🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

લગ્ન આદિ પ્રસંગે યોજાતા ભોજન સમારંભોમાં કેટરર્સ પદ્ધતિ અપનાવવા જેવી નથી

આગળના ભાગમાં આપણે આહાર-ભોજનમા જયણા કેવી રીતે પાળ​વી તેમજ​ જમતી વખતની જયણા વિશે જોયું હતું…

હ​વે આગળ

G - જયણા


ઉકાળેલા પાણીની જયણા

 • બરાબર ત્રણ ઉકાળા આવે ત્યારે જ પાણી અચિત્ત બને છે. તે બાબતનો ઉપયોગ રાખવો.

 • ઉકાળેલા પાણીની પરાતો ઠારવા માટે જ્યાં મૂકવાની હોય તે જમીન પહેલા ઝાડુથી વાળી લેવી.

 • ઠારવા માટેની પરાતો બરાબર પૂંજી લેવી. તે કાચા પાણી વાળી ન હોય તે બરાબર તપાસી લેવું.

 • કાચું પાણી લેવા માટેનો જગ કે અન્ય વાસણ ભૂલથી પાકા પાણીમાં નંખાઈ ન જાય તેનું ધ્યાન રાખવું.

 • પાણી ઠારવા માટે પંખાનો ઉપયોગ ન કરવો.

 • ઠારેલા પાણી ઉપર જાળી ઢાંકવી.

 • પાણી ઠારવા માટે તાંબાની પરાતનો ઉપયોગ કરવો.

 • ઉકાળેલા પાણીની કાળ મર્યાદા બરાબર સાચવવી.

  • કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ - ૪ પ્રહર
  • ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ - ૫ પ્રહર
  • અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ - ૩ પ્રહર

અહીં પ્રહર નો સમય નીચે મુજબ ગણી શકાય:

 • દિવસના કુલ ૪ પ્રહર હોય.
 • જો સૂર્યોદય ૭:૦૦ વાગે થાય અને સૂર્યાસ્ત ૭:૦૦ થાય તો કુલ દિવસનો સમય:
 • ૭:૦૦ થી ૭:૦૦ = ૧૨:૦૦ કલાક​
 • તો ૧ પ્રહર = ૧૨:૦૦ કલાક / ૪ પ્રહર = ‌ ૩ કલાક
 • આ રીતે તમારા શહેરના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય મુજબ ગણ​વું.

 • નોંધ​:
  • ચોમાસામાં પહેલા કાળનો સમય પૂર્ણ થતા વધેલું પાણી કાઢી નાખ​વું અને પહેલા કાળના પરાત, ઘડો, તપેલું, જગ વગેરે તમામ વાસણો ચોખ્ખા કપડાથી લૂંછી નાખ​વાં.
  • પહેલા કાળનું અને બીજા કાળનું માટલું અલગ રાખ​વું.
  • શિયાળામાં ઉકાળેલા પાણીનો કાળ ૪ પ્રહરનો હોય છે અને ચોમાસાની જેમ બે કાળની પાણીની અલગ વ્યસ્થા હોતી નથી તેથી પાણી સ​વારે બહુ વહેલું ન ઉકળે તે ખાસ ધ્યાન રાખ​વું. ૪ પ્રહરથી વધારે ન રહે અને ૪ પ્રહર પૂર્ણ થતા પહેલા તેનો ઉપયોગ થઇ જાય તેની કાળજી રાખવી.
 • ઠારેલા ઉકાળેલા પાણીમાં કાચા પાણીનાં ટીપાં ન પડી જાય કે વરસાદના છાંટા ન પડે તેનું ધ્યાન રાખવું.

 • ચોમાસામાં પહેલા કાળનો સમય પૂર્ણ થતાં વધેલું પાણી કાઢી નાંખવું અને પહેલા કાળના પરાત, ઘડો, તપેલું, જગ વગેરે તમામ વાસણો ચોખ્ખા કપડાથી લૂછી નાખવાં. પહેલા કાળ અને બીજા કાળનું માટલું અલગ રાખવું.

 • શિયાળામાં ઉકાળેલા પાણીનો કાળ માત્ર ૪ પ્રહરનો હોય છે. અને ચોમાસાની જેમ બે કાળની પાણીની અલગ વ્યવસ્થા હોતી નથી. તેથી પાણી સવારે બહુ વહેલું ન ઉકળે તે ખાસ ધ્યાન રાખવું. ચાર પ્રહરથી વધારે ન રહે અને ચાર પ્રહર પૂર્ણ થતાં પહેલા તેનો ઉપયોગ થઈ જાય. તે કાળજી ખાસ રાખવા જેવી છે.

જમણવારોની જયણા

 • લગ્ન આદિ પ્રસંગે યોજાતા ભોજન સમારંભોમાં પણ કેટરર્સ પદ્ધતિ અપનાવવા જેવી નથી, તેમાં જયણા બીલકુલ સચવાતી નથી.

 • ભોજનસમારંભ બપોરનો જ ગોઠવવો, સાંજનો ન ગોઠવવો જેથી રાત્રી ભોજનનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય.

 • ભક્ષ્યાભક્ષ્યનો વિવેક પૂરો જાળવવો. આઇસ્ક્રીમ, કોલ્ડડ્રીંક્સ​ વગેરે અભક્ષ્ય પદાર્થો ન જ આપવા. ફ્રુટ​ ડીશ, ફ્રુટ​ જ્યુસ વગેરે અનેક સારા વિકલ્પો છે.

 • લગ્ન સમારંભો કે ભોજન સમારંભો માટે ઘાસવાળા પાર્ટી પ્લોટ કયારેય પસંદ ન કરવા. વનસ્પતિકાયની ઘોર વિરાધના છે.

 • લગ્નાદિ પ્રસંગોમાં ફટાકડા ફોડવા નહિ.

 • લગ્નાદિ નિમિત્તે દાંડીયારાસ વગેરે કોઈ પણ રાત્રી કાર્યક્રમ રાખવા નહિ. રાત્રી કાર્યક્રમોમાં અજયણા, મર્યાદાભંગ અને રાત્રી ભોજન વગેરે અનેક દોષો સંભવિત છે.

 • ધાર્મિક પ્રસંગોમાં કે વ્યાવહારિક પ્રસંગોમાં થતા જમણવારોમાં ભીંડા, વટાણા, ચોળી વગેરે ઇયળોની સંભાવનાવાળા શાક પસંદ ન કરવા, શાક સમારવાનું શ્રાવક-શ્રાવિકાઓએ જાતે જ કરવું, માણસોના ભરોસે ન છોડવું. માણસોને સોંપવું જ પડે તો ઈયળ દીઠ પાંચ-દસ રૂપિયાનું ઈનામ આપવું જેથી વધુમાં વધુ ઈયળોને તે બચાવશે.

 • સંઘના આયંબીલખાતામાં અને ઉકાળેલા પાણીના વિભાગમાં ઘણી અજયણા થવાની સંભાવના છે. સંઘના પીઢ જાણકાર બે-ત્રણ ભાઈઓ રોજ પૂરી દેખરેખ રાખી જયણાનું સુંદર પાલન કરાવે તે ખૂબ જરૂરી છે.

 • આયંબીલખાતાના તથા સંઘના જમણવારો માટેના અનાજ સંઘના શ્રાવિકા બહેનો ભેગા થઈ સાફ કરે તો કેટલી સરસ જયણા સચવાય! દરેક સંઘમાં શ્રાવિકા બેનોનું એક જયણામંડળ હોવું જોઈએ.

 • જૈન સંઘનાં સંકુલમાં પૂજારી વગેરે કર્મચારી દ્વારા રાત્રીભોજન કે અભક્ષ્ય ભક્ષણ ન થાય​ તેની તકેદારી વહીવટદારોએ રાખવી જોઈએ.

 • ઈડલી-ઢોકળાં વગેરે માટે બહાર મળતા તૈયાર ખીરા વપરાય નહીં.

વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો