🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે લેવાની કાળજી

આગળના ભાગમાં આપણે જોયું કે

  • પાપથી રક્ષણ એટલે ભવિષ્યના દુ:ખથી રક્ષણ
  • તો ચાલો આપણે જયણા વિશે વિસ્તારથી જોઇએ જેથી આપણે અજ્ઞાનતા વશ થતા પાપોથી બચી શકીએ…

હ​વે આગળ,

B - જયણા


પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે લેવાની કાળજી

  • મ.સા. આવવાના માર્ગમાં કદાચ સચિત્ત વસ્તુ પડી હોય તો કેટલાક શ્રાવકો તે ખસેડી દૂર મૂકે છે.
    • તેમ કરવાથી તે જીવોની હિંસા વગેરે થાય છે. તો મ.સા. વહોરે નહીં.
    • તેથી પ્રથમ તો ઘરમાં શાક પાણી વગેરે જ્યાં ત્યાં રસ્તામાં રખાય નહીં. કદાચ કોઈએ મૂકી દીધા હોય તો પછી તેને તેમ જ રાખવા. તો મ.સા. શક્ય હશે તો બાજુમાં થઈ અંદર પધારી વહોરશે.
    • સચિત્ત એટલે જીવવાળી વસ્તુઓ અથવા જીવતી દા.ત. કાચું પાણી, લીલા શાકભાજી, ઘઉં વગેરે અનાજ, ચીકુ વગેરે ફળ. આ વસ્તુઓ સાધુને નિમિત્તે ખસેડવી નહીં.
  • વહોરાવતી વખતે પણ સુશ્રાવિકાઓ સંપૂર્ણ સાવચેતી રાખે કે રસોડામાં રહેલ પાણી, લીંબુ-મરચાં વગેરે સચિત્ત વસ્તુને અડી ન જવાય. સંઘટ્ટાથી વેદના, હિંસા વગેરે થાય છે.
  • વહોરાવવાના ચમચા, વાટકી વગેરે પણ તદ્દન કોરા જોઈએ.
    • કાચા પાણીના ટીપાવાળા ચમચા વગેરે વડે ગોચરી ન વહોરાવાય.
    • કેટલાક ચમચા વગેરે લૂછીને વહોરાવે છે. પણ ભીના ચમચા મ.સા. માટે લૂછીને ન વહોરાવાય. ઉપયોગ રાખી કોરા જ લેવા.
  • વહોરાવવાની વસ્તુ લાવતાં મૂકતાં પણ પાણી વગેરે તથા કીડી વગેરેની હિંસા ન કરવી જોઈએ.
  • દાળ વગેરે વહોરાવતા જરા પણ જમીન પર ઢોળાય નહીં એમ સજાગપણે સાધુના પાતરામાં વહોરાવવી.
  • વહોરાવતાં પૂર્વે કે પછી હાથ, ચમચા વગેરે કોઈ વસ્તુ પાણીથી ધોવાય નહીં.
  • લાભ મળે તે માટે ચાલુ ગેસ વગેરે બંધ ન કરાય.
  • ઢાંકણ ઉપર મરચાં વગેરે પડ્યા હોય તો છીબા નીચેના ભાત વગેરે ન વહોરાવાય (ખરેખર તો દાળ વગેરેમાં નાંખ્યા પછી મરચાં વગેરે વધે તો તેના વાસણમાં પાછા મૂકવાની ટેવ પાડવી જોઈએ.) વધેલા લીંબુ વગેરે આળસથી ભાત વગેરેની તાસક પર મૂકવાથી તે ભાત વગેરે સાધુને ન ખપે.
  • બને તો વહોરાવવાના પાતરા આગળ સુકી થાળી મૂકવી, જેથી વહોરાવતાં કદાચ જરાક ઢોળાય તો થાળીમાં પડે. પછી તે થાળી, જમવામાં વાપરવાથી સાધુને નિમિત્તે વિરાધના થાય નહીં.
  • ખાખરા વગેરે વહોરાવવા ટુકડા કરતા ખૂબ કાળજી રાખવી કે જમીન પર ઢોળાય નહીં. ઢાંકણામાં અથવા થાળીમાં ટુકડા કરવા
  • વહોરાવતાં તપેલી ઉપરના ઢાંકણા ઉપાડી કાચા પાણી વગેરે પર મૂકવા નહીં.
  • એંઠા હાથે ન વહોરાવાય. એંઠી વસ્તુ ન વહોરાવાય.
  • દાળ વગેરે સંપૂર્ણ ન વહોરાવાય. થોડીક રાખવી જોઈએ. નહીં તો વહોરાવ્યા પછી તે તપેલી ધોવા મૂકો. તેથી દોષ સાધુને લાગે.
  • ઉકાળેલું પાણી વહોરાવતાં પણ વિશેષ કાળજી રાખવી.
    • પાણી ઠર્યું છે તે જોવા આંગળી પાણીમાં ન નંખાય, નાંખો તો નખનો મેલ વગેરે પાણીમાં જાય તેથી અસંખ્ય જીવની ઉત્પત્તિ અને હિંસાની સંભાવના છે.
    • પાણી વહોરાવતાં બોલાય નહીં, બોલવાથી થુંક ઉડી પાણીમાં પડે તો પાણીમાં બે ઘડી પછી સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્યો વગેરે અસંખ્ય પેદા થાય, મરે, હિંસા થાય.
    • પાણી વગેરે વજનદાર તપેલા ઉપાડીને ન વહોરાવાય, તેને નાની તપેલી, વાડકી વગેરેથી લઈ વહોરાવાય. જેથી તપેલું પડવાથી વાગવું, હિંસા થવી વગેરે દોષથી બચાય.
    • પાણીના ઘડા વગેરે પર એંઠા પવાલા ના મૂકાય.
    • પાણી વાપરી ગ્લાસ બરોબર લૂછી નાખવો જેનાથી જયણાના અનંત લાભ મળે.
    • ઘણાં, વહોરાવતા બધા તપેલા ખોલે છે. તેથી કોઈ તપેલા ઉપર મરચુ વગેરે પહેલા કોઈએ મૂક્યું હોય તેની વિરાધના થાય. તેથી સાધુ કશું ન વહોરે, તેથી ટેવ એવી પાડવી જોઈએ કે તપેલા ખોલ્યા વિના બધી વિનંતી કરવી. જેના ઉપર લીંબુ વગેરે પડ્યા હોય તે તપેલીને અડવું જ નહીં.
    • સુંઠ વિગેરે હાથથી ન વહોરાવવી ચમચીથી વહોરાવવી. ચમચી નેપકીનથી લુછી સ્પુન​-સ્ટેન્ડ માં પાછી મૂકવી. (ધોવી નહીં) સૂંઠ ફ્રીજમાં મૂકવાથી સાધુ વહોરે નહીં.

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો