🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૦૩: મુક્તિના હેતુથી જ મનુષ્ય જન્મ વખાણને પાત્ર બને છે.​

આગળના ભાગમાં આપણે જોયું કે માન​વ ભ​વમાં એક પણ અશુભ ભાવને પ્રવેશ​વા ન દઇએ એ જ આપણુ લક્ષ્ય હોવું જોઇએ….

હ​વે આગળ,

આજ્ઞા


 • મનુષ્યભવ, તે ય આર્ય દેશમાં મળ્યો અને જૈન કુળ જેવું ઉત્તમ કુળ મળ્યું, આ વગેરે સામગ્રી આપણને મળી, તેને આપણને જે આનંદ થાય છે, તે એટલા જ માટે થાય છે ને કે અહીં આપણને, ઈન્દ્રિયોને તથા કષાયોને જીતવાથી મોક્ષ મળે છે
 • એ વાત સાંભળવાને મળે છે એટલું જ નહિ, પણ આ ભવમાં આપણે જો ધારીએ, તો કષાયો ઉપર તથા ઈન્દ્રિયો ઉપર વિજય મેળવવાનો સારામાં સારી રીતે પ્રયત્ન કરી શકીએ તેમ છીએ.
 • કષાયો ઉપર તથા ઈન્દ્રિયો ઉપર વિજય મેળવવાથી મોક્ષ મળે છે એવું સાંભળવાનું તો દેવાદિકને પણ મળી શકે છે પણ સાંભળેલાને આચરવાની જે જોગવાઈ જોઈએ, તે તેમને મળી નથી
 • જ્યારે આપણને તો જેમ સાંભળવાની સામગ્રી મળી છે, તેમ મન થાય તો એ સાંભળેલાને સારી રીતે આચરવાની સામગ્રી પણ મળી છે તેથી જ, આપણને આ મનુષ્યભવનો આનંદ થાય.

જો આ પ્રકારનો હૈયામાં આનંદ નથી અને આથી ઊલટા પ્રકારને જ હૈયામાં જો આનંદ છે,

 • તોે એને અર્થ એ થાય છે કે આ બધી સામગ્રી આપણને આપણા પુણ્યથી મળી છે - એમ સાંભળતાં આપણને જે આનંદ થાય છે, તે આપણે આનંદ ઉદય-ભાવના ઘરને છે, પણ ક્ષયોપશમ ભાવનો નથી
 • કર્મના ઘરનો એ આનંદ છે, પણ એ આનંદ આત્માના ઘરનો નથી.
 • કર્મના ઘરને આનંદ તો કર્મબન્ધ જ કરાવે ને?

મનુષ્ય જન્મ દુર્લભ છે તે આપણે જોયું. પણ મનુષ્ય જન્મમાં સુખ શું છે?

 • જન્મની પીડા કાંઈ જેવી તેવી હોતી નથી અને જમ્યા એટલે જીવવાની કેટલી મોટી ઉપાધિ?
 • જન્મ્યા પછી જીવવાને માટે જરૂરીયાતો કેટલી બધી? એ માટે પાપ કેટલાં થાય છે? સઘળાં પાપનું મૂળ તો જન્મ છે ને ?
 • જન્મ ન હોય તો પાપ શાનું હોય?
 • ત્યારે શાસ્ત્ર જન્મને વખાણે કે અજન્માને વખાણે?
 • જે જન્મમાં અજન્મા થવાની અથવા તો એ દિશામાં સારી રીતે આચરણ કરવાની સામગ્રી મળે, એ જન્મનાં એ હેતુથી જ જ્ઞાનિઓ વખાણ કરે ને…

મુક્તિના હેતુથી જ મનુષ્ય જન્મ વખાણને પાત્ર બને છે.

 • તો આપણો જન્મ પ્રશંસાને પાત્ર કેમ?
 • શું હોય તો આપણો જન્મ પ્રશંસાને પાત્ર બન્યો કહેવાય?
 • આ મનુષ્ય ભવમાં જન્મ્યા પછી આપણે શું શું કર્યું છે?
 • જન્મીને જીવવાને માટે અને તે ય અનુકૂળતાથી જીવવાને માટે, આપણે કેટકેટલાં પાપો કર્યો છે?
 • આપણે કરેલાં પાપો, જ્ઞાનિઓ સિવાય ભલે બીજા કોઈ ન પણ જાણતા હોય, પરંતુ આપણે કેટલાં કેટલાં અને કેવાં કેવા પાપો કર્યા છે, તે આપણે પોતે તો જાણીએ છીએ ને?
 • જીવવા માટે આ જન્મમાં પાપો તો કરવાં પડયાં, પણ પાપો કરવાં પડયાં અને પાપ કરવાં પડે છે, તેનું આપણે હૈયે દુઃખ તો છે ને? એમ તો થાય છે ને કે

જે મારે જન્મવાનું જ ન હોત તો મારે આ બધાં પાપો કરવાં પડત નહિ. ક્યારે એવો વખત આવે કે જ્યારે હું જન્મથી જ મુક્ત બની જાઉં?

શાસ્ત્ર કહે છે કે

જન્મ એ દુઃખનું કારણ છે, એમ જેને ન લાગે, તેને મુક્તિનો ખપ ન હોય.

 • એવાને માત્ર જીવવાનો અને તે પણ પોતે માનેલી રીતે સુખમાં જીવ​વાનો ખપ હોય.

 • એટલે પછી જીવવાને માટે એ જે કાંઈ જરૂરી લાગે તે કરતો હોય.
 • અવસર આવ્યે તો એ મહાપાપે ય કરે.
 • આ માટે, આપણે એ વિચાર કરવાનો છે કે-આપણે આ મનુષ્યભવમાં જન્મી ગયા છીએ એ નકકી છે અને અત્યાર સુધી જીવ્યા છીએ એટલે જીવવાને માટે આપણે અત્યાર સુધીમાં શું શું કર્યું છે, તે આપણે તો જાણીએ જ છીએ
 • અણસમજુ મટયા અને કાંઈક સમજુ થયા, ત્યારથી આપણે આપણી ઈચ્છાનુસાર જીવવાને માટે શું શું કર્યું છે, તે આપણી જાણ બહાર તો નથી ને ?
 • તેમાં, આપણા હાથે જે કાંઈ ખોટું થઈ ગયું હોય અને હજુ પણ થતું હોય, તેનું આપણને દુઃખ ખરું કે નહિ? એનું દુઃખ પણ ન હોય, તો સુધરવાનો ઉપાય નથી.
 • એનું દુઃખ હૈયે હોય, તો જ સુધરવાનો ઉપાય છે.

વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો