ભાગ ૧૨૨: એક વખત પુષ્પચુલા વરસતાં વરસાદે આહાર પાણી લઈ આવી
આગળના ભાગમાં આપણે જોયું કે પુષ્પચુલા એ તેને કેવળજ્ઞાન થયું છે તેમ તેના ગુરૂજીને જણાવ્યું નહીં, કારણ કે તે જાણીને તો આચાર્ય તેણીની પાસે આહાર પાણી મંગાવે નહીં
-
હવે આગળ,
-
એક વખત પુષ્પચુલા વરસતાં વરસાદે આહાર પાણી લઈ આવી તેથી આચાર્યે કહ્યું કે,
કલ્યાણી !
તું શ્રુતસિદ્ધાંતના જ્ઞાનથી આહાર-પાણી લાવવાના આચારને જાણવા છતા વરસાદ વરસતાં આહાર-પાણી કેમ લાવી?
- તેણીએ કહ્યું કે,
જ્યાં જ્યાં અપકાય અચિત છે ને તે પ્રદેશમાં રહીને આહાર લાવી છું, માટે આ આહાર અશુદ્ધ નથી.
- ગુરુએ પૂછ્યું કે,
તેં અચિત પ્રદેશ કેમ જાણ્યો ?
- તેણીએ કહ્યું કે,
જ્ઞાનથી.
- આચાર્યે પૂછ્યું કે,
કયા જ્ઞાનથી, પ્રતિપાતી ? (આવ્યા પછી જતું રહે)
કે અપ્રતિપાતી? (આવ્યા પછી જાય નહીં)
- તેણીએ ઉત્તર વાળ્યો કે,
આપના પસાયથી અપ્રતિપાતી (કેવળ) જ્ઞાન વડે જાણ્યું.
- આચાર્ય મહારાજે,
અહો ! મેં કેવળીની આશાતના કરી
-
એમ કહી તેણીને ખમાવી મિચ્છામી દુક્કડં દીધું.
-
પછી પુષ્પચૂલાને પૂછ્યું કે,
મને કેવળજ્ઞાન થશે કે કેમ?
- કેવલીએ કહ્યું,
હા, તમને ગંગા નદીની પેલી પાર ઉતરવાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.
- કેટલાક વખત પછી તે આચાર્યને કેટલાક લોકોની સાથે ગંગા નદી ઊતરતાં જે તરફ આચાર્ય બેસે તે તરફની નાવડીનો ભાગ નમવા લાગ્યો.
-
વચમાં બેસવા માંડયું એટલે આખી નાવડી ડૂબી જતી દેખી સર્વ લોકોએ તેમને ઉપાડી નદીમાં નાખી દીધા.
-
આચાર્યે પૂર્વભવમાં અપમાન કરેલી પૂર્વભવની સ્ત્રી વ્યંતરી થઈ હતી તે નાવડી ડૂબાડતી હતી.
- પેલા નદીમાં નંખાયેલા આચાર્ય પાણીમાં પડતાં એક શૂલી ઊભી કરેલી હોવાથી તેના પર પડતાં તે લોહીલુહાણ થઈ ગયા,
- છતાં પણ હા હા ! આ મારા લોહીથી અપકાય જીવની વિરાધના થાય છે, એમ વિચારતાં વિચારતાં તેમને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી અંતગડ કેવળી થઈ મોક્ષે ગયા. (કેવળજ્ઞાન પામ્યા પછી થોડા જ વખતમાં મોક્ષે જાય તે અંતગડ કેવળી કહેવાય છે.)
- તેની પાસે દેવતાઓએ તેમનો કેવળ મહોત્સવ કરવાથી ત્યાં પ્રયાગ એવા નામનું તીર્થ પ્રવૃત્ત થયું મહેશ્વરી લોકો પોતાનાં અંગ ઉપર કૈલાસ પામવા માટે કે અભીષ્ટ, મેળવવા માટે ત્યાં કરવત મુકાવે છે.
- પુષ્પચૂલા કેવલી પૃથ્વી પર વિચરતાં ઘણા લોકોને બોધ અને લાભ આપી છેવટે સર્વ કર્મ ક્ષય કરી મોક્ષે ગયાં.
આ પુષ્પચૂલાનું ગુણોથી પવિત્ર એવું ચરિત્ર સાંભળીને જે ભવ્યો પોતાના ગુરુના ચરણકમલ સેવવામાં તત્પર રહે છે, તે શાશ્વત સ્થાન પામે છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶