🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

અતિશય પુણ્યોદય હોય તો જ આંગણે મ​.સા. પધારે...

આગળના ભાગમાં આપણે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે લેવાની કાળજી વિશે જોઇ રહ્યા હતા…

  • આ ભાગમાં એ વિશે વધુ જોઇએ…

C - જયણા


પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે લેવાની કાળજી

  • ઘણાં શાક સમારવા, અનાજ વીણવાં બારણામાં બેસે છે. ત્યારે સાધુ વહોરવા આવે તો સચિત્ત શાક વગેરે ખસેડવાથી હિંસા થતી હોવાથી મ.સા. પાછા જાય. માટે સાઈડમાં બેસવું.

  • રસ્તામાં, બારણામાં પાણીની ડોલ વગેરે હોય તો સાધુને આવતા જોઈ ઘણાં બાજુમાં ખસેડે છે, તો મ.સા. ન વહોરે. તેથી ડોલ જ રાખવી શક્ય હશે તો તેની બાજુમાંથી અંદર આવી મહારાજશ્રી વહોરશે. અને પછી કાયમ નક્કી કરવું કે હવેથી દ્વાર વચ્ચે પાણી, અનાજ વગેરે કદી મૂકીશ નહીં.

  • નાના ૨-૪ વર્ષના બાળકને વહોરાવવાનું કહેવું નહીં. ઘણી વાર એ ઢોળે, સચિત્તની વિરાધના કરે અને વળી મ.સા. ના વહોરે તો રડે.

  • ઘરમાં કેટલાક પાણીનું પોતુ વગેરે ગોચરી સમયે ક્યારેક કરે છે. જો ત્યારે સાધુ વહોરવા આવે તો લાભ ન મળે, માટે અયોગ્ય સમયે પોતુ ન કરવું.

શાસ્ત્રમાં કહ્યું છે કે,

મ.સા. પૂછે છતાં દોષિત વસ્તુ વગેરેને જાણવા છતાં લાભ લેવા નિર્દોષ તરીકે જૂઠું બોલે તેને અતિચાર, દોષ, સદગતિનો અલ્પ આયુષ્યબંધ વગેરે નુકશાન થાય છે

  • તેથી સત્ય કહેવું જોઈએ અને જાણીને વિના કારણે દોષિત રસોઈ વગેરે ન કરવા જોઈએ.

  • સ્પે. આધાકર્મી ગૌચરી મ.સા.ને ઉદેશીને નિષ્કારણ બનાવવી નહિ, રસોઈ બનાવતી વખતે મ.સા.ને નજરમાં રાખીને વધુ ન બનાવાય.

  • કોઈ મહારાજ સાહેબ કારણે બનાવવાનું કહે તો તેમની જરૂર પૂરતું જ બનાવાય, વધુ ન બનાવવું.

  • રોટલી, ખાખરા વગેરે ચોપડવા માટે ઘી ગરમ ન કરાય, ચોપડતી વખતે છાંટા ન ઉડે તેની કાળજી કરવી.

  • પૂ. મ.સા. પધારે ત્યારે લાઈટ, પંખા, ટી.વી. જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં રાખવા, બંધ ચાલુ ન કરાય.

  • શાકભાજી, ફ્રુટ​ વગેરે વનસ્પતિ, કાચું પાણી અગ્નિ વગેરેને અડીને વહોરાવાય નહિ.

  • બજારની મિઠાઈ, ફરસાણ, બીસ્કીટ, ચોકલેટ વગેરે ક્યારેય વહોરાવાય નહિ.

  • ફ્રીજમાં પડેલી વસ્તુ બિલકુલ વહોરાવાય નહિ.

  • દુધ-ઘી વગેરે ઢોળાય નહિ તેની ચોક્કસપણે પૂરતી કાળજી લેવી.

  • મ.સા. પધારે ત્યારે ઉતાવળા થઈને દોડાદોડી ન કરવી.

  • ગરમ દૂધ વગેરે ફૂંક મારીને વહોરાવાય નહિ.

  • ગર્ભવતી સ્ત્રીએ ૭ માસ પછી વહોરાવા ઉભા થવાય નહિ.

  • ધાવતા બાળકને બાજુ ઉપર મુકી વહોરાવાય નહિ.

  • વહોરાવતા પહેલાં હાથ ધોવાય નહિ.

  • મ.સા. માટે ટામેટા, કોથમીર વગરનું સ્પેશીયલ અલગ બનાવવું નહિ.

અતિશય પુણ્યોદય હોય તો જ આંગણે મ​.સા. પધારે…

  • મ​.સા. ઘરે વહોર​વા પધારે તો શ્રાવકોએ શો વિચાર કર​વો?
    • એ જ કે મોક્ષ મારી પાસે આવ્યો છે. હવે તો ખૂબ કાળજીથી વહોરાવીશ, તો સુપાત્રદાનનો મહાન લાભ મળશે.
    • પરંતુ કેટલાક ઉપયોગ રાખતા નથી. તેથી ઘણી વાર દોષ પેદા થઈ જાય છે. અને ધર્મી શ્રાવક સુપાત્રદાનના લાભથી વંચિત રહે છે,

તો ચાલો આપણે સંકલ્પ કરીએ કે હ​વેથી આપણે આ વિષયનું જ્ઞાન મેળ​વી ખૂબ સાવચેતીપુર્વક ઉપયોગ રાખી લાભ મળે તેવા બધા પ્રયત્નો કરશું

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો