🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જયણાની જડીબુટ્ટીઓ

આગળના ભાગમાં આપણે અનાજ તથા મસાલાની જયણા તેમજ જયણાનાં ઉપકરણો વિશે જોયું હતું…

હ​વે આગળ

J - જયણા


જયણાની જડીબુટ્ટીઓ

 • મોરનાં પીંછાં: મોરનાં પીંછાં મૂકી રાખવાથી કે હલાવવાથી સાપ અને ગરોળી દૂર ભાગી જાય છે.

 • કાળા મરી: કેસરની ડબીમાં કાળા મરીનાં દાણાં મુકી રાખવાથી ભેજને કારણે થતી જીવોત્પત્તિ અટકે છે

 • ડામરની ગોળી: કપડા કે પુસ્તકોના બેગ-કબાટ વગેરેમાં ડામરની ગોળીઓ મૂકી રાખવાથી જીવોત્પત્તિ થતી નથી

 • પારો: અનાજમાં પારાની થેપલી મૂકવાથી અનાજ સડતું નથી જીવાત પડતી નથી

 • દીવેલ: ચોખા ઘઉં મસાલા વગેરે દીવેલથી મોવાથી જીવાત પડતી નથી. દીવેલની ગંધથી કીડીઓ દૂર ભાગે છે. દીવેલનો દીવો કરવાથી મચ્છરો આવતા નથી

 • ઘોડાવજ: પુસ્તકોનાં કબાટમાં ઘોડાવજ મૂકી રાખવાથી જીવાત થતી નથી. કીડીઓનાં નિવારણ માટે પણ ઘોડાવજ અક્સીર અને નિર્દોષ છે

 • તમાકુ: કપડાનાં કે પુસ્તકોનાં કબાટમાં તમાકુનાં પાન મૂકી રાખવાથી જીવાત થતી નથી

 • ચૂનો: ઉકાળેલા પાણીમાં ચૂનો નાંખવાથી ૭૨ કલાક સુધી તે અચિત્ત રહે છે. ચૂનાથી ધોળેલી દિવાલો પર જીવજંતુ જલ્દી આવતા નથી. લાકડાનાં ફર્નીચરમાં કોરો ફોડેલો ચૂનો ઘસવાથી ફર્નીચરમાં જીવાત થતી નથી. કળીચુનો ભભરાવવાથી વાંદા ભાગી જાય છે

 • ડામર: ડામર ઉપર નિગોદ થતી નથી. ડામર ઉધઈની ઉત્પત્તિ પણ અટકાવે છે

 • કેરોસીન: ચામડી ઉપર કેરોસીન ઘસી નાખવાથી મચ્છર કરડતા નથી. જમીન પર કેરોસીનવાળા. પાણીનું પોતું ફેરવવાથી કીડીઓ આવતી નથી

 • રાખ કીડીની લાઈનની આજુબાજુ રાખ ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. અનાજ રાખમાં રગદોળીને ડબામાં ભરવાથી સડતું નથી

 • કપૂરઃ કપૂરની ગોટીની ગંધથી ઉંદરો દૂર ભાગે, છે. ઘરમાં ઉંદર ખૂબ દોડતા હોય ત્યારે કપૂરની ગોટી મૂકી રાખવાથી તેની અવરજવર ઓછી થઈ જાય છે. કપૂરનો પાવડર આજુબાજુ ભભરાવવાથી કીડીઓ પણ ચાલી જાય છે

 • ગંધારોવજ: લાકડાના કબાટમાં ગંધારોવજ રાખવાથી વાંદા થતા નથી

 • કંકુ: કંકુ ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે

 • હળદર: હળદર ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે

 • ગેરુ: ગેરુથી દિવાલ ઘોળવાથી ઉધઈ થતી નથી

 • રંગ-વાર્નિશ-પોલિશ: લાકડા પર નિગોદ અને જીવોત્પત્તિ અટકાવવા માટે

 • છીંકણી: તેની ગંધથી પુસ્તકના કે કપડાના બાટમો જીવજંતુઓ આવતા નથી. કીડીઓ પણ છીંકણીની ગંધથી દૂર ભાગે છે. અનાજમાં પણ જીવાત પડતી અટકે છે

 • ધૂપ: સૂકો લીમડો, સૂકા આકડાનાં પાન, લોબાન કે કંદ્રુપના ધૂપથી મચ્છર વગેરે જંતુઓ ચાલ્યા જાય છે

 • તુલસી: તુલસીના છોડને કારણે મચ્છરો વગેરે જંતુઓ આવતા નથી. તુલસીનાં સૂકા પાનનો ભૂકો અને કપૂરનો ભૂકો ભેગો કરીને ભભરાવવાથી કીડીઓ ભાગે છે

 • ફટકડી: હળદર અને ફટકડીનો પાવડર ભેગો કરીને છાંટવાથી કીડીઓ ચાલી જાય છે. ઉંદરના દર પાસે ફટકડીનો ભુકો મૂકી રાખવાથી ઉંદર ભાગી જાય છે

 • સિંધાલૂણ: કીડીઓનાં નિવારણ માટે સિંધાલૂણ અક્સીર છે

 • સુખડ: કીડીના માર્ગ પર સુખડનો ટુકડો મૂકી દેવાથી કીડીઓ પાછી વળી જાય છે

 • ફુદીનાના પાન: ફુદીનાના પાંદડાથી ઉંદરો આવતા નથી

 • મીઠું: મીઠું ભભરાવવાથી કબાટમાં ઉધઈ થતી નથી

 • સંતરાની છાલ: સંતરાની છાલના ધુમાડાથી મરછરો દૂર જાય છે. સંતરાની છાલનું તેલ શરીરે ચોપડવાથી મચ્છરો કરડતા નથી

 • ચાની ભૂકી: સૂકવેલી ચાની ભૂકીના ધૂમાડાથી માખી અને મચ્છરો દૂર થાય છે

વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો