🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૦૮: પશુને જીવનના લક્ષ્યનો વિચાર નહિ, એમ શું માનવને પણ લક્ષ્યનો વિચાર નહિ?

આગળના ભાગમાં આપણે જોયું કે આટલું કિંમતી માનવ જીવન જીવાય છે એ શા માટે?

કયા લક્ષ્યને સિદ્ધ કરવા માટે એનો આપણે વિચાર જ કરતા નથી

હ​વે આગળ​,

  • પશુને જીવનના લક્ષ્યનો વિચાર નહિ, એમ શું માનવને પણ લક્ષ્યનો વિચાર નહિ? તો પશુ જીવનથી માનવ જીવનની શી વિશેષતા રહી?
  • એક ઉચ્ચ માનવપ્રાણી તરીકે જન્મ્યા અને એમાં ખાધું પીધું પૈસા કમાયા, સુખ ભોગવ્યા વગેરેનું જીવન જીવ્યા, પણ એ બધું કયું લક્ષ્ય સિદ્ધ કરવા, એનો જો ધર્મી આત્મા વિવેક પૂર્વક વિચાર કરે તો આ સમજાય કે

ઉત્તમ માનવ જીવન શક્ય એટલા પાપ ઓછા કરવા અને શક્ય ધર્મસુકૃત-સદ્ગુણો સાધી લેવા માટે છે.

જીવન જીવીએ એનું લક્ષ્ય પાપવિરામ અને ધર્મસિદ્ધિ છે.

  • માનવ જીવનનું આ લક્ષ્ય વારંવાર નજર સામે હોય તો વાતે વાતે એ જોવાય કે આમાં કાંઈ પણ પાપનિવૃત્તિ-પાપત્યાગ થાય છે કે નહીં? કાંઈ પણ ધર્મસિદ્ધિ થાય છે કે નહીં?

  • બેઠો ત્યાં એ ખ્યાલ,
  • ઊઠ્યો ત્યાં એ ખ્યાલ;
  • ખાય ત્યાં એ ખ્યાલ,
  • પીએ ત્યાં એ ખ્યાલ,
  • ધંધો નોકરી કરે ત્યાં એ ખ્યાલ

  • પૈસા લાવે ત્યાં પણ એ ખ્યાલ,
  • પૈસા સંઘરે ત્યાં ય એ ખ્યાલ,
  • પૈસા ખરચે ત્યાં પણ એ ખ્યાલ,
  • સ્નેહી સાથે વાતચીત કરતો કે આરામ કરે યા કુટુંબનો-સમાજનો-સંસ્થાનો વડેરો થાય, ત્યાં પણ એ જ લક્ષ્ય કે આમાંથી પાપત્યાગ અને ધર્મસિદ્ધિ થાય છે કે નહીં?

  • માનવ જીવનની દરેક દુન્યવી ઘટનાઓમાં જો આ લક્ષ્યનો પાકો ખ્યાલ રખાય અને એને સિદ્ધ કરવા મથાય, તો પછી દુન્યવી પ્રવૃત્તિમાંથી શક્ય એટલી વધુ નિવૃત્તિ લઈને ધાર્મિક પ્રવૃત્તિ ધર્મસાધના કરવાનો ભાવ જાગે એ સહજ છે.

આ જીવન લક્ષ્ય સતત ખ્યાલમાં રાખ​વાથી ધર્મ કરવાનો ભાવ જાગે

ધર્મ વિના ચાલે?

  • ખાધા વિના ન ચાલે
  • પૈસા કમાયા વિના ન ચાલે
  • બજારમાં ગયા વિના ન ચાલે

આ હૈયે બેસી ગયું છે એની ગરજ રહે છે જ​…

પણ ધર્મ માટે આવું હૈયે બેઠું છે કે ધર્મ વિના ન ચાલે?

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો