ભાગ ૯૯: મનુષ્યભવની દુર્લભતા વિશે
આગળના ભાગમાં આપણે જોયું કે દેવશર્માને પ્રતિબોધ આપવા ગૌતમસ્વામી એના ગામ તરફ વિહાર કર્યો. પરંતુ દેવશર્મા ન બૂઝ્યો, કેમકે એને રાગ હતો. અને ગૌતમ મહારાજ થાકીને પાછા જવા માટે ઊઠવા ગયા ત્યારે, એ વળાવવા જવા ઊઠવા ગયો, પણ ખ્યાલ ન રહ્યો તે ઉપર ખુલ્લી બારીનું બારણું મર્મસ્થાનમાં જોરથી એવું લાગ્યું કે ત્યાં જ પડ્યો ને મરી ગયો !
ગૌતમ મહારાજે અવધિજ્ઞાનથી જોયું કે મરીને ક્યાં ગયો? તો એની સ્ત્રીના માથામાં જૂ તરીકે ઉત્પન્ન થયેલો જોઈ ગૌતમ સ્વામી સ્તબ્ધ થઈ ગયા! અતિ રાગના વ્યુદગ્રહથી સદબુદ્ધિથી તે શ્રવણ એળે ગયું.
હવે આગળ,
આજ્ઞા
જિનવચન
- જગતમાં માત્ર જિનવચન જ અતિસુક્ષ્મ અનંતકાય એકિન્દ્રિય જીવો સુધીની ઓળખાણ કરાવે છે. અને એની દયા-અહિંસાનો ઉપદેશ આપે છે.
જિનવચનથી
- શસ્ત્રો અને પ્રમાદથી બીજા જીવોની હિંસા ન કરવી
- વિષયવિકારો તથા કષાયવિકારોથી મારા પોતાના આત્માની હિંસા નહીં કરું.
શ્રાવક બને તો
- હિંસાથી સર્વથા મુક્ત થવા ઝંખતો હોય અને ન બને તો શક્ય એટલી હિંસા ટાળવાનો પ્રયત્ન કરવો જોઇએ.
- વળી ચોમાસામાં બિનજરૂરી ફરવા જ ન નીકળવું જોઇએ.
- પર્વતિથીના દિવસે આરંભ-સમારંભ ઓછા કરે અને લીલોતરી ન ખાવી જોઇએ, કેળા અને ફળ પણ ન વાપરીએ.
- કપડા ધોવા-ધોવડાવવા, અનાજ દળાવવા વગેરે પણ ન કરવું જોઇએ.
- આવી જિનવચનની કદર કરીને જીવોને અભયદાન આપવું જોઇએ.
- જો જીવો પ્રત્યેની દયા અને કરુણા ખતમ થઇ જાય તો જિનવચન પામ્યાની કદર જ ન રહે.
- અને પછી અહિં મળેલા જિનવચનને પાળવા દ્રારા જો સફળ નહીં કરીએ તો કયા મૂલ્ય ઉપર ભવાંતરે જૈનધર્મ તથા જિનવચન શ્રદ્ધા માંગવી?
આપણે માંગીએ છીએ કે,
આરુગ્ગ-બોલિલાભં સમાહિવરમુત્તમં દિંતુ
સમાહિમરણં ચ બોહિલાભો અ સંપજ્જ ઉ મહએ અં…
તહવિ મમ હુજ્જ સેવા ભવે ભવે તુમ્હ ચલણાણં
- પરભવ માટે આપણે બોદ્ધિલાભ એટલે જૈનધર્મ અને જિનવચનની ઉપાસના માંગીએ છે પરંતુ પ્રશ્ન એ છે કે હાલ અહિં જે જૈનધર્મ અને જિનવચન મળી ગયા છે તેનો કેટલો ઉપયોગ કરીએ છીએ?
- પ્રભુને ચિંતનમાં કેટલા રાખીએ છીએ?
- અને આ માંગવાથી પાપથી છુટાય અને પવિત્ર જીવન જીવાય તો મોક્ષ થાય.
- પરંતુ વર્તમાનમાં એ ઉદ્યમ ન થઇ શકે કે પછી સુત્રમાં એ શબ્દો છે તેથી આપણે યાંત્રિકપણે બોલી નાંખીએ છીએ એટલે કે સંમૂર્છિમક્રિયા છે.
- જો આ અમૂલ્ય સમય શક્તિ એમ જ નિષ્ફળ જશે તો ફરી આવી અમૂલ્ય સમજ અને પુરૂષાર્થ શક્તિ મળશે કે કેમ એ સવાલ છે.
અપાર સંસાર સાગરમાં જિનવચન મળવા ખુબ જ મુશ્કેલ છે, ખુબ દુર્લભ છે છતા આપણને એ સુલભ બન્યા છે તો પછી અમલ કરવામાં કસર કેમ કરાય?
સંસાર અણોરપાર નો અર્થ શો?
- જીવ સંસારમાં ભટકતા ઉંચે ચઢ્યો હોય પરંતુ પાછો છેક એકેન્દ્રિયપણા માં નીચે પટકાઇ જાય એવું સંભવિત છે.
- જ્યારે તે ઉંચે ચઢે છે - ત્રસપણામાં એટલે કે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિયમાં કુલ માત્ર બે હજાર સાગરોપમ વર્ષ સુધી રહી શકે એટલામાં જ મોક્ષ ન થાય તો પાછો નીચે એકિન્દ્રિયપણા માં પટકાય અને જો ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં ફસાય તો અસંખ્ય કોટા-કોટી સાગરોપમ વર્ષ કાઢવા પડે.
-
આમ, સંસાર પરિભ્રમણ પાર વિનાનું એટલે કે અણોરપાર ચાલે છે.
- અહિં જે જિનવચન મળ્યું છે તેને મહા-અહોભાગ્ય સમજવું જોઇએ કારણ કે પહેલા તો મનુષ્યભવ જ દુર્લભ છે તો પછી મનુષ્યભવ દુર્લભ કેમ?
મનુષ્યભવની દુર્લભતા:
- અનાદિકાળથી આત્મા અવ્યવહારરાશિની નિગોદમાં જન્મ-મરણ કરે છે જ્યારે એક આત્મા મોક્ષમાં જાય છે ત્યારે એક આત્મા અવ્યવહારરાશિમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવે છે
-
ત્યાં પણ અનંતકાળ પસાર કરે છે પછી પૃથ્વીકાયમાં અથડાતા-કૂટાતા ઘણો કાળ રખડી બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય માં આવે છે એટલે કે મનુષ્ય ભવ ની પ્રાપ્તિ કેટલીક દુર્લભ છે?
- મનુષ્યગતિ મળે તેમાં પણ આર્યભૂમિ મળવી બહુ દુર્લભ છે. અને આર્યદેશમાં જન્મ થયા પછી પણ ઉત્તમકૂળનો જોગ મળવો બહુ જ મુશ્કેલ છે.
- મહાન પુણ્યશાળી હોય તેનો જ ઉત્તમ કુળમાં જન્મ થાય છે.
-
આપણે એક વસ્તુ ખરીદી હોય અને તેનું મુલ્ય ચુકવ્યું હોય તો આપણને તે વસ્તુ માટે તેટલું મુલ્ય યાદ રહે છે પરંતુ ઉત્તમકુળમાં જન્મ થવો અને તેને માટે કેટલું પુણ્ય ખર્ચાયુ તે આપણને યાદ જ નથી આવતું.
- ઉત્તમકુળમાં જન્મ મળે તે પછી પણ લાંબુ આયુષ્ય મળવું જોઇએ. લાંબુ આયુષ્ય પણ પુણ્યના જોગથી મળી જાય તો પણ પુર્ણ ઇન્દ્રિયો અને નિરોગી શરીર વિના ધર્મક્રિયા મુશ્કેલ છે.
- તેવી જ રીતે સદગુરૂ સંગ, શાસ્ત્રશ્રવણ અને શુદ્ધ શ્રદ્ધા પણ ઘણી જરૂરી છે. એમાં પણ જૈન શાસન મળે અને એ શાસનમાં અધ્યાત્મની રૂચી વાળા કેટલા?
મનુષ્યોની વસ્તી દિવસે દિવસે જો વધતી જતી હોય તો માનવજન્મ દુર્લભ છે એમ કેવી રીતે કહી શકાય?
- મનુષ્યજન્મ સુલભ છે એવું કદાચ લાગવાનો સંભવ છે. પરંતુ સમગ્ર વિશ્વની જીવરાશિનો જ વિચાર કરવામાં આવે તો
- મનુષ્યજન્મની દુર્લભતા સમજાશે વળી એ સમજવા માટે પુનર્જન્મના સિદ્ધાન્તમાં શ્રદ્ધા જોઈશે.
જૈન ધર્મ પ્રમાણે જીવોની ચાર પ્રકારની ગતિ છે:
(૧) મનુષ્ય,
(૨) તિર્યંચ,
(૩) દેવતા અને
(૪) નારકી.
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶