આજે ઘર ઘર હોસ્પિટલના ખાટલા બન્યા છે તેનું કારણ ઘર જીવહિંસાનું કતલખાનું બન્યું છે માટે!
આગળના ભાગમાં આપણે જોયું કે માનવભવમાં સામગ્રી એવી કે જો માણસ ધારે અને ભવિતવ્યતાદિનો સુયોગ હોય, તો માણસ બહુ ખૂશીથી પાપ વગર જીવી શકે.
અને જોયું કે રસોઇનું પાપ કરતાં સ્ત્રીઓને થાય કે
- રસોઈ કરતા કરતા પણ જેટલાં પાપોથી બચી શકાય તેમ હોય, તેટલાં પાપોથી બચવાની કાળજી રાખવી.
- પરંતુ ખુબ જ દુ:ખ સાથે કહેવું પડે છે કે આજે આધુનિકતાની આંધળી દોટ અને અજ્ઞાનતા વશ જીવદયા અને જયણાની આજે ખાસ્સી ઉપેક્ષા કરવામાં આવે છે…
- તો ચાલો આપણે જયણા વિશે વિસ્તારથી જોઈએ.. જેથી આપણે અજ્ઞાનતા વશ થતા પાપોથી બચી શકીએ…
હવે આગળ,
A - જયણા
જૈન કોમ આટલી ઉજળી, તેજસ્વી અને આગળ પડતી છે તે જિનપૂજા જીવદયા અને જયણાને આભારી છે.
- જૈનો જિનપૂજા જીવદયા અને જયણાને કુળદેવીની જેમ સન્માને છે.
- પરંતુ અફસોસ સાથે એકરાર કરવો પડે છે કે હવે આ ત્રણેય કુળદેવીની ભક્તિમાં ઓટ આવી છે.
- આધુનિકતાની આંધળી દોટ અને અજ્ઞાનતા, આ બે પરીબળોના કારણે જીવદયા અને જયણાની આજે ખાસ્સી ઉપેક્ષા કરવામાં આવે છે.
- જૂના સમયમાં આપણી દાદીમા આ બાબતોમાં ખૂબ ચોક્કસ હતી, આ વિષયમાં ખૂબ માહિર હતી.
- રસોડામાં ચંદરવા-પૂંજણી વગેરે જયણાના સાધનો અવશ્ય રાખવામાં આવતા પરંતુ આધુનિકતાના રંગે રંગાયેલી વહુઓનું સામાન્ય ઘરમાં આવ્યું ત્યારથી જયણાની જાળવણી ઘટતી ચાલી.
- તેઓની ઉપેક્ષાથી જાણે જયણાદેવી ઘર ત્યજીને ચાલી નીકળ્યા છે.
- આજે આ નવા રંગે રંગાયેલી વહુ - દિકરીઓને ખબર જ નથી કે ઘરમાં જીવોત્પત્તિ કેમ અટકાવવી અને જીવોત્પત્તિ થઈ જાય તો જયણા કેવી રીતે કરવી?
- પૂર્વે આ બધું આપણા દાદીમાને મોઢે હતું, એમને કંઠસ્થ રહેતુ હતું.
- જેટલી જયણા વધારે હશે એટલું આરોગ્ય ઘરમાં સચવાશે. મંદવાડા દૂર ભાગશે.
- આજે ઘર ઘર હોસ્પિટલના ખાટલા બન્યા છે તેનું કારણ ઘર જીવહિંસાનું કતલખાનું બન્યું છે માટે!
અષ્ટ પ્રવચન માતા એ સાધુની માતા છે તો જયણા એ શ્રાવકની માતા છે.
- જયણા એટલે જીવરક્ષા માટેની કાળજી.
- આપણી ચારે બાજુ વિશાળ જીવસૃષ્ટિ પથરાયેલી છે.
- ફળિયામાં કૂતરા છે
- આંગણામાં બિલાડા છે
- રસોડામાં વાંદા છે
- શયનખંડમાં માંકડ છે
- ખાળમાં ઉંદર છે
- માથામાં જુ છે
- ખૂણે-ખાંચરે ક્યાંક કીડીના દર છે
- છત કે દિવાલમાં ક્યાંક પક્ષીના માળા અને કરોળીયાના જાળા છે
- ફર્નીચરમાં કે દિવાલમાં ઉધઈ છે
- ચારે બાજુ મચ્છર ઉડે છે
- નળમાંથી વહી આવતા પાણીમાં અસંખ્યાતા ત્રસ જીવો છે
- અનાજમાં ઈયળ અને ધનેડાં છે
- શાકભાજીમાં પણ ક્યાંક ઈયળ છે
- વાસણમાં ક્યાંક કંથવા છે
- સચિત્ત માટી પૃથ્વીકાય છે
- કાચા પાણીમાં અકાય જીવો છે
- અગ્નિમાં, વાયુમાં અને વનસ્પતિમાં પણ જીવ છે
- વાનગીઓ ઉપર કે ફર્નીચર વગેરેમાં બાઝી જતી ફુગ અને મકાનના કમ્પાઉન્ડમાં ફેલાઈ જતી લીલમાં પણ અનંતકાય જીવો છે.
- બેસતાં, ઉઠતાં, હાલતા-ચાલતા, ખાતા-પીતા, સૂતા, બોલતા, વસ્તુ લેતા-મૂકતા, બારણા ઉઘાડ-બંધ કરતાં કે સાફ-સફાઈ કરતાં આપણી બેકાળજીથી આવા ૧-૨ થી માંડીને અનંત જીવોની હિંસા થઈ જવાની સંભાવના છે.
- આપણી થોડીક કાળજી આવા અનેક જીવોના પ્રાણ બચાવી લે અને આપણને હિંસાના પાપથી બચાવી લે.
- પાપથી રક્ષણ એટલે ભવિષ્યના દુ:ખથી રક્ષણ.
- આ રીતે પાપ અને દુઃખથી આપણી રક્ષા કરનારી જયણા આપણી ‘મા’ જ કહેવાય ને!
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶