેટલો જુલ્મ!
- મેતારજના અવતારે પૂર્વ સંકેતિત દેવતા પ્રતિબોધ કરવા આવ્યો, પૂર્વનું બધું સૂઝાડ્યું વળી વચલા દેવભવના દિવ્ય આનંદની સામે આ મનુષ્ય ભવના ભોગસુખ ગટર ક્લાસ અને વિટંબણારૂપ સૂઝાડવા છતાં, મેતારજ કેમ વિષયલંપટ બન્યા રહ્યા?
-
પૂર્વની ભૂલ સાથે આને શો મેળ? પૂર્વે ચારિત્ર તો એવું સુંદરપાળેલું કે ત્રણ ભવમાં સંસાર મર્યાદિત કરેલ. છતા આમ કેમ બન્યું?
- કારણ આ, કે “સંયમ પરાણે આપ્યું તે ઠીક નહિ” આવા પૂર્વના વિચારમાં આ ગર્ભિત હતું કે
સામાની ઈચ્છા હોય તો જ એને સંયમ અપાય તે ઠીક, પણ ઈચ્છા ન હોય, તો સંયમ ન અપાય એ સારું
- અર્થાત એ અસંયમ યાને વિષયભોગમાં રહે તે સારું
- આ ગર્ભિત યાને અંદર છુપાયેલા અભિપ્રાયમાં વિષયભોગ પર સારાપણાની મહોર છાપ મારી એટલે સ્વાભાવિક છે છે કે એના સંસ્કાર અહીં વિષય ભોગ બહુ સારા મનાવી જીવને એમાં લંપટ બનાવે.
અહીં એ પ્રશ્ન થાય કે તો શું પરાણે ધર્મ કરાવાય તે સારું?
- આ પ્રશ્ન એટલા માટે ઊઠે છે કે ધર્મ એ અમૃત છે, ને વિષય-કષાયનાં પાપ એ ઝેર છે એવું નજર સામે તરવરતું નથી.
- કોઇ ઝેર પીતું હોય તો તેને…પરાણે ઝેર અટકાવી અમૃત પવાય તે સારું? એવો જેમ પ્રશ્ન નથી ઉઠતો એમ આ પ્રશ્ન શાનો ઊઠે?
- પરાણે દવા પીવડાવાય તે સારી?
- પરાણે ગાડી નીચે આપઘાત કરતા ને અટકાવાય તે સારું?
- બાળકને પરાણે નિશાળે મોકલાવે તો સારું?
- ના કહેવા છતાં પતંગની લહેરમાં અજાણ્યે છાપરાની કિનાર તરફ સરકતાને પરાણે પકડી રખાય તે સારું?
- તો પછી મેતારાજ મુનિએ કેમ ન માન્યું કે મને વિષય ઝેર છોડાવી પરાણે સંયમ અમૃત આપ્યું તે સારું?
જો અહીં આપણે હોય તો આપણે પણ કઇ તરફ હોય?
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶