ડોક્ટરોનું કહેવું છે કે અમારા ધંધાનો આધાર તો હોટલવાળા અને લારીવાળા પર છે.
આગળના ભાગમાં આપણે રસોડાની જયણા વિશે જોયું…
હવે આગળ,
E - જયણા
- આજે અનેક પ્રકારની અવનવી અભક્ષ્ય - આરોગ્યનાશક વાનગી બનવા લાગી અને આપણે બે હાથે આરોગવા માંડ્યા છીએ.
- હોસ્પિટલો દરદીઓથી ઉભરાવા લાગી છે.
- આટઆટલી હોસ્પિટલોનું કારણ હોટલો છે.
ડોક્ટરોનું કહેવું છે કે
અમારા ધંધાનો આધાર તો હોટલવાળા અને લારીવાળા પર છે.
- આજનો સમાજ જેટલા મસાલા ખાય છે તેટલા ભૂતકાળમાં ખાનારા સાંભળવા મળ્યા નથી.
- મસાલાદિના કારણે કીડની અને હોજરીના અલ્સરાદિ રોગ થાય છે.
- જીભને ચટકો મળ્યો કે જીવ ભાન ભૂલીને ખાય છે પેટમાં ગયા પછી આરોગ્યનું શું થશે તે ભૂલી જાય છે.
- આજે ઘર-ઘરમાં અભક્ષ્ય ખાન-પાન પેસી ગયા છે.
- જીવલેણ રોગો જીવન ટુંકાવી રહ્યા છે.
- માટે સાવચેત બની બહારનું ખાવાનું છોડતાં જઇએ તો શરીર સારું રહેશે અને સુખી થશું.
- આહાર-ભોજનમાં જયણા-જીવદયા પાળવાથી ઘણી હિંસાથી બચાય છે, આરોગ્ય પણ જળવાય છે, હોસ્પિટલમાં જવું પડતું નથી તેમજ હિંસાધર્મ પાલનથી આ ભવ તો સારો રહે છે, પરલોક પણ સારો બને છે અને દુર્ગતિની પરંપરાથી બચીએ છીએ
આહાર-ભોજનમા જયણા કેવી રીતે પાળવી?
- તૈયાર ખાખરા માં કાળમર્યાદા જાણવાનું અને જાળવવાનું મુશ્કેલ બને છે તેથી ઘરે બનાવેલા ખાખરા વાપરવાનો જ આગ્રહ રાખવો જોઇએ.
- ઘણા ઘરોમાં મોગરી વગેરે શાકમાં ઉપર દહીં નાંખીને ખાવાની પદ્ધતિ જણાય છે. દાળ વર્ગની રસોઈ સાથે દ્વિદળનો દોષ ન થાય તે માટે દહીં વાપરવું હોય તો ગરમ કરેલું જ વાપરવું જોઇએ.
- લગ્ન વગેરે પ્રસંગની પાર્ટીઓમાં એસન્સવાળા દૂધનું શરબત આપવાની પ્રથા ખૂબ વ્યાપક બનતી જાય છે. આવા એસન્સ ખાવા લાયક નથી. અભક્ષ્ય હોવાની પૂરી સંભાવના છે. વળી, કાચા દૂધમાં જ આ શરબત બનાવવામાં આવતું હોય છે. તેથી, સંપૂર્ણ મુખશુદ્ધિ વિના ભોજન કરવાથી દ્વિદળ દોષ થવાની પૂરી સંભાવના છે.
- મેથીનો મસાલો, મેથી નાંખેલી કઢી, મેથીનું શાક, મેથીના કુરીયાવાળું અથાણું વગેરે સાથે કાચા દૂધ દહીં- છાસ ખવાય નહિ. દ્વિદળ થવાથી અભક્ષ્ય બને.
- આજકાલ પાર્ટીઓમાં ક્રીમસલાડ નો પ્રચાર જોવા મળે છે. તેમાં વપરાતું ક્રીમ વાસી હોવાથી આ વાનગી સ્વયં અભક્ષ્ય છે. વળી, તેમાં ક્રીમ કાચા દૂધનું હોવાથી કઠોળ સાથે ખાવાથી દ્વિદળ થાય છે
- પાણીપુરી માં પુરી બહારથી તૈયાર લાવીને વાપરવામાં આવે છેે પરંતુ તેમાં કાલાતીત વગેરે દોષો રહેલા છે તેથી અભક્ષ્ય બને છે.
- કાચા દૂધ દહીં છાશ કે તેની વાનગી સાથે કઠોળનો અંશ પણ આવતો હોય તેવી વાનગી ખાવી જોઇએ નહીં.
- પર્વતિથીઓમાં તથા પર્યુષણ - ઓળી - અઠાઇ વગેરે પર્વોમાં લીલોતરી વાપરવી જોઇએ નહીં.
- કોઈ પણ ફળ લીલોતરીમાં ગણાય છે તેથી તિથીમાં ઉપયોગ ન કરાય.
- વાસી ભોજન રાખવું, ખાવું કે ખવરાવવું ન જોઇએ.
- મીઠાઈ, ખાખરા, નાસ્તાના ફરસાણ, લોટ વગેરેનો કાળ વીતી ગયા પછી તે અભક્ષ્ય બને છે.
- લોટ, ખાખરા, મીઠાઈ, નાસ્તાના કડક તળેલા ફરસાણ વગેરેનો કાળ નીચે મુજબ છે
- કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪: ૧ મહિનો.
- ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪: ૨૦ દિવસ.
- અષાઢ સુદ ૧૫ થી કારતક સુદી ૧૪: ૧૫ દિવસ.
- બહારના ખાખરા, મીઠાઈ કે તળેલા ફરસાણ શુદ્ધ ઘરગથ્થુ અને ખાત્રીવાળા ભક્ષ્ય હોય તો પણ તેમાં કાળ મર્યાદા જાળવવાનું મુશ્કેલ જણાય છે. તેથી આવી વસ્તુ તાજી લાવીને લાંબો સમય સુધી ન રહેવા દેવી ઉચિત છે.
- હોટલની વાનગી અભક્ષ્ય અને જયણારહિત બનાવેલી હોય છે. માટે હોટલની વાનગીનો સંપૂર્ણ ત્યાગ કરવો. હોટલની ચા પણ અળગણ પાણી. આદિ અનેકવિધ અજયણાથી યુક્ત હોય છે, તે પીવાય નહીં.
- બહારની તૈયાર વાનગીઓ, ઇન્સ્ટન્ટ ફૂડ, આઇસ્ક્રીમ, ઠંડા પીણાં વગેરે અભક્ષ્ય જ છે, માટે ત્યાગ કરવો જોઇએ.
- બે રાત ઉલ્લંઘી ગયેલા દહીં છાસ અભક્ષ્ય છે.
- દહીંમાં બાંધેલા થેપલા બે રાત ઉલ્લંઘી ગયા પછી અભક્ષ્ય બને છે.
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶