ભાગ ૧૬: તિલક અમર રહો, તિલક એ જ અમ પ્રાણ..
આપણે આગળના ભાગ ૧૫માં જોયું કે મહામંત્રી કપર્દીને તિલક ભુંસવાનું કહેતા જૈન સમાજ એકત્રિત થયો. હવે આગળ..
- જ્યારે મહામંત્રી કપર્દીએ સંધને નિર્ણય લેવાનું કીધું તો ચારે તરફથી એક સાથે અવાજ આવ્યો, “મહામંત્રીનો નિર્ણય એ સંઘમાન્ય નિર્ણય છે.”
“તો…..કરો ટીપ શહીદોની..”
-
પહેલું નામ મારુ અને મારી શ્રાવિકાનું અને ટીપ શરુ થઈ….! નવલોહીયા યુવક અને યુવતીઓના જોડલાંની….! એ ખુમારી જોઇને સૂરજ પણ પોતાના પ્રકાશની ઝાંખપથી શરમાઈ ગયો હશે…!
- કપર્દી મંત્રીએ જિનશાસનની અપૂર્વ સેવા કરવાના આ સૂવર્ણ અવસરને અહોભાવથી વધાવી લીધો અને બીજે દિવસે સવારે આ યુગલોની દેરાસરમાં ભક્તિ અને ધૂનની રમઝટ થઇ.
- પછી ત્યાંથી ગુરૂદેવશ્રીના ચરણે ભાવથી વંદન કરી અને પહોંચ્યા રાજ સભામાં. રેશમથી ઝગારા મારતા વસ્ત્રોમાં જોઇને અજયપાલ વધુ રોષમાં આવી ગયા અને આગળ ઉભેલા કપર્દીના ભાલે દીપતું તિલક જોઇ કોપવાહી અવાજે પોકાર કર્યો.
“મંત્રી આજેય તિલક!”
- કપર્દી: મહારાજ! એ તો અમર છે. “જબ તક સૂરજ ચાંદ રહેગા, તિલક હમારા અમર રહેગા.”
- અજયપાલ: “મારી અવજ્ઞા ની કલ્પના કરી લે જો મંત્રી. હજી સમજી જાવ”.
- સામેથી યુગલોનો અવાજ: “એની અમને પરવાહ નથી.”
- અજયપાલ સિંહાસન ઉપરથી ઉભા થઇને રાડ પાડીને:, “સુભટો, પકડો એક-એકને… ને ફેંકો પેલા ઉકળતા તેલના કળાયામાં!” મહારાજા અજયપાલની અવજ્ઞાનું પરિણામ આ લોકો સમજશે નહીં.
- કપર્દી: મહારાજ! પકડવાની જરૂર નથી… અમે નામર્દ નથી…
કપર્દીએ પગ ઉપાડ્યા અને તિલક અમર રહોનો જયનાદ પોકારી કૂદ્યા કળાયામાં. ફાટી આંખે લોકો જોતા રહ્યાં.. ત્યાં તો “અમર રહો તિલક” મંત્રીની શ્રાવિકા એ પણ ઝંપલાવ્યું એ જ કળાયામાં…!
- ને પછી તો.. બીજું… ત્રીજું… ચોથું… પાંચમું… એક પછી એક યુગલ કળાયામાં હોમાવા લાગ્યું.
- સન્નાટો છવાય ગયો… માત્ર સભામાં નહીં… આખા પાટણમાં ઉની ઉની હૈયા વરાળ વેરાવા લાગી… વરાળની એ ગરમીમાં અજયપાલ સેકાવા લાગ્યો..
- એ વધુ બરદાસ્ત ન કરી શક્યો.. અને અંતે એના મોઢામાંથી શબ્દો નિસરી પડ્યાં,
“બસ કરો…! તિલક અમર રહો..”
- ૧૯ - ૧૯ યુગલની લાશના એ ઢગલાનો ભાર ધરતી સહન ન કરી શકી… સૂરજ… આકાશે ટકી ન શક્યો… ટૂટીને એ ધરતીના કોક પેટાળમાં શમી ચૂક્યો…
- લાશોના એ હસમૂખા ચહેરા જાણે લલકારી રહ્યાં હતા.
“તિલક અમર રહો,
તિલક એ જ અમ પ્રાણ..”
તિલક નું આ છે ગૌરવ. જિનશાસનના ઇતિહાસમાં જે તિલક માટે આવી કુરબાની નોંધાયેલી છે…!
તિલક અંગે સમજુતી:
- તિલક કરતા સમયે દર્પણ માં વાળ ઓળવા કે કપડા ઠીક ઠાક કરવા જોઇએ નહીં.
- પ્રભુજીની નજર પડતી હોય તેવા સ્થાને તિલક કરી શકાય નહીં.
- તિલક કરવાથી શ્રાવકસમુદાય “આ મારા સાધર્મિક બંધુ છે” એમ જાણી શકે અને અન્ય લોકોને પણ “આ જૈન ધર્મનો અનુયાયી છે” એવો ખ્યાલ આવી શકે.
- દેરાસરમાંથી બહાર નીકળ્યા બાદ મિત્રો સાથે ફરવા જતાં, કોલેજ, ઓફીસ કે દુકાને જતા શરમના માર્યા તિલક ભુંસી નાંખવાની ચેષ્ટા ન કરવી.
- નિંદ્રા સમયે તિલકનો ત્યાગ ન કરીએ તો આયુષ્યની હાનિ થાય છે.
- શાસ્ત્ર મૂજબ પુરૂષોએ બે કાન, ગળા ઉપર, હ્રદય ઉપર અને નાભિ ઉપર પણ તિલક કરવું. અને બહેનોએ કંઠ સુધી ફક્ત તિલક કરવું.
હવે પછીના ભાગમાં આપણે પ્રદક્ષિણા વિશે જાણીશું
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶