ભાગ ૧૦૨: પલ્ય એટલે કુવો, કુવાની ઉપમા વાળો જે કાળ તે પલ્યોપમ
આગળના ભાગમાં આપણે જોયું કે દેવને એક નવકારશી કરવી હોય તો પણ પોતાના મનને તે કેળવી ન શકે તેમજ પલ્યોપમ અને સાગરોપમ કોને કહેવાય એ વિશે જોઇ રહ્યા હતા…
હવે આગળ,
આજ્ઞા
પલ્યોપમ અને સાગરોપમ કોને કહેવાય.?
- પલ્ય એટલે કુવો, કુવાની ઉપમા વાળો જે કાળ તે પલ્યોપમ….
- ચાર ગાઉ લાંબો-પહોળો ને ઊંડો ખાડો કરવાનો.
- તેમાં તાજા જન્મેલા બાળકોના વાળના ટૂકડા કરીને તે ખાડો એવી રીતે ઠાંસી-ઠાંસીને ભરવાનો કે જેની ઉપરથી ચક્રવર્તિની આખી સેના ચાલી જાય તો પણ તે દબાય નહીં.
પછી તેમાંથી દર સો વર્ષે એક વાળનો ટૂકડો કાઢવાનો તો એ ખાડો સંપૂર્ણ ખાલી ક્યારે થાય ?
- એ ખાડો સંપૂર્ણ ખાલી થાય તે દરમિયાન જેટલો સમય થાય તે એક પલ્યોપમ કહેવાય.
- ૭૦૫૬૦ અબજ વર્ષ = ૧ પૂર્વ એવા ૮૪ લાખ પૂર્વ ભગવાન ઋષભદેવનું આયુષ્ય હતું…
- એક પલ્યોપમનાં વર્ષ તો અસંખ્ય છે. એટલે ૧ પલ્યોપમ વર્ષના આયુષ્યવાળો દેવ અસંખ્યાતા જિનેશ્વરનાં પાંચેપાંચ કલ્યાણકો ઊજવી શકે છે.
- અને એવાં દસ ક્રોડ પલ્યોપમ * ૧ ક્રોડ પલ્યોપમ = ૧ સાગરોપમ કહેવાય
૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ,
૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી
૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી
ઉત્સર્પિણી + અવસર્પિણી = ૧ કાલચક્ર (૨૦ કોડાકોડી સાગરોપમ)
અનંતા કાલચક્ર = ૧ પુદ્ગલપરાવર્ત
- જીવ અહીંથી મરીને બીજી નરકમાં જાય તો ઓછામાં ઓછું તેનું ૧ સાગરોપમનું આયુષ્ય હોય ને સાતમી નરકમાં જાય તો તેનું ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય.
આપણી જીંદગી કેટલી ?
- ૮૦ વર્ષ - ૧૦૦ વર્ષ….
- વર્તમાનમાં તો જીવો ૪૦ વર્ષથી ધ્રુજવા લાગે છે.
- એટલે જેને ૪૦ વર્ષ થઈ ગયા છે એને ૪૦ બચ્યા.
- એમાં અડધા ઉંઘમાં જવાના.
- માટે ૨૦ વર્ષ બચ્યા એમાં કેટલાંય વર્ષ તો મજૂરીમાં જવાના.
જો ૨૫-૫૦ વર્ષ અહીં મોજ મજા કરીએ, કહેવાતું સુખ ભોગવીએ.
-
તેને અસંખ્ય કાળ સુધી કેટલું દુ:ખ ભોગવવું પડશે તે ઉપર જણાવેલી સાગરોપમની ગણત્રી પરથી વિચારી શકાય, જો જીવ અશુભ ભાવમાં જ મગ્ન રહેશે તો આ તો એના જેવું થયું કે હમણાં પાંચ દિવસ કહેવાતું સુખ ભોગવીએ પછી સો વર્ષની જેલ પડશે…
- જંબુદ્વીપ ૧ લાખ યોજન, એની ફરતો ૨ લાખ યોજન પહોળો લવણ સમદ્ર છે, એની ફરતો ૪ લાખ યોજન ધાતકી ખંડ. એની ફરતો ૮ લાખ યોજન વિસ્તૃત કાલોદધિ સમુદ્ર, એની ફરતો ૧૬ લાખ યોજન વિસ્તારવાળો પુષ્કરાવર્તદ્વીપ છે. આ રીત આગળ-આગળ, ડબલ-ડબલ કરતાં જવાનું. આવા અસંખ્ય દ્વીપ અને અસંખ્યસમુદ્ર છે અને છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. એની વિસ્તૃતતા કેટલી?
- એની કલ્પના પણ આપણે નહીં કરી શકીએ…
- એ સમુદ્રની પૂર્વમાં ગાડાની ધૂંસરી અને પશ્ચિમમાં એનો ખીલ્લો નાંખવામાં આવે. પછી એ બનેનું જોડાણ થવું શક્ય છે ? અશક્ય છે.
- માની લઈએ દેવની સહાયથી એ શક્ય થઇ જાય પણ આ મનુષ્યભવ મળવો શક્ય નથી.
- પ્રભુએ આખા જગતને હસ્તામલકવત નિહાળ્યું છે.
તમામ વસ્તુ, એના તમામ પર્યાયો, દરેક જીવના તમામ ભવો સાક્ષાત નિહાળ્યા પછી કહ્યું છે કે,
અનંતકાળમાં આ મનુષ્યભવ નથી મળતો.
- એમાં આપણો નંબર લાગી ગયો છે. હવે એક વખત અહીંથી નંબર ગયા પછી ફરી એ લાઈનમાં ઉભા રહેવાનું છે.
- જીવો અનંતાનંત અને મનુષ્યભવની સીટ સૌથી ઓછી અને મનુષ્ય જેટલા છે એમાં ક્યારેય વધારો થતો નથી
- એવું બને કે કોઈક ક્ષેત્રમાં ઓછા થાય અને કોઈક ક્ષેત્રમાં વધી જાય પણ સર્વથા મનુષ્યો વધી જાય એવું બનતું નથી.
તો આ માનવ ભવમાં એક પણ અશુભ ભાવને પ્રવેશવા ન દઇએ એ જ આપણુ લક્ષ્ય…
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶