ભાગ ૨: ખાવું, પીવું અને જલ્સા કરવા...
આગળનાં ભાગમાં આપણે જોયું કે જો આપણે આપણો ભવ સુધારવો હોય તો આત્મિક શક્તિનો ઉપયોગ કરવો જ રહ્યો. આ ભાગમાં આપણે જોઇશું કે આ આત્મિક શક્તિનો ઉપયોગ એટલે શું?
-
સામાન્ય રીતે જીવનમાં આહાર, નિંદ્રા અને મૈથુન આવશ્યક છે કે જેના વગર ન ચાલે પરંતુ જો આ જ પ્રવૃતિમાં રચ્યા-પચ્યા રહેવું હોય અને જીવન પસાર કરવું હોય તો પશુ અને મનુષ્યની પ્રવૃતિમાં તફાવત શો?
-
જ્ઞાનીઓએ તો મનુષ્યભવ એ તો દુર્લભતા કહી છે તો
- શું તેમને મનુષ્યના દેહમાં કોઇ વિશેષતા નિહાળી?
- માનવીને ઉચ્ચ કક્ષાએ મૂક્યો અને પશુને નીચી કક્ષાએ શા માટે?
- જ્ઞાનીઓને શું આ માનવ દેહનો મોહ હતો?
ના, તેઓને આ નશ્વર દેહની કિંમત તો કંઇ જ ન હતી પણ
- કિંમત છે ધર્મની.
- આત્મિક શક્તિનો ઉપયોગ માત્ર આ માનવ દેહ દ્રારા જ શક્ય છે.
આત્મિક શક્તિનો ઉપયોગ એટલે:
- ભાવના બળથી સદભાવનાઓ અને પવિત્રતાને હ્રદયમાં ભરી દેવું
- મનને સદબુદ્ધિમાં રમતું રાખવું
- આત્મા પાસે મોક્ષ સાધનાના પુરુષાર્થ આદરાવવા.
- અને આ આત્મિક શક્તિને ખીલવે છે ધર્મ
ધર્મ શા માટે?
- મનુષ્ય પોતાનાં જીવનકાળ દરમ્યાન જે ભાગ-દોડ કરે છે, તે સુખ મેળવવા અને સુખી બની રહેવા જ તો કરે છે.
- આજનો માનવ ધન સંપત્તિ, ખાનપાન, અથવા તો અન્ય કોઇ ભૌતિક વસ્તું ને જ સુખ નું કારણ માની બેઠો છે.
પરંતુ
- જો સુખ ધન સંપત્તિ નો ગુણ હોય તો જેટલા ધન સંપત્તિ વધુ તેટલો વધુ સુખ નો અનુભવ થાય. પરંતુ શુ વાસ્તવમાં એવું થાય છે?
- જો સુખ ખાનપાન નો ગુણ હોય તો જેટલા ખાનપાન વધુ તેટલું વધુ સુખ થવુ જોઇએ. જેમ કે એક-બે લાડુ ખાતા સુખ થાય છે પરંતુ જો વધુ ખવાય જાય તો ઉલ્ટી જેવું થાય છે તો શું મજા, સજા માં પરિવર્તિત નથી થઇ જતી?
- તો શું આ ધન -ખાનપાન વગેરેને સુખ કહેવાય? આમ , સુખ એ બાહ્ય વસ્તુનો ધર્મ નથી. એ તો આત્માની ચીજ છે.
- પરંતુ એ ત્યારે જ અનુભવાય કે જ્યારે હૈયે કોઇ ચિંતા ન હોય, મનમાં કોઇ ભય ના હોય, અંતરમાં અજંપો ના હોય, મન -હૈયું-અંતર નિશ્ચિંત, નિર્ભય , શાંત અને આત્મા માં મસ્ત હોય તો સાચા સુખ નો અનુભવ થાય. આવું સુખ ધર્મ જ આપી શકે.
- ધર્મ પર ભાર દેવામાં જ્ઞાનીઓની જનસમાજ પ્રત્યે હિતની દષ્ટિ છે, પરંતુ તેમાં ગતાનુગતિકતા, અંધ અનુકરણ કે અવિચારી–પ્રવૃત્તિ નથી.
-
પરંતુ સુખ માટે જ્યાં ત્યાં ફાંફાં મારતા માનવીને સુખ પ્રાપ્તિના સાચા માર્ગે ચઢાવવાનો જ્ઞાનીઓનો એક માત્ર પ્રયત્ન છે.
- “સુખં ધર્માત દુ:ખં પાપાત” - અર્થાત ધર્મથી સુખ , પાપથી દુ:ખ આ સનાતન સત્ય છે.
હવે પછીનાં ભાગમાં આપણે જોઇશું કે શું સંસારમાં કોઇ સંપૂર્ણ સુખી છે? કે પછી બધાએ સુખની શોધમાં માત્ર આંધળી દોટ જ મુકી છે?*
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶